Hill Station: 'રાજા હિન્દુસ્તાની' ફિલ્મનું શુટિંગ આ હિલ સ્ટેશન પર થયું હતું, તસવીરો જોઈને મોઢામાંથી નીકળી જશે 'જકાસ'

આ હિલ સ્ટેશન એટલું બધુ સુંદર અને અદભૂત છે કે ત્યાં જઈને તમે તમારા બધા જ ટેન્શન ભૂલી જાઓ. જો તમને ફરવાનો શોખ હોય અને હજુ સુધી આ હિલ સ્ટેશન ન જોયું હોય તો ખાસ જોજો. 

1/6
image

તમે આમીર ખાન અને કરિશ્મા કપૂરની રાજા હિન્દુસ્તાની ફિલ્મ તો જરૂર જોઈ હશે. તેમાં તમને અનેક રમણીય અને મનને ટાઢક આપે તેવા કુદરતી દ્રશ્યો પણ જોયા હશે. તો તમને જણાવી દઈએ કે રાજા હિન્દુસ્તાની ફિલ્મના અમુક દ્રશ્યોનું શુટિંગ એક સીક્રેટ જેવા હિલ સ્ટેશન પર ફિલ્માવવામાં આવેલા છે. આ હિલ સ્ટેશન એટલું બધુ સુંદર અને અદભૂત છે કે ત્યાં જઈને તમે તમારા બધા જ ટેન્શન ભૂલી જાઓ. જો તમને ફરવાનો શોખ હોય અને હજુ સુધી આ હિલ સ્ટેશન ન જોયું હોય તો ખાસ જોજો.

2/6
image

ઉત્તરાખંડમાં આમ તો ઘણા બધા હિલ સ્ટેશન છે પરંતુ આ જે હિલ સ્ટેશન છે તે સીક્રેટ જેવું છે. એટલે કે બહું જ છૂપું રૂસ્તમ હિલ સ્ટેશન છે. આ હિલ સ્ટેશન પોતાની સુંદરતા માટે મશહૂર છે. અમે જેની વાત કરી રહ્યા છે તેનું નામ છે રાનીખેત. નજીક રહેતા લોકો તો રાનીખેત આવતા રહે છે પરંતુ દૂરના લોકોને તો મનાલી, સિમલા, નૈનીતાલ જેવા હિલ સ્ટેશનો જ દેખાતા હોય છે. પરંતુ આ હિલ સ્ટેશનની મુલાકાત ચોક્કસ લેવા જેવી છે. રાનીખેતમાં ફિલ્મોનું શુટિંગ થતું રહે છે. વર્ષો પહેલા આવેલી સુપરહીટ ફિલ્મ રાજા હિન્દુસ્તાનીના કેટલાક દ્રશ્યોનું પણ આ હિલ સ્ટેશન પર શુટિંગ થયેલું છે.

શું છે ફેમસ

3/6
image

કુદરતી સૌંદર્યથી ભરપૂર આ હિલ સ્ટેશનમાં પર્યટકો માટે ઘણું બધુ છે. અનેક પ્રકારના બગીચા, મંદિરો અને મ્યૂઝિયમની સાથે રાનીખેત જોવા માટે ઉત્તમ આકર્ષણ છે. તેના લોકપ્રિય આકર્ષણોમાં 400 વર્ષ જૂનો ઝૂલો અને કાળીમાતાનું મંદિર પણ છે. 

એડવેન્ચર એક્ટિવિટી

4/6
image

રાનીખેત અનેક પ્રકારની એડવેન્ચર એક્ટિવિટીથી  ભરપૂર છે. અહીં આશિયાના પાર્કમાં ફરીને તમારું મન  ખુશ થઈ જશે. અહીં ગોલ્ફ કોર્સ પણ છે જે એશિયાનું સૌથી ઊંચુ ગોલ્ફકોર્સ છે. જે રાનીખેતના મુખ્ય આકર્ષણોમાં આવે છે. 

ગોલ્ફ કોર્સમાં શુટિંગ

5/6
image

રાનીખેત ગોલ્ફ કોર્સ 9 હોલનું કોર્સ છે. ગોલ્ફ કોર્સ કુમાઉ હિમાલયમાં ઊંચાઈ પર આવેલું છે. અહીંથી ખુબસુરત લીલા ઘાસના મેદાનો દેખાય છે. અહીં અનેક  ફિલ્મોનું શુટિંગ થયેલું છે. જેમાં આમિર ખાન અને કરિશ્મા કપૂરની ફિલ્મ રાજા હિન્દુસ્તાની પણ આવે છે. 

કેવી રીતે જઈ શકાય

6/6
image

નવી દિલ્હીથી રાનીખેત જવા માટે સૌથી સારો રસ્તો રામપુર સુધી ટ્રેન છે. ત્યારબાદ રાનીખેત સુધી ટેક્સી છે. જેમાં 6 કલાક જેવું થાય છે. નવી દિલ્હીથી રાનીખેત જવા માટે બીજો રસ્તો રાનીખેત સુધી ટેક્સી છે અને તેમાં 8 કલાક અને 15 મિનિટ જેવું થાય છે.