આખા અમદાવાદમાં અંધકારભર્યું વાતાવરણ, વરસાદનું જોર વધતા રોડ ધોવાયા

ભારે વરસાદની આગાહી વચ્ચે અમદાવાદ શહેરમા ગત મોડી રાતથી સતત મધ્યમ ગતિએ વરસાદ (heavy rain) વરસી રહ્યો છે. સવારે 6 વાગ્યા સુધીના પાછલા 24 કલાકમાં શહેરમાં સરેરાશ 26.34 મિમી વરસાદ વરસ્યો 

આશ્કા જાની/અર્પણ કાયદાવાલા/અમદાવાદ :ભારે વરસાદની આગાહી વચ્ચે અમદાવાદ શહેરમા ગત મોડી રાતથી સતત મધ્યમ ગતિએ વરસાદ (heavy rain) વરસી રહ્યો છે. સવારે 6 વાગ્યા સુધીના પાછલા 24 કલાકમાં શહેરમાં સરેરાશ 26.34 મિમી વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ ચકુડિયામાં 44 મિમી વરસાદ પડ્યો છે. તો ઓઢવ વિસ્તારમાં 34 મિમી, વિરાટનગર વિસ્તારમાં 33.50 મિમી, સરખેજમાં 33.50 મિમી વરસાદ નોંધાયો છે. અમદાવાદના અન્ય તમામ વિસ્તારો પણ 1 ઇંચ વરસાદ નોંધાયો છે. હાલ પણ શહેરમાં અવિરત મધ્યમ ગતિએ વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદ (ahmedabad rains) માં પણ હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી છે. 
 

અંધકારભર્યું બન્યું અમદાવાદ

1/3
image

વરસાદને પગલે સમગ્ર અમદાવાદ શહેરમાં હાલ અંધકારભર્યું વાતાવરણ સર્જાયું છે. વરસાદની તીવ્રતા પણ કેટલાક વિસ્તારોમાં વધી ગયેલી જોવા મળી છે. અમદાવાદના એસજી હાઇવે ઉપર પર ઠેર ઠેર પાણી ભરાયાની સમસ્યા થઈ છે. કારગિલ ચાર રસ્તા ખાતે સર્વિસ રોડ પાણીમા ભરાયા છે. તો વેજલપુર વિસ્તારમાં આવેલ બળિયા દેવ મંદિર નજીક વરસાદના કારણે રસ્તા ધોવાઈ ગયા હતા અને જાહેર રસ્તા પર આવે ગટરના ઢાંકણા ખુલ્લા રાખવામાં આવ્યા હતા. જેના કારણે અકસ્માત સર્જાવાનો ભય રહી શકે છે. વેજલપુર વિસ્તારમા આવેલ શ્રીનંદ નગર વિભાગ એક સોસાયટીના પરિસરમા પાણી ભરાયા હતા, ત્યારે પરિસરમાંથી પાણી બહાર કાઢવા પંપની મદદ લેવામાં આવી રહી છે. બળિયા દેવ મંદિર નજીક વરસાદના કારણે રસ્તા ધોવાઈ ગયા હતા અને જાહેર રસ્તા પર આવે ગટરના ઢાંકણા ખુલ્લા રાખવામાં આવ્યા છે, જેના કારણે અકસ્માત સર્જાવાનો ભય રહી શકે છે.

ધીરે ધીરે વરસાદનું જોર વધ્યું

2/3
image

આવામાં અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદનું જોર વધ્યું છે. ગાંધીનગર જિલ્લાના માણસામાં સવારે બે કલાકમાં જ 2 ઇંચ જેટલો વરસાદ પડતા રસ્તા ઉપર પાણી ભરાયા છે.

 હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી ત્રણ કલાકમાં ગાંધીનગરમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. તો બીજી તરફ, અમદાવાદ શહેરના પશ્ચિમ તરફના ગોતા, એસજી હાઇવે, ચાંદખેડા, રાણીપ, ચાંદલોડિયા, આરટીઓ, સાબરમતી, ઘાટલોડિયા, ઉસમાનપુરા, થલતેજ સહિતના વિસ્તારોમાં વરસાદની તીવ્રતા સામાન્ય કરતા વધુ છે.   

આખી રાત અમદાવાદમાં પડ્યો વરસાદ

3/3
image

અમદાવાદમાં આખી રાત પડેલા વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. હેલ્મેટ ચાર રસ્તા પર BRTS રૂટમાં પાણી ભરાઈ ગયા છે. સામાન્ય વરસાદમાં પણ રોડ ધોવાઈ ગયા છે, ત્યારે વાહનચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ઠેર ઠેર પડેલા ખાડાને પગલે અકસ્માતનો ભય રહે છે. બાપુનગર નૂતનમિલ રોડ પર વરસાદી પાણી ભરાઈ ગયા છે. પાણી ભરાઈ જવાના કારણે રાહદારી અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરમાં પડી રહેલા વરસાદથી જનજીવન ખોરવાઈ ગયું છે. જોકે, રવિવાર હોવાથી થોડી રાહત છે. લોકોને ઓફિસ જવાનું નથી, એટલે રાહત છે.