Skin Care: શરીર પરના અણગમતા મસા 7 દિવસમાં નીકળી જશે, નિયમિત લગાડો આ 5 માંથી કોઈ 1 વસ્તુ

Home Remedies for Warts: ચહેરા પર કે શરીરના કોઈપણ ભાગ પર જો મસા થઈ જાય તો તે ખૂબ જ ખરાબ દેખાય છે. આ મસા હ્યુમનપેપિલોમા વાઇરસના સંક્રમણના કારણે વિકસિત થાય છે. જોકે સારી બાબત એ છે કે આ મસાને ઘરે સરળતાથી દૂર કરી શકાય છે. 7 થી 8 દિવસમાં આ મસાનો ઘરે જ ઈલાજ થઈ જાય છે. 

વિનેગર 

1/6
image

વિનેગરની મદદથી મસાને દૂર કરી શકાય છે. તેના માટે એક ચમચી વિનેગરમાં એક ચમચી પાણી મિક્સ કરી મસો હોય તે જગ્યાએ નિયમિત થોડીવાર મસાજ કરવી. 

સંતરાની છાલ 

2/6
image

સંતરાની છાલને મોટાભાગના લોકો કચરો સમજી ફેંકી દેતા હોય છે પરંતુ જો તમને મસા હોય તો સંતરાની છાલને સાચવી રાખવી. સંતરાની છાલથી મસા પર થોડીવાર નિયમિત મસાજ કરશો તો ધીરે-ધીરે મસા નીકળી જશે. 

લસણ 

3/6
image

લસણનો ઉપયોગ કરીને પણ મસા સહિતની ત્વચાની સમસ્યા દૂર કરી શકાય છે. લસણની પેસ્ટ બનાવીને નિયમિત મુસાફર થોડીવાર રગડવી જોઈએ ત્યાર પછી નોર્મલ પાણીથી સ્કીન સાફ કરી લેવી. 

અનાનસ 

4/6
image

અનાનસ બ્રોમેલેનથી ભરપૂર હોય છે. તેનાથી ડેડ સ્કીન અને ડેમેજ સ્કીન સેલ્સ પણ દૂર થાય છે. અનાનસનો રસ કાઢીને મસા પર 10 મિનિટ માટે લગાડવો. નિયમિત આ કામ કરશો એટલે મસા દૂર કરવામાં સરળતા રહેશે. 

કેળાની છાલ 

5/6
image

કેળાની છાલથી પણ મસાને દૂર કરી શકાય છે. કેળાની છાલમાં સંક્રમણ સામે લડવાના ગુણ હોય છે. કેળાની છાલનો ટુકડો લઈ મસા હોય તે જગ્યાએ રોજ થોડીવાર માલીશ કરવી. ગણતરીના દિવસોમાં જ મસા નીકળી જશે.

6/6
image