કોરોનાના દર્દીઓ માટે ખુબ જ ખતરનાક છે Happy Hypoxia, યુવાઓમાં મોતનું સૌથી મોટું કારણ

બીજી લહેર દરમિયાન આ હેપ્પી હાઈપોક્સિયાનો સૌથી વધુ ભોગ યુવાઓ બન્યા છે, આ વાતને લઈને ડોક્ટરો પણ ચિંતિત છે. 

નવી દિલ્હી: કોરોના વાયરસની બીજી લહેર દરમિયાન દર્દીઓમાં ઘાતક બીમારીના અનેક રહસ્યમય સ્વરૂપ સામે આવ્યા છે. જેમાંથી એક છે હેપ્પી હાઈપોક્સિયા (Happy Hypoxia). બીજી લહેર દરમિયાન આ હેપ્પી હાઈપોક્સિયાનો સૌથી વધુ ભોગ યુવાઓ બન્યા છે, આ વાતને લઈને ડોક્ટરો પણ ચિંતિત છે. 

'સાઈલેન્ટ કિલર છે હેપ્પી હાઈપોક્સિયા'

1/5
image

બીજી લહેર દરમિયાન હોસ્પિટલોમાં દાખલ થનારા મોટાભાગના યુવાઓ (Happy Hypoxia) થી પીડિત હોવાની સંખ્યા સતત વધી રહી છે. હેપ્પી હાઈપોક્સિયાને કોવિડ-19 માટે સાઈલેન્ટ કિલર પણ કહેવાઈ રહ્યું છે. બીજી લહેર દરમિયાન યુવાઓના સૌથી વધુ મોતનું કારણ પણ હેપ્પી હાઈપોક્સિયાને જ ગણવામાં આવ્યું છે. 

હેપ્પી હાઈપોક્સિયા શું છે?

2/5
image

હકીકતમાં હેપ્પી હાઈપોક્સિયા કોરોના દર્દીને અસલ સ્થિતિથી અજાણ રાખે છે. મેડિકલ એક્સપર્ટના જણાવ્યાં મુજબ હેપ્પી હાઈપોક્સિયાની સ્થિતિમાં લોહીમાં ઓક્સિજન લેવલ ખુબ જ ઓછું થઈ જાય છે પરંતુ આમ છતાં દર્દીને એ વાતનો અહેસાસ થતો નથી. દર્દીને લાગે છે કે બધુ સામાન્ય જ છે. આ સ્થિતિ જીવલેણ બની જાય છે. 

અંદર અંદર થતું રહે છે નુકસાન

3/5
image

ડોક્ટરોએ જાણ્યું કે હેપ્પી હાઈપોક્સિયાથી પીડિત દર્દીમાં ઓક્સિજન ઓછું થયા બાદ, શરીરના અનેક અંગ કામ કરવાનું બંધ કરવા લાગે છે. પરંતુ દર્દીને જોઈને એવું લાગશે કે તે એકદમ ઠીક છે. મોટાભાગના દર્દી સામાન્ય રીતે ઉઠી બેસી શકે છે. વાતચીત  કરતા રહે છે, ફોનનો ઉપયોગ પણ કરતા રહે છે. પરંતુ અંદરો અંદર મોટું નુકસાન થતું રહે છે. 

સૌથી વધુ યુવાઓને થઈ અસર

4/5
image

આ બીમારીની સૌથી વધુ અસર  કોવિડ-19 સંક્રમિત યુવાઓ પર થઈ. યુવાઓમાં સંક્રમણના ઘણા દિવસો બાદ પણ શ્વાસ ફૂલવા જેવા લક્ષણની ખબર પડતી નથી. જ્યારે હેપ્પી હાઈપોક્સિયાથી પીડિત કોવિડ-19થી સંક્રમિત દર્દીનું ઓક્સિજન લેવલ 40 ટકા સુધી પહોંચી જાય છે.   

હેપ્પી હાઈપોક્સિકિયાની ઓળખ કેવી રીતે થાય છે?

5/5
image

ડોક્ટરોના જણાવ્યાં મુજબ પલ્સ ઓક્સિમીટરની સાથે બ્લડ ઓક્સિજન લેવલની તપાસ કરો. ભલે કોઈ પણ કોરોના દર્દીને શ્વાસ લેવામાં કોઈ મુશ્કેલી ન પડતી હોય પરંતુ માત્ર તાવ, ગળામાં ખારાશ વગેરે હોય તો સાવધ થઈ જાઓ. તજજ્ઞોનું કહેવું છે કે નિયમિત રીતે કોવિડ-19ના લક્ષણો ઉપરાંત, હેપ્પી હાઈપોક્સિયાવાળા દર્દીઓની સ્કિનનો રંગ રીંગણી કે લાલ થઈ જશે. હોઠનો રંગ પીળો કે વાદળી થઈ જશે અને કોઈ પણ શારીરિક શ્રમ ન કરો તો પણ ખુબ પરસેવો વળશે.