Pakistan ke Mandir: પાકિસ્તાનમાં કેવી છે હિન્દુ મંદિરોની સ્થિતિ, આ 10 તસવીરો જોઇ બોલી ઉઠશો 'કદાચ ભારતમાં હોત'
Hindu Temple in Pakistan: દુનિયા જાણે છે કે આપણા પડોશી દેશ પાકિસ્તાનમાં અલ્પસંખ્યક હિંદુઓની સાથે કેવું વર્તન કરવામાં આવે છે.
Hindu Temple in Pakistan: દુનિયા જાણે છે કે આપણા પડોશી દેશ પાકિસ્તાનમાં અલ્પસંખ્યક હિંદુઓની સાથે કેવું વર્તન કરવામાં આવે છે. એટલું જ નહી ત્યાં હાજર મંદિરોની સ્થિતિ કોઇ ખંડેરથી કમ નથી. આજે અમે તમને કેટલા એવા પ્રાચીન મંદિરો વિશે જણાવવા જઇ રહ્યા છીએ, જે ભારતમાં હોત તો તીર્થસ્થળ બની જાત.
સાધુ બેલા મંદિર
1889 માં આ મંદિરનું નિર્માણ સંત હરનામદાસે કરાવ્યું હતું. મંદિર 8મા ગદ્દીનશીં બાબા બનખંડી મહારાજના મૃત્યું બાદ બનાવવામાં આવ્યું. કહેવામાં આવે છે કે મેનાક પરભાતને મંદિર માટે પસંદ કરવામાં આવ્યા હતા.
ગોરખનાથ મંદિર
પાકિસ્તાનના પેશાવરમાં બનેલ ગોરખપુર મંદિરને ભાગલા બાદથી બંધ કરી દેવામાં આવ્યું હતું. જોકે 2011 માં ફરીથી ખોલવામાં આવ્યું છે.
પંચમુખી હનુમાન
ભગવાન હનુમાનના દુર્લભ પંચમુખી અવતારનું મંદિર પણ પાકિસ્તાનમાં છે. લગભગ 1500 વર્ષ જૂનું આ મંદિર કરાંચીના શોલ્ઝર બજારમાં સ્થિત છે.
શ્રી વરૂણદેવ મંદિર
આ મંદિરને 1000 વર્ષ જૂનું કહેવામાં આવી રહ્યું છે. ભારત-પાકિસ્તાનના ભાગલા વખતે શ્રી વરણદેવ મંદિરને ભૂમાફિયાઓએ પોતાના કબજામાં લીધું હતું. 2007 માં તેને ફરીથી તૈયાર કરવાની વાત કહેવામાં આવી.
કટાસરાજનું શિવ મંદિર
કટાસરાજનું શિવ મંદિર પણ પ્રાચીન મંદિર છે. જે પંજાબ પ્રાંતના જિલ્લા ચકવાલથી લગભગ 30 કિલોમીટર દૂર કટાસરાજ નામના એક ગામમાં સ્થિત છે.
મરી ઇંડસ મંદિર
પાકિસ્તાનના પંજાબમાં મરી નામક સ્થાન પર હાજર આ મંદિર 5મી સદીમાં બનાવવામાં આવ્યું હતું. તેનો ઉલ્લેખ ચીની યાત્રી હ્યેનસાંગે પણ પોતાના પુસ્તકમાં કર્યો છે.
માતા હિંગળાજનું શક્તિપીઠ
પાકિસ્તાનના કરાંચીમાં સ્થિત બાડીકલામાં માતા હિંગળાજનું પ્રાચીન મંદિર આવેલું છે. સુરમ્યા પહાડની તળેટીમાં સ્થિત આ મંદિર પાકિસ્તાનમાં હિંદુઓ માટે કોઇ તીર્થસ્થળથી કમ નથી.
ગૌરી મંદિર
સિંધ પ્રાંતના થારપારકર જિલ્લામાં બનેલું ગૌરી મંદિર ખૂબ જ લોકપ્રિય છે. મંદિરમાં હિંદુ અને જૈન ધર્મના ઘણા દેવી દેવતાઓની મૂર્તિ સ્થાપિત છે.
નરસિંહ મંદિર
ભક્ત પ્રહ્લાદે ભગવાન નરસિંહ મંદિરની પૂજા અર્ચના માટે આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. આ પાકિસ્તાનના મુલ્તાન શહેરમાં આવેલું છે.
રામ મંદિર
પાકિસ્તાનના સૈયદપુર ગામમાં આવેલા રામ મંદિર વિશે કહેવામાં આવે છે કે તેને રાજા માનસિંહના સમયમાં 1580 માં બનાવવામાં આવ્યું હતું.
Trending Photos