ગુજરાતમાં આ તારીખ બાદ વધશે ઝેરી સાપનો ઉપદ્રવ, વરસાદવાળા અંબાલાલની સર્પદંશની આગાહી!

Gujarat Weather: ચોમાસાને લઈને હાલ ગુજરાતમા બે વાતો થઈ રહી છે. એક તરફ કેટલાંક નિષ્ણાતો વિધિવત ચોમાસુ બેસી ગયાનો દાવો કરે છે. તો બીજી તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. આ સ્થિતિની વચ્ચે આગાહીકાર અંબાલાલ પટેલે આવખતે ઝેરીલા સાપના ઉપદ્રવની આગાહી કરીને સૌ કોઈને ચોંકાવી દીધાં છે.

1/9
image

એ જ કારણ છેકે, વરસાદની સિઝનમાં સર્પદંશના બનાવો વધુ જોવા મળી છે. શહેરી વિસ્તારની સરખામણીએ ગ્રામીણ વિસ્તારોમાં સર્પદંશના બનાવો ખુબ વધારે માત્રામાં જોવા મળે છે. તેથી આ સિઝનમાં સાપ કરવાથી લોકોના મોતની ઘટનાઓ પણ વધે છે. જેથી દરેકે સતર્ક રહેવાની જરૂર છે. 

2/9
image

સામાન્ય રીતે વરસાદની સિઝનમાં સાપ તેના દરમાંથી બહાર નીકળતા હોય છે. કારણકે, વરસાદનું પાણી જમીનમાં જતા સાપના દરમાં ભારે ગરમી અને બફારો થતો હોય છે. એવામાં સાપ દરની બહાર આવી જતાં હોય છે. આ સ્થિતિમાં સાપ વરસાદી પાણીમાં વહીને ગમે ત્યાં પહોંચી શકે છે. 

3/9
image

આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું છેકે, 15 સપ્ટેમ્બર બાદ ગુજરાતમાં ઝેરીલા સાપનો ઉપદ્રવ વધી શકે છે. ખાસ કરીને 15 સપ્ટેમ્બર બાદ ગુજરાતમાં સર્પદંશના એટલેકે, સાપ કરડવાના બનાવો પણ વધવાની શકયતાઓ છે.

4/9
image

અંબાલાલ પટેલે જણાવ્યું છેકે, 15 સપ્ટેમ્બર બાદ આંધી વંટોળ સાથે વરસાદ આવી શકે છે. આ સ્થિતિમાં ગુજરાતમાં ઝેરીલા સાપનો ઉપદ્રવ વધી શકે છે. લોકોએ સાવચેત રહેવાની જરૂર છે. 

5/9
image

અંબાલાલ પટેલ આમ તો વરસાદ વાવાઝોડાની આગાહી કરતા હોય છે. તેમણે એક બીજી પણ ચોંકાવનારી અને વિચિત્ર આગાહી કરી છે. આ વખતે અંબાલાલે સર્પદંશ અંગે આગાહી કરી છે. 

6/9
image

અમદાવાદ અને ગાંધીનગર સહિત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના 13 જિલ્લાઓમાં ઠન્ડર સ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદની આગાહી કરવામા આવી છે. 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. આ સાથે અન્ય કેટલાક જિલ્લાઓમાં ફરવા વરસાદની પણ આગાહી છે. 

7/9
image

હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી પાંચ દિવસ ગુજરાતમાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે. સાયકલોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતમાં વરસાદ રહેશે. આગામી પાંચ દિવસ ગુજરાતમાં મહત્તમ તાપમાનમાં ઘટાડો થશે. 

8/9
image

સૌરાષ્ટ્રના સાગરકાંઠાના વિસ્તારોમાં વાદળો ઘેરાયા છે. ગત વર્ષ કરતા આ વર્ષે ચોમાસું 12 થી 13 દિવસ વહેલું છે. આ સાથે જ હવામાન વિભાગ દ્વારા રાજ્યભરમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરાઈ છે. 

9/9
image

Gujarat Weather: દક્ષિણ ગુજરાતમા નવસારી, ડાંગ અને વલસાડમાં વરસાદનું આગમન થતા જ સત્તાવાર ચોમાસું બેસી ગયાના સમાચાર આવ્યાનું નિષ્ણાતો જણાવી રહ્યાં છે. એ જોતા આમ ગુજરાતમાં વિધિવત ચોમાસુ બેઠું એમ કહી શકાય. એવામાં જો 15 સપ્ટેમ્બર બાદ શું ગુજરાતમાં વધી શકે છે આવા કેસ? વરસાદની આ આગાહી સાચી પડી તો... આવી બન્યુ સમજજો!!  નૈઋત્યનું ચોમાસું ગુજરાતના કાંઠે પહોંચી ગયું છે. 24 કલાકમાં જ ગુજરાતમાં ચોમાસું બેસી જાય તેવી શક્યતા છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કાંઠેથી ચોમાસું પ્રવેશ કરી શકે છે.