આ ગુજરાતી છોકરાએ ગંભીર અકસ્માત છતા આપી UPSC Exam, બની ગયા દેશના સૌથી યુવા IPS

IPS Safin Hasan UPSC Success Story: સફીન હસન UPSC ની પરીક્ષા આપવા જઈ રહ્યાં હતાં ત્યારે તેનો ગંભીર અકસ્માત થયો હતો. પરંતુ હાર ન માનતા તેમણે પરિસ્થિતિનો સામાનો કરીને સીધા પરીક્ષા કેન્દ્ર પર જવાનું નક્કી કર્યું અને આખું પેપર લખી નાખ્યું. આ નિશ્ચયનું પરિણામ એ આવ્યું કે સફીન હસન પ્રથમ પ્રયાસમાં જ આઈપીએસ અધિકારી બની ગયા.

1/13
image

ગુજરાત સહિત દેશના સૌથી યુવા અને ડેશિંગ IPS અધિકારીની કહાની. વાત છે ગુજરાતના સફીન હસનની. જેણે કહ્યું છે શૂન્યમાંથી સર્જન.

2/13
image

IPS Safin Hasan UPSC Success Story: સફીન હસન UPSC ની પરીક્ષા આપવા જઈ રહ્યાં હતાં ત્યારે તેનો ગંભીર અકસ્માત થયો હતો. પરંતુ હાર ન માનતા તેમણે પરિસ્થિતિનો સામાનો કરીને સીધા પરીક્ષા કેન્દ્ર પર જવાનું નક્કી કર્યું અને આખું પેપર લખી નાખ્યું. 

3/13
image

અકસ્માત બાદ પણ સફીન હસન પરીક્ષા આપવા પહોંચ્યા હતાં. આ નિશ્ચયનું પરિણામ એ આવ્યું કે સફીન હસન પ્રથમ પ્રયાસમાં જ આઈપીએસ અધિકારી બની ગયા.

4/13
image

દરરોજ આપણે IAS અને IPS અધિકારીઓની ઘણી પ્રેરણાદાયી વાર્તાઓ વાંચીએ છીએ અને સાંભળીએ છીએ. યુપીએસસી સિવિલ સર્વિસીસ પરીક્ષા પાસ કરનાર દરેક ઉમેદવાર પાસે એક અનોખી અને પ્રેરણાદાયી વાર્તા છે. 

5/13
image

અનેક કહાનીઓમાં, આપણાં ગુજરાતી યુવાન IPS સફીન હસનની IPS અધિકારી બનવાની કહાની ખુબ જ પ્રેરણાદાયી છે. 

6/13
image

સફીન હસન સૌથી યુવા ભારતીય પોલીસ સેવા (IPS) અધિકારી છે. તમને જણાવી દઈએ કે સફીન હસને માત્ર 22 વર્ષની ઉંમરમાં UPSC પરીક્ષા પાસ કરી હતી.  

7/13
image

કલેક્ટર દ્વારા મળેલ સન્માનથી પ્રેરિતઃ 12 જુલાઈ 1995ના રોજ જન્મેલા હસને ગુજરાતના પાલનપુરની SKM હાઈસ્કૂલમાં શાળાનો અભ્યાસ કર્યો હતો. UPSC ક્રેક કરવાની તેની ઈચ્છા ત્યારે પ્રગટી જ્યારે એક કલેક્ટર તેની શાળાની મુલાકાતે ગયા અને IAS અધિકારીને આપવામાં આવેલા આદરથી સફીન આશ્ચર્યચકિત થઈ ગયો.

8/13
image

યુપીએસસીની તૈયારીના બે વર્ષઃ સફીન હસન હજુ કોલેજમાં જ હતો ત્યારે તેણે પોતાને UPSC માટે માનસિક રીતે તૈયાર કર્યો હતો. કોલેજ પૂરી કર્યા પછી, તે UPSC કોચિંગ માટે દિલ્હી ગયો અને બે વર્ષ સુધી પરીક્ષાની તૈયારી કરી. સફિને 2017માં UPSC સિવિલ સર્વિસ પરીક્ષામાં બેસવા માટે અરજી કરી હતી.  

9/13
image

અકસ્માત થયો હોવા છતાં પરીક્ષા આપીઃ પરીક્ષાના દિવસે પરીક્ષા કેન્દ્ર જતી વખતે હસન સાથે ભયાનક અકસ્માત થયો હતો. તેની પરીક્ષાના દિવસે જ તેનો ભયંકર અકસ્માત થયો હતો. જોકે, તેણે હાર ન માની અને અકસ્માત બાદ તે સીધો જ ઉભો થઈને પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા આપવા ગયો હતો.   

10/13
image

સફીન હસનો અકસ્માત થયો ત્યારે તમને જણાવી દઈએ કે તેમની ઇજાઓ એટલી ગંભીર હતી કે તપાસ બાદ તરત જ તેને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.

11/13
image

પ્રથમ પ્રયાસમાં પરીક્ષા પાસ કરીને IPS બનોઃ એટલું જ નહીં, તેના ઈન્ટરવ્યુ પહેલા જ હસનને સ્વાસ્થ્ય સંબંધિત અનેક બિમારીઓનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે તેણે દિલ્હી આવવા-જવાનું થયું હતું. તેમ છતાં, તેમણે હાર ન માની અને UPSC CSE ઇન્ટરવ્યુમાં બીજું સ્થાન મેળવ્યું. તે જ સમયે, સફિને UPSC સિવિલ સર્વિસીસ પરીક્ષાના અંતિમ પરિણામમાં ઓલ ઈન્ડિયા 570મો રેન્ક મેળવ્યો હતો, ત્યારબાદ તેને IPS પદ માટે પસંદ કરવામાં આવ્યાં હતાં.

12/13
image

13/13
image