Corona વેક્સિનની ભારતમાં હશે આ કિંમત, આ દિવસથી બધાને મળશે ડોઝ

Corona વેક્સિન હેલ્થકેર વર્કર્સ અને વૃદ્ધો માટે ફેબ્રુઆરી 2021ની આસપાસ ઉપલબ્ધ થવાની શરૂઆત થશે. એપ્રિલથી, તે બાકીના સામાન્ય લોકો સુધી પહોંચશે. તેના બે આવશ્યક ડોઝ દરેક વ્યક્તિને આપવામાં આવશે

નવી દિલ્હી: સમગ્ર દુનિયા કોરોના વેક્સિન (COVID-19 vaccines)ની રાહ જોઇ રહી છે. ફાઈઝર અને મોડર્નાએ પણ તેમની વેક્સિન વિશે દાવા કર્યા છે, ભારત અહીં બાયોટેક ટ્રાયલના ત્રીજા તબક્કામાં પહોંચી ગયું છે.

ભારતમાં કોરોના રસી માટે કેટલો ખર્ચ થશે?

1/4
image

Hindustan Times Leadership Summitમાં બોલતા Serum Institute of Indiaના CEO Adar Poonawallaએ કહ્યું હતું કે ભારતમાં Covishield વેક્સિનની કિંમત 500-600 રૂપિયા પ્રતિ ડોઝ હોઇ શકે છે. ભારત સરકાર આ કોરોના વેક્સિન મોટા પ્રમાણમાં ખરીદશે, તે 3થી 4 ડોલરની વચ્ચે હોઈ શકે છે. સામાન્ય લોકોને આ 5થી 6 ડોલરમાં વેચવામાં આવશે.

લોકોને ક્યાં સુધી મળશે વેક્સિન?

2/4
image

Adar Poonawallaએ જણાવ્યું હતું કે Oxford COVID-19 વેક્સિન હેલ્થકેર વર્કર્સ અને વૃદ્ધો માટે ફેબ્રુઆરી 2021ની આસપાસ ઉપલબ્ધ થવાની શરૂઆત થશે. એપ્રિલથી, તે બાકીના સામાન્ય લોકો સુધી પહોંચશે. તેના બે આવશ્યક ડોઝ દરેક વ્યક્તિને આપવામાં આવશે, જેના માટે તમારે 1000 રૂપિયા ચૂકવવા પડશે. એવી અપેક્ષા છે કે 2024 સુધીમાં દેશના દરેક નાગરિકે આ રસી લીધી હશે.

કોરોના વેક્સિન માટે ભારતની ડીલ

3/4
image

વિશ્વની સૌથી મોટી વેક્સિન મેન્યૂફેક્ચરરે બ્રિટીશ કંપની AstraZeneca સાથે કરાર કર્યો છે, જે અંતર્ગત 100 કરોડ ડોઝ ભારત અને અન્ય ગરીબ દેશોને વેચવામાં આવશે. પૂનાવાલાએ જણાવ્યું હતું કે તેમની કંપની આવતા મહિને ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા વી જી સોમાની પાસેથી ઇમરજન્સીનો ઉપયોગની મંજૂરી માંગશે.

2021 સુધીમાં સામાન્ય થશે સ્થિતિ: ગેટ્સ

4/4
image

એક ટીવી ઇન્ટરવ્યુમાં માઇક્રોસોફટના સહ-સ્થાપક બિલ ગેટ્સે કહ્યું હતું કે જો વેક્સિન સમયસર આવે તો 2021ની ગરમીઓ સુધીમાં જીવન સામાન્ય થઈ જશે.