દુનિયાની ફેશન નગરીમાં ગરબે ઘુમ્યા ગુજરાતીઓ, ગીતા રબારીના તાલે રમ્યા ગરબા
Garba In Paris : જ્યાં જ્યાં ગુજરાત ત્યાં સદાકાળ ગુજરાત. ગુજરાતના ગરબાને યુનેસ્કોએ અમૂર્ત સાંસ્કૃતિક વારસો જાહેર કર્યો... ગુજરાત સરકાર અને ભારતીય દૂતાવાસે ફ્રાંસના પેરિસમાં ગરબાનું કર્યું આયોજન... 2 હજારથી વધુ લોકો ગરબે ઘુમ્યા..
ગુજરાતના ગરબાને યુનેસ્કોએ અમૂર્ત સાંસ્કૃતિક વારસો જાહેર કર્યો છે. ત્યારે ગરબા અંગે દરેક ગુજરાતીમાં વિશેષ સ્થાન રહેલું છે. ત્યારે ગુજરાત સરકાર અને ભારતીય દૂતાવાસે ફ્રાંસના પેરિસમાં ગરબાનું સુંદર આયોજન કર્યુ. જેમાં 2000થી પણ વધારે ગુજરાતી ભાઈ-બહેનોએ માતાજીના ગરબે ઘૂમ્યા.
મહત્વનું છે કે પીએમ મોદીએ ગુજરાતની સંસ્કૃતિને આજે વિશ્વના નક્શા ઉપર પહોંચાડી દીધી છે. ત્યારે એક ગુજરાતી અને ભારતીય હોવા તરીકે દરેક લોકો ગર્વનો અનુભવ કરે છે.
ગુજરાત સરકાર અને ભારતીય દૂતાવાસ દ્વારા પેરિસ, ફ્રાન્સમાં ગરબાનું બહુ જ સરસ આયોજન કરાયું હતું અને 2000 થી પણ વધારે ગુજરાતીઓએ માતાજીના ગરબાથી મોજ કરી હતી.
Trending Photos