ગુજરાતના આ ગામમાં આભ ફાટતા ફફડાટ! ભયાનક તસવીરો આવી સામે, 14 ઈંચ વરસાદ
Gujarat Monsoon: સુરતના ચેરાપુંજી ગણાતા ઉમરપાડા તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગ...થોડાક વિરામ બાદ ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાએ ધડબડાટી બોલાવવાનું શરૂ કર્યું છે.
ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાંક જિલ્લાઓ વધારે પ્રભાવિત છે. ત્યારે એક મોટા સમાચાર સામે આવ્યાં છે, સુરતના છેવાડાના ઉમરપાડામાં આભ ફાટ્યું છે.
વહેલી સવારથી ઉમરપાડા તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગ ચાલુ છે. ઉમરપાડામાં બે કલાકમાં 10 ઈંચ વરસાદ ખાબક્યો છે જ્યારે ગઈકાલથી લઈને અત્યાર સુધીમાં ઉપરપાડામાં 14 ઈંચથી વધુ વરસાદ ખાબકી ગયો છે.
ઉમરપાડાના અનેક વિસ્તારોમાં કેડસમા પાણા ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું. ઉમરપાડાના અનેક લો લેવલ કોઝ વે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ધાણવડ સહિતના ગામોમાં વરસાદનું આગમન થયું થતાં સ્થિતિ વિકટ બની છે.
જે પ્રમાણે સુરત જિલ્લાના ઉમરપાડામાં આજે વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે એ જોતે હજુ પણ સ્થિતિ વિકટ બની શકે છે. હાલ આખો વિસ્તાર જાણે બેટમાં ફેરવાઈ ગયો છે.
Trending Photos