જુઓ, IPLમાં કુલ 17 હેટ્રિક, અમિત મિશ્રા-યુવરાજ સિંહ છે કિંગ

ઈન્ડિયન પ્રીમિયર લીગની 11 સિઝનમાં અત્યાર સુધી 17 હેટ્રિક નોંધાઈ છે. ભારતીય લેગ સ્પિનર અમિત મિશ્રાના નામે આ લીગમાં સૌથી વધુ ત્રણ વાર ત્રિપલ ઝડપવાનો રેકોર્ડ છે. તો યુવરાજ સિંહના નામે બે હેટ્રિક છે. આ સિવાય 12 અન્ય બોલર છે, જેણે એક-એક વખત હેટ્રિક ઝડપી છે. 
 

અમિત મિશ્રાની વાત કરીએ તો આ લેગ સ્પિનરે આઈપીએલમાં સતત સારૂ પ્રદર્શન કર્યું છે. તે આઈપીએલમાં સૌથી વધુ વિકેટ ઝડપનારા બોલરોની યાદીમાં લસિથ મલિંગા (154) બાદ બીજા સ્થાન પર છે. તેણે આ લીગમાં અત્યાર સુધી 146 વિકેટ ઝડપી છે.
 

પ્રથમ હેટ્રિક- દિલ્હી વિરુદ્ધ ડેક્કન ચાર્જર્સ

1/5
image

15 મે 2008: દિલ્હીઃ અમિત મિશ્રાની પ્રથમ હેટ્રિક પહેલી સિઝનમાં બની ગઈ હતી. પ્રથમ બેટિંગ કરતા દિલ્હી ડેયરડેવિલ્સે ડેક્કન ચાર્જર્સની સામે 195 રનનો લક્ષ્ય રાખ્યો હતો. મિશ્રાને પોતાના સ્પેલની શરૂઆતમાં સફલતા મળી. તેણે શાહિદ અફરીદી (33) અને હર્ષલ ગિબ્સ (22)ની વચ્ચે અડધી સદીની ભાગીદારીને તોડી હતી. તેણે અફરીદીને સાતમી ઓવરમાં આઉટ કર્યો અને ત્યારબાદ ગિબ્સને આઠમી ઓવરમાં આઉટ કર્યો હતો. 

પરંતુ તેણે હેટ્રિક પોતાની અંતિમ ઓવરમાં લીધી. તેણે ઓવરના પ્રથમ ત્રણ બોલ પર રવિ તેજા, પ્રજ્ઞાન ઓઝા અને આરપી સિંહને આઉટ કર્યા હતા. તેની બોલિંગની મદદથી દિલ્હીએ આ મેચ 12 રનથી જીતી લીધી હતી. 

બીજી હેટ્રિક- કિંગ્સ XI પંજાબ વિરુદ્ધ

2/5
image

21 મે 2011: ધર્મશાળા ત્રણ વર્ષ બાદ મિશ્રા ડેક્કન ચાર્જર્સની ટીમમાં હતા. આ વખતે તેણે 9 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. આ લીગની બીજી હેટ્રિક હતી. પ્રથમ બેટિંગ કરતા ડેક્કને મેન ઓફ ધ મેચ શિખર ધવન (95*) રનની મદદથી પંજાબ સામે 199 રનનો લક્ષ્ય રાખ્યો હતો. 

મિશ્રાએ વચ્ચેની ઓવરોમાં પંજાબને ઝટકા આપ્યા હતા. 16મી ઓવરમાં મિશ્રાએ રયાન મૈકલેરેન, મનદીપ સિંહ અને રેયાન હેરિસની વિકેટ ઝડપી હતી. તેનાથી કિંગ્સનો સ્કોર 15.5 ઓવરમાં 102/8 થઈ ગયો હતો. તેની આગામી ઓવરમાં મિશ્રાએ પ્રવીણ કુમારને આઉટ કરીને પોતાનું બોલિંગ પ્રદર્શન 9/4 કરી લીધું હતું. ડેક્કને આ મેચ 82 રનથી જીતી હતી. 

