દેશની 10 સૌથી બકવાસ ફિલ્મો, જોયા પછી મગજ ચકરાવે ચડી જશે, મન થશે કે ટીવી ફોડી નાખું

કેટલીક ફિલ્મો એવી છે જે દિલ અને દિમાગનું દહીં કરી નાખે છે. તેને જોયા પછી પોતાનું જ માથું ફાડી નાંખવાનું મન થાય છે. તો આ ફિલ્મો જોવાની ભૂલ ક્યારેય ન કરો. એટલા માટે અમે એવી ફિલ્મો લાવ્યા છીએ જેને દેશની સૌથી નોનસેન્સ ફિલ્મોનું બિરુદ આપવામાં આવે છે. IMDbની યાદીમાં તેને સુપર ફ્લોપનો દરજ્જો મળ્યો છે. ચાલો જણાવીએ.

ભૂલમાં પણ આ 10 ફિલ્મો ન જોવી

1/11
image

ઓટીટીના જમાનામાં આપણે ઘણી એવી વસ્તુ જોઈ લઈએ જેને જોયા બાદ અફસોસ થાય છે. મગજનું દહી થઈ જાય છે અને મન કરે છે કે ટીવી ફોડી દઈએ. અમે તમને બોલીવુડની ટોપ-10 બકવાસ ફિલ્મ વિશે જણાવી રહ્યાં છીએ, જેને ભૂલમાં પણ જોવાનો પ્રયાસ ન કરતા.

1. દેશ દ્રોહી

2/11
image

કમાલ આર ખાનની આ ફિલ્મને લિસ્ટમાં નંબર 1 પર રાખવામાં આવી છે. આઈએમડીબીના લિસ્ટમાં તેને 1.2 રેટિંગ મળ્યું છે. ફિલ્મને જગદીશ એ શર્માએ ડાયરેક્ટ કરી હતી, જે વર્ષ 2008માં રિલીઝ થઈ હતી.

 

2. હિમ્મતવાલા

3/11
image

આમ તો તમે અજય દેવગનની દ્રશ્યમ અને ગોલમાલ જેવી ફિલ્મો જોઈ હશે અને તેના મોટા ફેન હશો. પરંતુ ભૂલમાં પણ આ ફિલ્મ ન જોતા. કારણ કે IMDb એ તેને 1.7 રેટિંગની સાથે બીજી સૌથી બકવાસ ફિલ્મનો દરજ્જો આપ્યો છે.

3. હમશક્લ

4/11
image

સાજિદ ખાનના કરિયરની સૌથી મહાફ્લોપ ફિલ્મ માનવામાં આવે છે. તેમાં રામ કપૂર, સેફ અલી ખાન અને રિતેશ દેશમુખ હતા. આ એક કોમેડી ફિલ્મ હતી, જે વર્ષ 2014માં રિલીઝ થઈ હતી. જેને IMDb પર 1.7 રેટિંગ મળ્યું હતું.

4. જાની દુશ્મન: એક અનોખી કહાની

5/11
image

વર્ષ 2002માં આવેલી ફિલ્મને IMDb પર 2.7 રેટિંગ મળ્યું હતું. આ ફિલ્મ રાજકુમાર કોહલીએ બનાવી હતી, જેમાં સની દેઓલ, અરમાન કોહલી અને મનીષા કોઇરાલા હતા.

5. કર્ઝ

6/11
image

હિમેશ રેશમિયા સતીશ કૌશિક દ્વારા નિર્દેશિત કર્ઝમાં હતો. IMDbએ આ ફિલ્મને 2.3નું રેટિંગ આપ્યું છે. આ ફિલ્મ વર્ષ 2008માં આવી હતી. તે બોક્સ ઓફિસ પર પણ મહા ફ્લોપ રહી હતી.

 

6. તીસ માર ખાન

7/11
image

વર્ષ 2010માં રિલીઝ થયેલી ફિલ્મ 2 કલાક 15 મિનિટની હતી. તેને 15 મિનિટ સહન કરવી પણ મોટી વાત હશે. IMDb એ તેને 2.7 રેટિંગ આપ્યું હતું. ફિલ્મને ફરાહ ખાને ડાયરેક્ટ કરી હતી. તેમાં અક્ષય કુમાર, કેટરીના કેફ અને અક્ષય ખન્ના હતા.

7. જોયઃ ધ રિયલ સ્ટોરી

8/11
image

પ્રશાંત ચઢ્ઢા દ્વારા નિર્દેશિત જોય નામની આ ફિલ્મ વર્ષ 2007માં રિલીઝ થઈ હતી જેમાં હંસિકા મોટવાણી, હિમેશ રેશમિયા અને મલ્લિકા શેરાવત મુખ્ય ભૂમિકામાં હતા. IMDb એ તેને 2.4 રેટિંગ આપ્યું છે.

8. આગ

9/11
image

રામ ગોપાલ વર્મા દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ સુપરસ્ટાર્સથી ભરેલી હતી. જેમાં અમિતાભ બચ્ચન, મોહનલાલ અને અજય દેવગન લીડ રોલમાં હતા. તેને IMDb પર 1.4 રેટિંગ મળ્યું છે.

9. રાસકલ્સ

10/11
image

 

વર્ષ 2011માં આવેલી અજય દેવગન, સંજય દત્ત અને કંગના રનૌતની ફિલ્મ હતી, જેને ડેવિડ ધવને બનાવી હતી. ફિલ્મને  IMDb 3.0 રેટિંગ આપ્યું હતું.

10. ટ્યુબલાઇટ

11/11
image

3.9 રેટિંગની સાથે સલમાન ખાનની ફિલ્મ ટ્યુબલાઇટ પણ આ લિસ્ટમાં છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર પણ સુપર ફ્લોપ સાબિત થઈ હતી, જેને કબીર ખાને ડાયરેક્ટ કરી હતી.