ગુજરાતનો આ દરિયા કિનારો છે ખુબ જ પ્રખ્યાત, પરંતુ ગણાય છે 'ભૂતિયો બીચ'

ગુજરાત રાજ્યને 1600 કિમી લાંબો દરિયા કિનારો છે. ગુજરાતના અનેક બીચ ખુબ સુંદર અને મજાના છે. જેમાં કચ્છનો પિંગલેશ્વર, માંડવી, દીવ, મિયાની, ઉભરાટ, માધવપુર, ગોપનાથ, ભવાની, સર્કેશ્વર, અહેમદપુર માંડવી વગેરે સામેલ છે.

એક બીચ હજુ પણ પ્રખ્યાત  છે અને તે છે સુરત પાસેનો ડુમ્મસ બીચ. આ બીચ આમ તો સુરતની નજીક આવેલો હોવાથી સ્થાનિકોમાં ખુબ પ્રખ્યાત છે પણ ડુમ્મસ બીચને ઈન્ટરનેટ પર એક અલગ જ ઓળખ મળી છે. આ બીચને સુંદર હોવાની સાથે સાથે લોકો હોન્ટેડ એટલે કે ભૂતિયો પણ માને છે. આથી નામ પડતા જ ફફડવા લાગે છે. જે લોકો સુરતમાં નથી રહેતા તેઓ તો ડુમ્મસનું નામ પડતા જ ત્યાં જવાની હિંમત પણ કરી શકતા નથી. કારણ કે  ઈન્ટરનેટ પર તેની ઓળખ એક ભૂતિયા બીચ તરીકે થઈ રહી છે. 

રેતી સફેદ નહીં પરંતુ કાળી

1/4
image

અરબી સમુદ્રથી જોડાયેલો આ બીચ સુરત શહેરથી 21 કિમીના અંતરે છે. અહીંની રેતી સફેદ નથી પરંતુ કાળી છે. આ બીચના ઈતિહાસ સાથે કોઈ રાજા કે રાણીની પ્રેમકથા જોડાયેલી નથી. બીચ પાસે ગણેશજીનું મંદિર છે. દરિયા કિનારે ખાણીપીણીની દુકાનો પણ છે. વેકેશન માટે આમ તો પોપ્યુલર પ્લેસ છે. અહીં આવનાર પ્રવાસીઓ માટે આ એક હોલીડે પોઈન્ટ છે. (તસવીર સાભાર-ગુજરાત ટુરિઝમ)

દિવસ જેટલો સુંદર રાત એટલી જ ભયાનક

2/4
image

દિવસે સ્વર્ગનો આભાસ કરાવે એવો આ બીચ રાત પડે ત્યારે ભેંકાર બની જાય છે. આ બીચ ભારતના મોસ્ટ હોન્ટેડ પ્લેસની યાદીમાં આવે છે. એવું પણ કહેવાય છે કે જેમણે આ બીચ પર રાત રોકાઈને એક અનુભવ કરવાનો પ્રયત્ન કર્યો તેમની સાથે કઈંક અજુગતું બનેલું છે. 

ડુમસ બીચ વિશે માન્યતા

3/4
image

આ બીચ બે વસ્તુ માટે પ્રખ્યાત છે. એક તો તેની કાળી રેતી, બીજુ ભૂતિયા બીચ તરીકેની તેની ઓળખ. એવું કહેવાય છે કે ડુમ્મસ બીચ એક સમયે સ્મશાન તરીકે ઉપયોગમાં લેવાતો હતો. જેના કારણે અનેક પ્રેતાત્માઓ ત્યાં ભટકે છે. કેટલાકનું એવું પણ  કહેવું છે કે ત્યાં મૃતદેહોને બાળવાના કારણે જે રાખ રહી ગઈ તેના કારણે બીચની રેતી કાળી છે. જે ત્યાંની સફેદ રેતી સાથે ભળી અને પછી ડાર્ક શેડની રેતી બની ગઈ. 

સાચુ છે કે ખોટું?

4/4
image

બીચની આજુબાજુનો વિસ્તાર ખુબ સુંદર છે. પરંતુ ક્યાંક તો તમને તે હોન્ટિંગ ફિલ કરાવે છે. એવું કહેવાય છે કે અનેક લોકોએ અહીં અસાધારણ ગતિવિધિઓનો અનુભવ કર્યો છે. એકલા ફરવાની અહીં મનાઈ છે. ડુમ્મસ બીચને બળતો દરિયો પણ કહેવાતો કારણ કે ત્યાં સ્મશાન હોવાથી મૃત શરીરને બાળવામાં આવતા હતાં. એવું પણ કહેવાય છે કે દરિયા કાંઠેથી ભયાનક ચીસો, કોઈના રડતા હોવાનો અવાજ પણ સંભળાયો છે. લોકોને પોતાની આસપાસ કોઈ હોવાનો આભાસ થયો છે. જો રિપોર્ટ્સનું માનીએ તો અનેક પ્રવાસીઓ અને સ્થાનિકો ત્યાંથી ગુમ થયેલા છે.