રાજ્યસભામાં ભાજપ મોટો દાવ ખેલશે : ગુજરાતમાંથી આ નેતાને મળી શકે છે દિલ્હીમાં એન્ટ્રી
Gujarat Rajya Sabha Election 2023 : ગુજરાતમાં રાજ્યસભાની ત્રણ ખાલી પડેલી બેઠકો માટે ભાજપ મોવડી મંડળે નામ લગભગ નક્કી કરી દીધા છે. ગુજરાતમાંથી આ વખતે રાજ્યસભાની ત્રણ બેઠકો માટે ભાજપ તરફથી ઘણુ પરિવર્તન જોવા મળી શકે છે. ત્યારે રાજ્યસભાની ચૂંટણીમાં કેવા સમીકરણો કામ કરશે, જ્ઞાતિવાદનો કેટલો રોલ રહેશે તે જોઈએ.
Rajya Sabha Election
વિદેશમંત્રી એસ જયશંકરને રિપીટ કરવામાં આવી શકે છે, જ્યારે બાકીની બંને બેઠકો પર નવા ચહેરાને તક મળી શકે છે.. વર્તમાન સાંસદ જુગલજી ઠાકોર અને દિનેશ અનાવડિયાને આ વખતે પડતા મૂકવામાં આવી શકે છે. આ બંને નેતાઓના બદલે ગુજરાતમાંથી એક ખૂબ જ સિનિયર નેતાને રાજ્યસભામાં લઈ જવામાં આવી શકે છે.
Rajya Sabha Election News
બે બેઠક પર ઓબીસી અને ક્ષત્રિય નેતાની પસંદગીની શક્યતા સેવાઈ રહી છે. ગુજરાતમાંથી સિનિયર નેતાને રાજ્યસભામાં એન્ટ્રી મળી શકે છે. ઓબીસી અને ક્ષત્રિય નેતાની પસંદગી થાય તેવી શક્યતા છે.
Trending Photos