Rajkot: આ 5 સ્થળોની મુલાકાત લીધા વિના અધુરી છે તમારી રાજકોટની ટૂર, એકવાર જરૂર આંટો મારજો

Places To Visit In Rajkot: ગુજરાતના સૌરાષ્ટ્ર રીઝનમાં એક મહત્વપૂર્ણ શહેર છે રાજકોટ, આ ફરવાના શોખીનો માટે એક ખૂબ મહત્વપૂર્ણ ડેસ્ટિનેશન છે. તમે અહીં રજાઓ માણવા આવી શકો છો. આ શહેરની રેલવે, રોડ અને એર કનેક્ટિવિટી ખૂબ ઉમદા છે. આવો જાણીએ રાજકોટમાં ફરવા માટે સૌથી બેસ્ટ 5 જગ્યાઓ કઇ છે. 

વોટસન મ્યૂઝિયમ

1/5
image

રાજકોટના જૂબલી ગાર્ડન વિસ્તારમાં જાણિતું વોટસન મ્યૂઝિમ (Watson Museum) છે જે ક્વિન વિકટોરિયા મેમોરિયલ ઇંસ્ટીટ્યૂટની બિલ્ડીંગનો ભાગ છે, તેમાં ઘણી ઐતિહાસિક અને કિંમતી વસ્તુઓ સમાન્ય જનતાને જોવા માટે રાખવામાં આવી છે. 

નિરંજન શાહ સ્ટેડિયમ

2/5
image

નિરંજન શાહ સ્ટેડિયમનું જૂનું નામ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ છે જેને ખાંધેરી ક્રિકેટ સ્ટેડિયમ પણ કહેવામાં આવે છે. તેનું નિર્માણ વર્ષ 2008 માં કરવામાં આવ્યું હતું, પરંતુ પહેલી ઇન્ટરનેશનલ મેચ 2013 માં રમાઇ હતી. ક્રિકેટ લવર્સ માટે અહીં આવ્યા વિના રાજકોટની ટૂર અધૂરી છે. 

પ્રદ્યુમન પાર્ક

3/5
image

રાજકોટના આઉટસ્કર્ટમાં પ્રદ્યુમન પાર્ક (Pradyuman Park) નામનું પક્ષીઘર આવેલું છે. જ્યાં તમે મિત્રો અને સંબંધીઓ સાથે શાંતિની પળો વિતાવી શકો છો, અહીં તમે ટાઇગર, લાયન અને સાપ જેવા જીવ જોઇ શકો છો. 

કાબા ગાંધીનો ડેલો

4/5
image

આ બિલ્ડીંગમાં મહાત્મા ગાંધીના પિતા કરમચંદ ગાંધી રહેતા હતા જેમને એક જમાનામાં રાજકોટના દીવાન બનાવવામાં આવ્યા હતા. આ મકાન રાજકોટના ધમેન્દ્ર રોડ પર સ્થિત છે. જેમાં ગાંધીજીની જિંદગી સાથે જોડાયેલી કેટલીક વસ્તુઓ છે. 

ઘેલા સોમનાથ મંદિર

5/5
image

જો તમે ધાર્મિક છો જે રાજકોટના જસદણ વિસ્તારમાં ઘેલા સોમનાથ મંદિર (Ghela Somnath Temple) ના દર્શન કરવા જઇ શકે છે, આ મંદિર મહાદેવ અને શાંતિ ઇચ્છતા લોકો માટે સારી જગ્યા છે.