12 વર્ષ બાદ ગુરૂ બૃહસ્પતિ કરશે બુધની રાશિમાં પ્રવેશ, આ 3 જાતકોની ધન-સંપત્તિમાં થશે વધારો

Guru Gochar: વૈદિક જ્યોતિષ અનુસાર ગુરૂ ગ્રહ વર્ષ 2025માં મિથુન રાશિમાં ગોચર કરી રહ્યાં છે. જેનાથી કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે.
 

ગુરૂ ગોચર

1/5
image

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગુરૂ બૃહસ્પતિ આશરે 13 મહિના બાદ રાશિ પરિવર્તન કરે છે, તમને જણાવી દઈએ કે ગુરૂ અત્યારે વૃષભ રાશિમાં ભ્રમણ કરે છે અને તે મે 2025 સુધી આ રાશિમાં રહેશે. ત્યારબાદ તે મિથુન રાશિમાં ગોચર કરશે. જેના પર બુધનું આધિપત્ય છે. તેવામાં કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. ધન-સંપત્તિમાં વધારો થઈ શકે છે. આવો જાણીએ આ રાશિઓ કઈ છે. 

કન્યા રાશિ

2/5
image

તમારા લોકો માટે ગુરૂ ગ્રહનું ગોચર લાભદાયક સાબિત થઈ શકે છે. કારણ કે ગુરૂનું ગોચર તમારી રાશિથી કર્મ ભાવ પર થવા જઈ રહ્યું છે. તેથી આ દરમિયાન તમને કામ-કારોબારમાં ખાસ પ્રગતિ મળી શકે છે. સાથે કરિયરમાં નવી તક મળશે. આ દરમિયાન તમારા બેન્ક બેલેન્સમાં વધારો થશે. તમારા સહકર્મીઓ પાસેથી તમને સારા સમાચાર મળશે. ઓફિસમાં તમારા વ્યવહારને કારણે બધા લોકો તમારી મદદ કરશે. આ મહિને નવું ઘર કે વાહન ખરીદવાની તમારી ઈચ્છા પૂરી થશે. સાથે વેપારીઓને કારોબારમાં લાભ મળી શકે છે. આ સમયે બેરોજગાર લોકોને નવી નોકરી મળી શકે છે.  

તુલા રાશિ

3/5
image

ગુરૂ ગ્રહનું રાશિ પરિવર્તન તમારા લોકો માટે અનુકૂળ સાબિત થઈ શકે છે. કારણ કે ગુરૂ ગ્રહ તમારી રાશિથી ભાગ્ય સ્થાન પર ગોચર કરવા જઈ રહ્યાં છે. તેથી આ દરમિયાન તમને ભાગ્યનો સાથ મળી શકે છે. સાથે તમને થોડી મહેનતથી સફળતા મળશે. આ મહિને તમારી જે યોજનાઓ ચાલી રહી હોય તે પૂર્મ થશે. આર્થિક રૂપથી કોઈ ચિંતા રહેશે નહીં. આ દરમિયાન તમે કામકાજ સંબંધી યાત્રા કરી શકો છો. આ સમયે તમે કોઈ ધાર્મિક કે માંગલિક કાર્યક્રમમાં સામેલ થઈ શકો છો. સાથે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને સફળતા મળી શકે છે.   

વૃષભ રાશિ

4/5
image

તમારા લોકો માટે ગુરૂ ગ્રહનું ગોચર ફળયાદી રહી શકે છે. કારણ કે ગુરૂ ગોચર તમારી કુંડળીના ધન અને વાણી સ્થાન પર સંચરણ કરવાના છે. તેથી આ દરમિયાન તમને સમય-સમય પર આકસ્મિક ધનલાબ થશે. સાથે ઘરમાં સુખ-સુવિધાઓનો આનંદ લેશો. આ મહિને આર્થિક સમસ્યાઓનું સ્થાયી સમાધાન મળી જશે. વેપારીઓને આ સમયે અપાર ધનલાભ થઈ શકે છે. સાથે આ સમયે તમારી વાણીમાં પ્રભાવ વધશે, જેનાથી ઘમા લોકો પ્રભાવિત થશે. તમારી ઈચ્છાઓ પણ પૂરી થશે. આ સમયે તમે વિચારેલી યોજનાઓ સફળ થઈ શકે છે.

ડિસ્ક્લેમર

5/5
image

આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.