બોયફ્રેન્ડ સાથે ફરવા જવાની છે બેસ્ટ જગ્યા, કુદરતી કરામતોથી ભરેલો છે ગુજરાતનો આ ડુંગર

Gujarat Tourism : આખી દુનિયામાં ગુજરાતીઓ જેવા ફરવાના શોખીનો ક્યાંય નહિ મળે. ગુજરાતીઓના દરેક સીઝન માટેના અલગ અલગ ડેસ્ટિનેશન હોય છે. સાથે જ ગુજરાતીઓ નવી નવી જગ્યાઓ એક્સપ્લોર કરવામાં માને છે. તેઓ સતત નવી જગ્યાની શોધમાં હોય છે. આવામાં એક નવુ સરનામુ સામે આવ્યુ છે. આ જગ્યા કુદરતી જાદુથી ભરેલી છે. દરેક મોસમમાં અહીનો નજારો મનમોહક હોય છે. પાટણવાવ ખાતેનો ઓસમ ડુંગર છે આકર્ષણનું કેન્દ્ર, રજાઓ ગાળવા માટે બેસ્ટ જગ્યાઓમાંથી એક છે.

1/9
image

ઉનાળામાં ફરવા જવાનુ પ્લાન કરતા હોવ તો પ્રકૃતિના ખોળે આવેલ ઓસમ ડુંગર સૌથી સુંદર સ્થળ છે. આ ડુંગરને તમે આકર્ષક કહો કે મનમોહક કહો, તેને જોઈને જ ટાઢક વળી જાય છે. બિઝી શિડ્યુલ લાઈફમાંથી થાક ઉતારીને ક્યાંક ફરવા જવુ હોય તો ઓસમ ડુંગર બેસ્ટ ઓપ્શન છે.  

2/9
image

ઓસમ ડુંગર રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણવાવ ગામ પાસે આવેલો છે. આડુંગર ઉપલેટાથી 13 કિલોમીટર, રાજકોટથી 100 કિલોમીટર અને જૂનાગઢથી 37 કિલોમીટરના અંતરે આવેલો છે.  

3/9
image

ચોમાસામાં તો ડુંગળની પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે. ચોમાસામાં અહી પ્રકૃતિ શિબિરનું આયોજન કરાય છે. સાથે જ અહી દર વર્ષે માત્રી માતાજીના સાંનિધ્યમાં ભાદરવી અમાસથી મેળો પણ યોજાય છે. સાથે જ ઓસમ ડુંગર આરોહણ-અવહોરણની સ્પર્ધા પણ દર વર્ષે યોજાય છે. 

4/9
image

આ ડુંગરનું ઐતિહાસિક મહત્વ પણ રહેલુ છે. કહેવાય છે કે, આ ડુંગરનો ઉલ્લેખ મહાભારત કાળમાં મળે છે. પાંડવો વનવાસ દરમિયાન ડુંગર પર રોકાયા હતા. તો હિડિમ્બા રાક્ષસણ પણ અહી જ રહેતી હતી. પાંડવોએ આ ડુંગર પર ટપકેશ્વર મહાદેવ મંદિર બાંધ્યુ હતું. જેની પાસે પાણીનો હોજ આવેલો છે. આ ડુંગર પરથી સતત પાણી ટપક્યા કરે છે. 

5/9
image

કહેવાય છે કે, ભીમ સાથે હિડમ્બાની મુલાકાત અહીં જ થઇ હતી. બંનેના પ્રેમ-મિલાપ વેળાએ ભીમે હિડિમ્બાને જોરથી હિચકો નાંખતા, એવામાં એકવાર હિડિમ્બા ઓસમ પર્વત પરથી છેક નીચે તળેટીમાં ઉછળીને પડી હતી. તળેટીમાં પડતા તેના હાડકા ભાંગી ગયેલા અને તેથી જ આ જગ્યા પર આવેલા ગામનું નામ હાડફોડી પડેલું, જે ગામ આજે પણ તળેટીમાં રહેલું છે.

6/9
image

7/9
image

8/9
image

9/9
image