ખાડીમાં રંધાઈ રહયું છે તોફાન! ગુજરાતમાં મોટી નવાજૂનીનું એંધાણ, આ વખતે ક્યાં વિનાશ વેરશે વરુણદેવ?

Gujarat Weather Forecast: ફરી એકવાર આવી ગઈ છે હવામાન વિભાગ અને અંબાલાલની ઘાતક આગાહી. આવખતે મામલો જરા ગંભીર છે. કારણકે, બંગાળની ખાડીમાં સતત વધી રહ્યો છે ખળભળાટ...જાણો વિગતવાર...

1/8
image

Gujarat Weather Forecast: ગુજરાત પર મંડરાઈ રહ્યું છે વધુ એક મોટું સંકટ. હજુ આવી શકે છે વરસાદનો એક વિનાશક રાઉન્ડ. શરૂ થઈ ગયું છે તેનું ઉંધું કાઉન્ટડાઉન....રામ જાણે આ વખતે શું થશે...

2/8
image

આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં પડશે વરસાદ... નર્મદા, સુરત અને તાપીમાં પણ વરસાદનું યલો અલર્ટ અને નવસારી, ડાંગ, વલસાડમાં વરસાદનું ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે. ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદની તીવ્રતાના અનુમાન મુજબ ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી,નવસારી, ડાંગમાં  આવતીકાલે ઓરેન્જ અલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.        

3/8
image

હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ આવતીકાલે અમદાવાદ, બોટાદ, ગીર સોમનાથમાં પડશે વરસાદ. આણંદ, વડોદરા અને છોટાઉદેપુરમાં પણ પડશે વરસાદ. ભરૂચ અને નર્મદા પણ વરસાદ પડવાની હવામાનની આગાહી કરવામાં આવી છે. 27 અને 28 સપ્ટેમ્બરે પણ અમદાવાદમાં પડી શકે છે ભારે વરસાદ. અમદાવાદીઓએ પણ ફરી તૈયાર રહેવું પડશે મુસીબત વેઠવા માટે. ભરાઈ શકે છે ઘુંટણસમા પાણી...વાહન લાઈને નીકળો તો ખાસ સાચવજો. 

4/8
image

ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી મેઘરાજાએ વિરામ લીધો છે પરંતુ ફરી એક વખત મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ શકે છે,, બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં 30 સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતના અનેક વિસ્તારમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ વરસી શકે છે.

5/8
image

વરસાદના આ છેલ્લા રાઉન્ડ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ વ્યક્ત કરી છે. છેલ્લા રાઉન્ડમાં ગુજરાતના 60 ટકા વિસ્તારમાં વરસાદ વરસી શકે છે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં એક ઈંચની આસપાસ અને સૌરાષ્ટ્રના બોટાદ, ભાવનગર, જૂનાગઢ અને અમરેલીમાં એકથી ચાર ઈંચ સુધી વરસાદની શક્યતા છે.  

6/8
image

બંગાળની ખાડીમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ફરી રાજ્યમાં વરસાદી માહોલ જામશે. આ સિસ્ટમ લો પ્રેશરમાં ફેરવાશે અને ગુજરાત તરફ આગળ આવશે તો સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારમાં ભારે વરસાદનું અનુમાન છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે અને શીયર ઝોનના કારણે રાજ્યમાં ફરી વરસાદી સિસ્ટમ એક્ટિવ થશે. કેટલાક જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ તો કેટલાક જિલ્લાઓમાં યેલો અલર્ટ જાહેર કર્યું છે.

7/8
image

ગુજરાતમાં પણ અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ, 24થી 28 તારીખ સુધી વરસાદ વરસશે. બંગાળમાં સિસ્ટમ સક્રિય બનતા વરસાદી માહોલ રહેશે. બંગાળમાં જે સિસ્ટમ સક્રિય બનશે તે દક્ષિણ ગુજરાતમાં વરસાદ લાવશે.   

8/8
image

ચોમાસુ વિદાય થતાં પણ ભારે વરસાદ વરસવાની તેમણે આગાહી કરી છે. 24થી 26 વાવાઝોડું થવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે. બે વાવાઝોડા ઉપરાંત માવઠા થવાની પણ તેમણે વ્યક્ત કરી છે. આ વખતે ગરમી પુષ્કળ પડવાની શક્યતા છે. નવેમ્બરથી ડિસેમ્બર માસમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. તે સમયે ગળામાં માવઠું થશે.