30 વર્ષ બાદ શુક્ર-શનિ મળી મચાવશે ધમાલ, આ રાશિના જાતકો થઈ જશે માલામાલ

Saturn-Venus in Aquarius: 2024માં શનિ દેવ કુંભ રાશિમાં બિરાજમાન રહેશે. ઘણા વર્ષો બાદ 2024માં શુક્ર અને શનિની યુતિ બનવાની છે, જે ખાસ માનવામાં આવી રહી છે. 

શુક્ર-શનિ યુતિ

1/5
image

જ્યોતિષ વિદ્યા અનુસાર શનિ ગ્રહ અને શુક્ર ગ્રહ મિત્ર ગ્રહ માનવામાં આવે છે. તો આશરે 30 વર્ષ બાદ 2024માં શુક્ર અને શનિની યુતિ બનવાની છે, જે ખુબ ખાસ માનવામાં આવી રહી છે. 2024માં શનિ દેવ કુંભ રાશિમાં બિરાજમાન રહેશે, જ્યાં વર્ષની શરૂઆતમાં શુક્ર પણ પ્રવેશ કરશે. તેવામાં કુંભ રાશિમાં શુક્ર અને શનિની યુતિ બનવાથી તમામ રાશિઓ પર તેનો પ્રભાવ પડશે. આવો જાણીએ કુંભ રાશિમાં શુક્ર અને શનિની યુતિ બનવાથી કયાં જાતકોનું ભાગ્ય ચમકવાનું છે. 

વૃષભ રાશિ

2/5
image

શનિ અને શુક્રની યુતિ વૃષભ રાશિના જાતકો માટે ખુબ લાભકારી સાબિત થઈ શકે છે. આ દરમિયાન તમારી આર્થિક સમસ્યા દૂર થશે. વેપારીઓને વેપાર સાથે જોડાયેલા કોઈ શુભ સમાચાર મળી શકે છે. વિદ્યાર્થીઓ માટે આ સમય શુભ રહેવાનો છે. કરિયરમાં  સમજી વિચારીને નિર્ણય લેવાની જરૂર છે.

મેષ રાશિ

3/5
image

મેષ રાશિના જાતકો માટે કુંભ રાશિમાં બનેલી શનિ શુક્રની યુતિ ફાયદાકારક સાબિત થઈ શકે છે. શુક્રના શુભ પ્રભાવથી તમારી આવક વધી શકે છે. તો ધન આગમનનો યોગ બની રહ્યો છે. કરિયરમાં આવતી સમસ્યા દૂર થશે. લવ લાઇફમાં પણ રોમાન્સ આવશે.   

મકર રાશિ

4/5
image

શુક્ર શનિની યુતિ બનવાથી મકર રાશિના જાતકોને ફાયદો થઈ શકે છે. અચાનકથી ધન લાભ થઈ શકે છે. તમારો આત્મવિશ્વાસ સારો રહેશે, કરિયર સાથે જોડાયેલા જરૂરી ટાસ્ક પણ મળી શકે છે. તમે સ્વસ્થ રહેશો અને ટ્રાવેલ પણ કરી શકો છો. કેટલાક નવા લોકો સાથે મુલાકાત થવી સંભવ છે.   

ડિસ્ક્લેમર

5/5
image

આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો નથી કરતા કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ જરૂર લો.