ત્રીજી હેટ્રિક- પુણે વોરિયર્સ વિરુદ્ધ

3/5
image

17 એપ્રિલ 2013: પુણે વોરિયર્સ વિરુદ્ધ ઝડપેલી હેટ્રિકને તમે મિશ્રાની બેસ્ટ ત્રિપલ કહી શકો છો. અહીં તેણે એક ઓવરમાં 4 વિકેટ લીધી હતી. તેની બોલિંગની મદદથી હૈદરાબાદે 120 રનનો લક્ષ્ય પણ ડીફેન્ડ કરી લીધો હતો. મિશ્રાએ બેટથી પણ સારૂ પ્રદર્શન કર્યું અને 24 બોલમાં 30 રન બનાવ્યા હતા. તેની ટીમે 119/8 રનનો સ્કોર કર્યો હતો. 

પુણે વોરિયર્સને અંતિમ 12 બોલ પર 14 રનની જરૂર હતી અને તેના હાથમાં 4 વિકેટ હતી. ત્યારે મિશ્રા પોતાની અંતિમ ઓવર ફેંકવા આવ્યો. તેણે કુલ 19 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. તેણે પહેલા પુણે વોરિયર્સના કેપ્ટન એન્જેલો મેથ્યુસ (20)ને ઓવરના બીજા બોલ પર આઉટ કર્યો. બે બોલ બાદ તેણે ભુવનેશ્વર કુમારને LBW કર્યો. પછી રાહુલ શર્મા અને અશોક ડિંડાને આઉટ કર્યો હતો. પુણેની ટીમ 108 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. 

યુવરાજ સિંહ-બે હેટ્રિક

4/5
image

પ્રથમ હેટ્રિકઃ 1 મે 2009 કિંગ્સ ઇલેવન પંજાબ વિરુદ્ધ રોયલ ચેલેન્જર બેંગલુરૂ, ડરબન, યુવીની બે હેટ્રિકમાંથી પ્રથમ હેટ્રિક ડરબનમાં બની. અહીં તેણે કિંગ્સ ઇલેવન પંજાબ તરફથી રમતા રોયલ ચેલેન્જર બેંદલુરૂ વિરુદ્ધ હેટ્રિક ઝડપી હતી. કિંગ્સ ઇલેવને બેંગલોર સામે 145/9નો સ્કોર બનાવ્યો હતો. આરસીબીની ટીમ 11.4 ઓવરમાં 80/3નો સ્કોર બનાવીને મજબૂત જણાતી હતી. કાલિસ અને ઉથપ્પા ક્રીઝ પર હતા. યુવરાજ (22/3)એ ઉથપ્પા અને કાલિસને સતત બે બોલ પર આઉટ કરીને ભાગીદારી તોડી હતી. તેની આગામી ઓવરના પ્રથમ બોલ પર માર્ક બાઉચરને આઉટ કરીને પોતાની હેટ્રિક પૂરી કરી હતી. 

બીજી હેટ્રિકઃ કિંગ્સ ઇલેવન પંજાબ વિરુદ્ધ ડેક્કન ચાર્જર્સ, જોહનિસબર્ગ

5/5
image

યુવરાજ સિંહની ટીમ કિંગ્સ ઇલેવન પંજાબે આ મેચમાં 134/7 રન બનાવ્યા હતા. યુવીએ મેચમાં 20 રન ફટકાર્યા હતા. તેણે બોલિંગમાં શાનદાર પ્રદર્શન (3/13)ની મદદથી તેની ટીમનો એક રને વિજય થયો હતો. 

135 રનનો સ્કોર ડિફેન્ડ કરી રહેલા પંજાબની ટીમ માટે યુવરાજે ઈનિંગની 12મી ઓવરમાં છેલ્લા બોલ પર હર્ષલ ગિબ્સને આઉટ કર્યો હતો. ત્યારબાદ ઈનિંગની 14મી ઓવરના પ્રથમ બોલે તેણે એડ્રયૂ સાયમંન્ડ્સ અને ત્યાર પછીના બોલ પર વેણુગોપાલ રાવને આઉટ કરીને પોતાની હેટ્રિક પૂરી કરી હતી.