જુડવા ભાઇ જેવા લાગે છે સંતરા અને કીનૂ? આ રીતે ઓળખો સંતરું છે કે કીનૂ

How To Differentiate Between Orange And Kinnow: બજારમાં જ્યારે તમે નારંગી રંગના ફળોને જુઓ છો તો ઘણીવાર દગો ખાઇ જાવ છો કે સંતરું છે કે કીનૂ? બંને વચ્ચે ફરક ઓળખવો આસાન નથી કારણ કે બંને જુડવા ભાઇ જેવા દેખાય છે. જોકે બંનેના ન્યૂટ્રીશનલ બેનેફિટ્સમાં વધુ ફરક નથી. આવો જાણીએ કેવી રીતે સંતરા અને કીનૂ વચ્ચેના ફરકને સમજી શકાય. 

રંગ

1/6
image

તમે રંગો દ્વારા સંતરા (Orange) અને કીનૂ (Kinnow) વચ્ચેના તફાવતને ઓળખી શકો છો. કીનૂ (Kinnow) સામાન્ય રીતે ઘેરા ઓરેંજ રંગનું હોય છે, જ્યારે સંતરા આછા કેસરી અથવા લીલા હોઈ શકે છે.

સ્કીન

2/6
image

છાલ દ્વારા બે ફળો વચ્ચે તફાવત શક્ય છે. સંતરાની છાલ ખૂબ જ હળવી અને પાતળી હોય છે, તેને સરળતાથી દૂર કરી શકાય છે, જ્યારે કીનૂની છાલ થોડી સખત હોય છે.

ભાવ

3/6
image

તમે મોટાભાગે જોશો કે કીનૂનો ભાવ સંતરા કરતા થોડો ઓછો હોય છે, આમ એટલા માટે છે કારણ કે કીનૂનું ઉત્પાદન વધારે છે.

સાઇઝ

4/6
image

જો તમે સંતરા અને કીનૂની તુલના કરો છો, તો તમે જોશો કે કીનૂનું કદ હંમેશા થોડું મોટું હોય છે, જ્યારે સંતરા બજારમાં ઘણી સાઈઝમાં મળી શકે છે.

સ્વાદ

5/6
image

જો તમે હજી પણ તેને ઓળખી શકતા નથી, તો પછી એક ફળને લઇને ટેસ્ટ કરી લો. જો તે કીનૂ હશે તો તે ખાટા હશે અને તેમાં રસ પણ વધુ હશે, જ્યારે સંતરા પાક્યા પછી મીઠો સ્વાદ આપે છે.

બીજની સંખ્યા

6/6
image

તમે બીજોની મદદથી પણ સંતરા અને કીનૂ વચ્ચેના ફરકને સરળતાથી ઓળખી શકો છો. કીનૂમાં સંતરાના મુકાબલે વધુ બીજ હોય છે.