એકાએક મિની કાશ્મીર બની ગયુ ગુજરાતનું આ સ્થળ, જોવા ઉમટી પડ્યા લોકો

ચોમાસામાં ગુજરાત (Gujarat Tourism) ના કેટલાક સ્થળો એવા ખીલી ઉઠે છે કે, સિમલા, કાશ્મીર, મસૂરી જેવા સ્થળો પણ તેની સામે પાણી ભરે. વરસાદ બાદ ગુજરાતના આ નાનકડા સ્થળો પર જાણે જાદુ પથરાઈ જતો હોય તેવો સંમોહિત કરી દે તેવો માહોલ જોવા મળતો હોય છે. આવી જ રીતે એકાએક મિની કાશ્મીર (kashmir) માં પલટાઈ ગયુ છે અરવલ્લીના ભિલોડાનું નાનકડુ એવુ સુનસર ગામ. અહીં કુદરતી ધોધ શરૂ થઈ જતા કુદરતનુ કામણ ચારેતરફ છવાઈ ગયુ છે. 

સમીર બલોચ/અરવલ્લી :ચોમાસામાં ગુજરાત (Gujarat Tourism) ના કેટલાક સ્થળો એવા ખીલી ઉઠે છે કે, સિમલા, કાશ્મીર, મસૂરી જેવા સ્થળો પણ તેની સામે પાણી ભરે. વરસાદ બાદ ગુજરાતના આ નાનકડા સ્થળો પર જાણે જાદુ પથરાઈ જતો હોય તેવો સંમોહિત કરી દે તેવો માહોલ જોવા મળતો હોય છે. આવી જ રીતે એકાએક મિની કાશ્મીર (kashmir) માં પલટાઈ ગયુ છે અરવલ્લીના ભિલોડાનું નાનકડુ એવુ સુનસર ગામ. અહીં કુદરતી ધોધ શરૂ થઈ જતા કુદરતનુ કામણ ચારેતરફ છવાઈ ગયુ છે. 

1/2
image

અરવલ્લીના ભિલોડાના સુનસર ગામે ભારે વરસાદ બાદ કુદરતી ધોધ એક્ટિવ થઈ ગયો છે. ધરતી માતાના મંદિર પાસે ડુંગર પરથી પડતો આ ધોધ હાલ અદભૂત માહોલ સર્જી રહ્યો છે. દર ચોમાસે આલું આહલાદક નયનરમ્ય દ્રશ્ય સર્જાય છે. જેને નિહાળવા માટે દૂર દૂરથી સહેલાણીઓ ઉમટી પડે છે. ભિલોડાથી 10 કિલોમીટર દૂર સુનસર ગામમાં હાલ મિની કાશ્મીર જેવો માહોલ જોવા મળી રહ્યો છે.

2/2
image

તો બીજી તરફ, અરવલ્લીની માઝુમ નદી પણ ભારે વરસાદ બાદ ઉભરાઈ છે. મેઘરજના રેલ્લાવાળા પાસે માઝુમ નદી બે કાંઠે વહેતી થઈ છે. ઝેરીયાવાડા, મહુડી પાસેના વિસ્તારમાં નદીનુ વહેણ વધ્યુ છે. મેશ્વો બાદ માઝુમ અને વાત્રક ડેમમાં પણ પાણીની નવી આવક થઈ છે.