Skin Care: ચહેરા પર કાળા ડાઘા છે? તો રોજ ચહેરા પર લગાડો આમાંથી કોઈ એક વસ્તુ, 10 દિવસમાં બેદાગ થઈ જશે ત્વચા

Skin Care: વધતી ઉંમરની સાથે ત્વચાને પણ ઘણી બધી સમસ્યાઓ થાય છે. ખાસ કરીને ગરમીની ઋતુ શરૂ થાય એટલે ચહેરા પર પણ તેની અસર દેખાવા લાગે છે. ચહેરા પર ટેનિંગ અને કાળા ડાઘ વધારે પ્રમાણમાં દેખાવા લાગે છે. આવી સમસ્યા ઉનાળામાં તમને પણ થતી હોય તો ચહેરા પરના ડાઘ ધબ્બાને દૂર કરવાના ઘરેલુ ઈલાજ આજે તમને જણાવીએ. ઘરમાં રહેલી આ કેટલીક વસ્તુઓનો ઉપયોગ કરવાથી 7 થી 10 દિવસની અંદર જ તમારો ચહેરો બેદાગ થઈ જશે.

બટેટા અને લીંબુ

1/6
image

ચહેરાની સુંદરતા વધારવા માટે બટેટાનો રસ અને લીંબુનોરસ મિક્સ કરીને ચહેરા પર લગાડવો જોઈએ. 

ચણાનો લોટ અને હળદર

2/6
image

ચણાના લોટમાં થોડી હળદર ઉમેરીને તેની પેસ્ટ બનાવી ચહેરા પર 20 મિનિટ લગાડવાથી એક અઠવાડિયામાં તમને રીઝલ્ટ જોવા મળી જશે

ચોખાનું પાણી

3/6
image

મોટાભાગના લોકો ચોખા પલાળેલું પાણી ફેંકી દેતા હોય છે પરંતુ આ પાણી તમારા ચહેરા માટે બેસ્ટ ટોનર નું કામ કરી શકે છે. ચોખાનું પાણી ચહેરા પર નિયમિત રીતે પંદર દિવસ સુધી લગાડશો તો તમારા ચહેરા પર પણ કોરિયન ગ્લો જોવા મળશે.

મધ

4/6
image

મધ પણ ત્વચા માટે ફાયદાકારક છે. મધુ ત્વચાને મુલાયમ બનાવે છે. તેનાથી કાળા ડાઘ પણ દૂર થવા લાગે છે. 

દૂધ અને હળદર

5/6
image

કાચા દૂધમાં થોડી હળદર ઉમેરી તેને ચહેરા પર લગાડશો તો થોડા દિવસમાં જ ચહેરા પરના કાળા ડાઘ દૂર થવા લાગશે. દૂધ અને હળદર ચહેરા પર લગાડવાથી ત્વચાની અન્ય સમસ્યાઓ પણ દૂર થવા લાગે છે.

6/6
image