‘હાઉસફુલ 4'નો FIRSTLOOK રિલીઝ કરીને અક્ષય કુમારે કર્યો મોટો ધડાકો....

ચાહકો લાંબા સમયથી હાઉસફુલ 4 (Housefull 4) ફિલ્મ જોવા માટે આતુર બન્યા છે. બુધવારે અક્ષય કુમારે (Akshay Kumar) પોતાની મોસ્ટ અવેટેડ ફિલ્મ હાઉસફુલ 4ના 12 પાત્રોનું પોસ્ટર રિલીઝ કર્યું છે. પોસ્ટર્સથી સ્પષ્ટ માલૂમ પડે છે કે, ફિલ્મમાં ડબલરોલનો જબરદસ્ત તડકો નજર આવવાનો છે. અક્ષય કુમારે 6 પાત્રોના 12 પોસ્ટર્સ રિલીઝ કર્યા છે. જેમાં તમામના બે પાત્રોના લૂક સામે આવ્યા છે. આ પોસ્ટર્સ એટલા દમદાર છે, કે તેને જોઈને ફિલ્મનું ટ્રેલર (Trailor) ક્યારે રિલીઝ થશે તેવું લાગે છે. જુઓ આ પોસ્ટર્સને...

નવી દિલ્હી :ચાહકો લાંબા સમયથી હાઉસફુલ 4 (Housefull 4) ફિલ્મ જોવા માટે આતુર બન્યા છે. બુધવારે અક્ષય કુમારે (Akshay Kumar) પોતાની મોસ્ટ અવેટેડ ફિલ્મ હાઉસફુલ 4ના 12 પાત્રોનું પોસ્ટર રિલીઝ કર્યું છે. પોસ્ટર્સથી સ્પષ્ટ માલૂમ પડે છે કે, ફિલ્મમાં ડબલરોલનો જબરદસ્ત તડકો નજર આવવાનો છે. અક્ષય કુમારે 6 પાત્રોના 12 પોસ્ટર્સ રિલીઝ કર્યા છે. જેમાં તમામના બે પાત્રોના લૂક સામે આવ્યા છે. આ પોસ્ટર્સ એટલા દમદાર છે, કે તેને જોઈને ફિલ્મનું ટ્રેલર (Trailor) ક્યારે રિલીઝ થશે તેવું લાગે છે. જુઓ આ પોસ્ટર્સને...

1/13
image

લંડનથી આવેલ રોય શું બાંગડુનો પુર્નજન્મ છે. 

2/13
image

ધરમપુત્ર બનીને આવ્યો છે બોબી દેઓલ, અક્ષયે લખ્યું છે કે તે બહાદુરી અને સાહસની મિસાલ છે.

3/13
image

લંડનથી આવેલ મૈક્સ કેવી રીતે ધરમપુત્રના હાથમાં ફસાયો

4/13
image

રાજકુમારી મધુનું પાત્ર ભજવ્યું છે કૃતિ સેનને...

5/13
image

રાજકુમારી મધુએ લંડનથી આવેલી કૃતિનુ ગળુ પકડ્યું છે. 

6/13
image

એક્ટ્રેસ કૃતિ ખરબંદા 600 વર્ષ પહેલાની રાજકુમારી મીના બની છે.

7/13
image

8/13
image

600 વર્ષ પહેલા રાજમહેલમાં રાજકુમારી માલાનું રાજ ચાલતુ હતું.

9/13
image

આ ફિલ્મમાં અક્ષય કુમાર ડબલ રોલમાં નજર આવશે. એક પાત્ર 1419ના રાજકુમાર બાલાનું છે, જે બહુ જ ખતરનાક લૂકમાં છે. તીર ચલાવતા બાલાના ફોટોની કેપ્શન એવી લખાઈ છે કે, ‘બાલા, શૈતાન કા સાલા...’

10/13
image

બીજા પોસ્ટરમાં હૈરીના લૂકથી સ્પષ્ટ સમજી શકાય છે કે, આ પુર્નજન્મની વાત છે.

11/13
image

રિતેશ દેશમુખ બાંગડુ બન્યો છે. જે 600 વર્ષ પહેલા કોઈ દરબારના કોમળ હૃદયની વ્યક્તિનું પાત્ર ભજવી રહ્યો છે.

12/13
image

પૂજા હેગડેનો ઓલ્ડ અને મોર્ડન લૂક બંને જાજરમાન લાગે છે.

13/13
image

અક્ષય કુમારે આ તમામ પોસ્ટર્સને મોડી રાત્રે એક બૂકલેટની જેમ શેર કર્યા છે. (તસવીર સાભાર : Twitter@Akshaykumar)