હવે સાવ સસ્તામાં મળશે તમારું મનપસંદ ઘર! ગુજરાત સરકાર લેવા જઈ રહી છે મોટો નિર્ણય

Home in Gujarat: કોરોના બાદ ગુજરાતની આર્થિક નીતિ ઘડવા માટે રાજ્ય સરકારે એક સમિતિ બનાવી હતી. આ સમિતિએ તેનાથી રાજ્યમાં ઈકોનોમિક પ્રવૃત્તિને વેગ મળે તે માટે સ્ટેમ્પ ડયૂટી ઘટાડવા અને રજિસ્ટ્રેશન ફ્રી ઓછી કરવાની સલાહ આપી હતી. જેના પર હવે ગુજરાત સરકાર વિચારણા કરી રહી છે.

1/10
image

ગુજરાત રહેવા માટે બેસ્ટ છે એ સૌ કોઈ જાણે છે. અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં ક્રાઈમ રેટ પણ ઓછો છે. અહીં સુખ-શાંતિ અને સલામતીનો અહેસાસ થાય છે. તેથી ગુજરાતમાં ઘર લેવાનું દરેકનું સપનું હોય છે. તમારું પણ આ સપનું હવે સરળતાથી સાકાર થઈ શકે છે. સરકાર તમારા માટે કરી રહી છે ખાસ વિચારણા.

2/10
image

જોકે, જંત્રી વધતાં ઘર ખરીદનાર માટે સ્ટેમ્પ ડ્યૂટી-રજિસ્ટ્રેશન ફીનો ખર્ચ વધ્યો હતો. ૨૦૨૩-૨૪માં સ્ટેમ્પ ડયુટી અને રજિસ્ટ્રેશન ફીમાંથી સરકારની આવકમાં ૬૦%નો વધારો થયો હતો. સરકારને એક વર્ષના ગાળામાં આ બંનેમાં રૂ. ૧૩,૭૩૧ કરોડની આવક થઈ હતી. હવે નિયમોમાં થઈ શકે છે મોટો બદલાવ.  

3/10
image

ગુજરાતમાં હવે ઘર થઈ શકે છે સસ્તા. જીહાં, જાણીને નવાઈ લાગશે પણ આ હકીકત છે. ખાસ કરીને મધ્યમ વર્ગીય પરિવારોની વ્યથા દૂર કરવા ગુજરાત સરકાર લઈ શકે છે મોટો નિર્ણય. સરકારના આ નિર્ણયથી દરેકને મળી શકે છે ઘરનું ઘર. મોંઘવારીના જમાનામાં પણ ઘર તમને નહીં પડે મોંઘું.   

4/10
image

ગત વર્ષે એપ્રિલમાં ગુજરાત સરકારે જંત્રીના દર બમણા કર્યા હતા તેના કારણે આ બંનેમાં પણ વધારો થયો હતો અને તેના કારણે નવું ઘર ખરીદતા લોકો ઉપર ભારણ પણ વધ્યું હતું.

5/10
image

રિયલ એસ્ટેટ સેક્ટર ઘણા સમયથી સ્ટેમ્પ ડયૂટીમાં ૫૦ ટકાનો ઘટાડો કરવા માગણી કરી રહ્યું છે. ખાસ કરીને રૂ. ૭૫ લાખ સુધીના મકાનો માટે - સ્ટેમ્પ ડ્યૂટી અડધી કરવી જોઈએ તેવી માગ કરવામાં આવી છે.

6/10
image

નવું મકાન કે કોમર્શિયલ પ્રોપર્ટીની ખરીદી પર લાગતી સ્ટેમ્પ ડયૂટી અને રજિસ્ટ્રેશન ફ્રીના કારણે ખર્ચ વધી જતો હોય છે. તાજેતરમાં કેન્દ્રીય બજેટમાં રાજ્યોને સ્ટેમ્પ ડ્યૂટી અને રજિસ્ટ્રેશન ફીમાં ઘટાડો કરવાનું સૂચવ્યું હતું. 

7/10
image

આ ઉપરાંત રિયલ એસ્ટેટ ઉદ્યોગ તરફથી પણ ઘણા સમયથી આમાં ઘટાડો કરવા અંગે માગ કરવામાં આવતી હતી. તેને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર સ્ટેમ્પ ડ્યૂટી અને રજિસ્ટ્રેશન ફીમાં ઘટાડો કરવાનું વિચારી રહી છે. સ્ટેમ્પ ડ્યૂટી અને રજિસ્ટ્રેશન ફી ઘટાડવા ગુજરાત સરકારની વિચારણા, મકાન ખરીદનારને થશે લાભ...

8/10
image

ગુજરાતમાં પ્રોપર્ટીના ખરીદ-વેચાણ પર ૪.૯% સ્ટેમ્પ ડ્યૂટી અને તેના પર વધારાની ૧% રજિસ્ટ્રેશન ફી લેવામાં આવે છે. 

9/10
image

ભારત સરકારના સૂચન બાદ ગુજરાત સરકાર લોકો પર નાણાકીય બોજ ઘટાડવા રજિસ્ટ્રેશન ફ્રી તથા સ્ટેમ્પ ડ્યૂટીના દરમાં ઘટાડો કરે તેવી સંભાવના છે. આ માટે રેવન્યૂ અને ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ કેટલો ઘટાડો કરી શકાય તેનો અભ્યાસ કરી રહ્યા છે. બે મહિનાની અંદર તેના વિશે કોઈ જાહેરાત થાય તેવી શક્યતા છે. 

10/10
image

એમાંય જો તમે ગુજરાતમાં મકાનની ખરીદી મહિલાના નામે કરો છે તો રજિસ્ટ્રેશન ફી લાગતી નથી. જેને કારણે તમને આ મુદ્દે પણ એક મોટો ફાયદો થાય છે.