Vakri Guru 2024: 12 વર્ષ પછી ગુરુ વૃષભ રાશિમાં વક્રી થશે, નવરાત્રીથી સાતમા આસમાને હશે 4 રાશિના લોકો, ધન-વૈભવમાં બેહિસાબ વધારો થશે
Vakri Guru 2024: દેવગુરુ બૃહસ્પતિ 12 વર્ષ પછી વૃષભ રાશિમાં ગોચર કરે છે. અને હવે ગુરુ આ રાશિમાં વક્રી થવા જઈ રહ્યા છે. ગુરુ વક્રી થઈને કેટલાક લોકોને બેશુમાર સંપત્તિ, સમૃદ્ધિ અને વૈભવ આપશે. તો સાથે જ કેટલીક રાશિના લોકોને નુકસાન પણ સહન કરવું પડશે.
4 ફેબ્રુઆરી 2025 સુધી ગુરુ વક્રી રહેશે
3 ઓક્ટોબર 2024 થી નવરાત્રી શરૂ થઈ રહી છે અને નવરાત્રી દરમિયાન મહત્વના ગ્રહ ગોચર થવાના છે. નવરાત્રિના પ્રથમ દિવસે શનિ નક્ષત્ર પરિવર્તન કરશે અને પછી 9 ઓક્ટોબરથી ગુરુ વક્રી થઈ જશે. 4 ફેબ્રુઆરી 2025 સુધી ગુરુ વક્રી અવસ્થામાં જ રહેશે. આ સમય દરમિયાન 4 રાશિના લોકોને બંપર લાભ થશે.
મેષ રાશિ
શનિની સ્થિતિ મેષ રાશિના લોકો માટે સારી નથી પરંતુ વક્રી ગુરુ મેષ રાશિના લોકોને સમસ્યાઓથી રાહત અપાવશે. આ રાશિના લોકો પોતાની વાણીના દમ પર પોતાના કામ બનાવશે. આર્થિક લાભ પણ થતા રહેશે.
વૃષભ રાશિ
ગુરુ વૃષભ રાશિમાં જ વક્રી થશે તેથી આ રાશિના લોકોને પણ લાભ થવાનો છે. આ સમય દરમિયાન આત્મવિશ્વાસ વચ્ચે અને કારકિર્દીમાં નામના થશે. સમાજમાં પ્રતિષ્ઠા વધશે. નોકરીમાં પ્રમોશન મળી શકે છે. વેપારીઓને ધનલાભ થશે. અવિવાહીતોને લગ્નનો પ્રસ્તાવ મળશે.
મિથુન રાશિ
મિથુન રાશિના લોકોને પણ વક્રી ગુરુ લાભ કરાવશે. આ સમય દરમિયાન મોટો ધન લાભ થઈ શકે છે અને બચત કરવામાં પણ સફળતા મળશે. નવી નોકરી મળી શકે છે અને વિદેશ યાત્રા પર જવાનું પણ થઈ શકે છે. અટકેલું કામ આ સમયમાં પૂરું થશે.
ધન રાશિ
ધન રાશિના લોકોને કોર્ટ-કચેરીની બાબતોમાં સફળતા મળશે. શત્રુ પરાસ્ત થશે. સંપત્તિ ખરીદવાના યોગ બનશે. નવું વાહન પણ લઈ શકાય છે. વિવાહના યોગ પણ સર્જાશે. બેંક બેલેન્સ વધશે.
Trending Photos