બંગાળની ખાડીનું ચોમાસુ ગુજરાત તરફ આગળ વધ્યું, 5 દિવસ બાદ મેઘરાજા ભુક્કા બોલાવશે
Weather Expert Ambalal Patel, Gujarat Monsoon: રાજ્યમાં બિપોરજોય વાવાઝોડા બાદ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે જાણિતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ગુજરાતમાં 25-30 જૂનમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. અંબાલાલે જણાવ્યું છે કે વાવાઝોડા અને ચોમાસાની અસરથી ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ છે. આ તરફ હવામાન વિભાગે આગામી દિવસમાં રાજ્યના દક્ષિણ ભાગમાં તથા સૌરાષ્ટ્રમાં વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે.
અંબાલાલ પટેલે કરી આગાહી
રાજ્યમાં બિપોરજોય વાવાઝોડા બાદ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. એક પછી એક આગાહી કરવામાં આવી રહી છે. તાજેતરમાં જ જાણિતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 8 જૂનથી રાજ્યમાં અતિભારે વરસાદની સંભાવના છે.
ગુજરાતમાં મેઘો તૂટી પડશે
અત્રે ઉલ્લેખનીય છે બંગાળની ખાડીનું ગુજરાત તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. જેથી 8 જુલાઇ સુધી ગુજરાતમાં મેઘો તૂટી પડશે.
આ વિસ્તારોમાં વરસાદ ખાબકશે
બિપરજોય વાવાઝોડાના લીધે વરસાદી સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધી રહી છે. જેના લીધે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ ખાબકવાની સંભાવના છે.
સૌરાષ્ટ્ર પંથકમાં અતિભારે વરસાદની સંભાવના
આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, આણંદ, વડોદરામાં ભારે વરસાદ રહેશે. સુરત, વલસાડ, નવસારી, તાપીમાં અતિભારે વરસાદ રહેશે. જ્યારે સૌરાષ્ટ્ર પંથકમાં અતિભારે વરસાદની સંભાવના છે. આ સાથે જ 30 જૂન બાદ વરસાદની તીવ્રતામાં વધારો થશે.
હવામાન ખાતાના સંકેતો
અત્રે ઉલ્લેખનીય છે કે વરસાદના કારણે સાબરમતી, તાપી અને નર્મદામાં જળસ્તર વધવાની સંભાવના છે.અ મદાવાદ સહિત રાજ્યભરમાં આગામી દિવસોમાં ચોમાસાના વરસાદની શરૂઆત થવાના હવામાન ખાતા દ્વારા સંકેતો અપાયા છે.
જળસ્તર વધવાની સંભાવના
અત્રે ઉલ્લેખનીય છે કે વરસાદના કારણે સાબરમતી, તાપી અને નર્મદામાં જળસ્તર વધવાની સંભાવના છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં આગામી દિવસોમાં ચોમાસાના વરસાદની શરૂઆત થવાના હવામાન ખાતા દ્વારા સંકેતો અપાયા છે.
ગુજરાતમાં સૌથી વધુ મેઘતાંડવ
જાણિતા હવામાન શાસ્ત્રી અંબાલાલા પટેલની આગાહી મુજબ આગામી 28 જૂનથી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ મેઘતાંડવ જોવા મળશે એવી સંભાવના છે.
હવામાન વિભાગની આગાહી
તારીખ 25 અને 26 જૂને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. મધ્ય ગુજરાતના નર્મદા, છોટા ઉદેપુર, અને વડોદરામાં રવિવારે તેમજ ભરૂચ, વડોદરા, અને સુરતમાં સોમવારે ભારે વરસાદની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે.
રવિવારે વરસાદની સંભાવના
જ્યારે રવિવારે પંચમહાલ, આણંદ, દાહોદ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગરમાં હળવો વરસાદ પડી શકે છે. સોમવારે અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, રાજકોટ, દાહોદ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર બોટાદમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે.
Trending Photos