IPL માં સૌથી વધુ પૈસા રળતા ટોપ-5 ક્રિકેટર્સ, જાણો કોની કેટલી છે કમાણી

નવી દિલ્હી: IPL ને ઈન્ડિયન પૈસા લીગ પણ કહે છે. કારણ કે આ મેગા ટી20 લીગમાં રમતા ખેલાડીઓ કરોડપતિથી જરાય કમ નથી હોતા. આવો જાણીએ એવા 5 ખેલાડીઓ વિશે જેમને આ ટુર્નામેન્ટમાં સૌથી વધુ સેલરી મળે છે. અહીં વર્ષ 2008થી લઈને 2021 સુધી તેમની કમાણી ઉપર પણ નજર ફેરવીશું. (Source:WION)  

વિરાટ કોહલી - 17 કરોડ રૂપિયા

1/5
image

RCB ના કેપ્ટન વિરાટ કોહલીની કરન્ટ સેલરી આઈપીએલ ખેલાડીઓમાં સૌથી વધુ છે. તેને  હાલ ₹170,000,000 મળે છે. તેણે 2008થી લઈને અત્યાર સુધીમાં  ₹1,466,000,000 ની કમાણી કરી છે. (ફોટો-BCCI/IPL)

એમએસ ધોની- 15 કરોડ રૂપિયા

2/5
image

ચેન્નાઈ સુપરકિંગ્સ(Chennai Super Kings) ના કેપ્ટન એમએસ ધોનીની હાલની સેલેરી ₹150,000,000 છે. માહીએ વર્ષ 2008થી લઈને 2021 સુધીમાં ₹1,528,400,000 ની કમાણી કરી છે. (ફોટો-BCCI/IPL)

રોહિત શર્મા- 15 કરોડ રૂપિયા

3/5
image

મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians)ના કેપ્ટન રોહિત શર્મા  (Rohit Sharma) ની હાલની સેલરી ₹150,000,000 છે. તેણે 2008થી લઈને અત્યાર સુધીમાં ₹1,432,000,000 ની કમાણી કરી છે. (ફોટો-BCCI/IPL)

સુરેશ રૈના- 11 કરોડ રૂપિયા

4/5
image

ચેન્નાઈ સુપરકિંગ્સ(Chennai Super Kings) નો સ્ટાર ક્રિકેટર સુરેશ રૈના (Suresh Raina) લિસ્ટમાં ચોથા નંબરે છે. તેની હાલની સેલરી ₹110,000,000 છે. તેણે 2008થી લઈને અત્યાર સુધીમાં ₹1,107,400,000 ની કમાણી કરી છે. (ફોટો-BCCI/IPL)

એબી ડિવિલિયર્સ- 11 કરોડ રૂપિયા

5/5
image

આરસીબી (RCB) ના દિગ્ગજ વિકેટકિપર-બેટ્સમેન એબી ડિવિલિયર્સ (AB de Villiers)ની હાલની સેલરી ₹1,025,165,000 છે. જ્યારે મિસ્ટર '360 ડિગ્રી' એ અત્યાર સુધીમાં ₹110,000,000 કમાણી કરી છે.