Afghanistan: કાબુલ એરપોર્ટના અત્યંત હ્રદયસ્પર્શી Photos, જોઈને દુનિયા ચોધાર આંસુએ રડી પડી

તાલિબાનના કબજા બાદ અફઘાનિસ્તાનમાંથી બહાર નીકળવાની રાહ જોઈ રહેલા અફઘાનીઓ અને અમેરિકી નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવા માટે અમેરિકા ખુબ દબાણ સર્જી રહ્યું છે. એરપોર્ટ પર અમેરિકી સૈનિકો આ કામમાં લાગેલા છે. આ દરમિયાન કેટલીક માતાઓ દ્વારા પોાતના બાળકોને આ સૈનિકોને હવાલે કરવાના વીડિયો અને ફોટા વાયરલ થયા છે. આ બધા વચ્ચે એક હ્રદયસ્પર્શી તસવીર પણ સામે આવી છે જેમાં અમેરિકી સેનાના સૈનિક નાના બાળકોને ગોદમાં લઈને સાચવી રહ્યા છે. 

અમેરિકી રક્ષા વિભાગે શેર કર્યો ફોટો

1/5
image

અફઘાનિસ્તાનમાં હામિદ કરઝઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર નાના બાળકોને ગોદમાં લઈને, શાંત કરાવતા સૈનિકોના ફોટા અમેરિકી રક્ષા વિભાગે પોતાના અધિકૃત ટ્વિટર હેન્ડલથી શેર કર્યા છે. 

હ્રદયસ્પર્શી તસવીરો

2/5
image

અફઘાનિસ્તાનમાં લોકોને તાલિબાનના કહેરથી બચાવીને ત્યાંથી બહાર કાઢવાની કોશિશમાં લાગેલા સૈનિકોની આ તસવીરો હ્રદયસ્પર્શી છે. એક બાજુ જ્યાં દેશ તાલિબાનના ક્રુર અત્યાચારો ઝેલી રહ્યો છે, ચારેબાજુ ખૂના મરકી છે ત્યાં આવા સમયે સૈનિકોના ચહેરા પર મમતાના આ ભાવ ખુબ જ શાંતિ આપનારા છે. 

હામિદ કરઝઈ ઈન્ટરનેશનલ એરપોર્ટની તસવીરો

3/5
image

ટ્વીટમાં રક્ષા વિભાગે તસવીરો શેર કરતા લખ્યું કે 'અમેરિકી સેન્ય સેવાના સભ્યો અફઘાનિસ્તાનના કાબુલમાં હામિદ કરઝઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર બાળકોને સહજ કરતા...'.

વાડને પાર કરી બાળકને મોકલવાની તસવીર થઈ વાયરલ

4/5
image

અફઘાનિસ્તાનથી અત્યાર સુધીમાં નીકળવામાં નિષ્ફળ રહેલા અને ખાસ કરીને માતાઓ પોતાના બાળકોની સુરક્ષા માટે તેમને અમેરિકી સૈનિકોના હાથમાં સોંપી રહી છે. એરપોર્ટ પર  લાગેલી કાંટાળા તારની વાડને પાર પોતાના બાળકને પકડાવવાની એક પરિવારની તસવીર ખુબ  વાયરલ થઈ રહી છે. 

બીમાર હતું બાળક

5/5
image

આ બાળકને લઈને પેન્ટાગનના પ્રવક્તા જ્હોન કિર્બીએ કહ્યું કે સૈનિકોને આ અજાણ્યા બાળકને મદદ કરવાનું કહેવાયું હતું. જે કથિત રીતે બીમાર હતું. બાળકની સારવાર કર્યા બાદ હવે તેને તેના પિતાને સોંપી દેવાયું છે. (તસવીર- ટ્વિટર)