ગુજરાતની પ્રથમ સૂર્ય ઘડિયાળ આ શહેરમાં મૂકાઈ છે, સૂર્યના તડકાથી નક્કી થાય છે સમય

Patan News પ્રેમલ ત્રિવેદી/પાટણ : ઘડિયાળની શોધ પહેલા સમય માપવાનો એકમાત્ર રસ્તો સૂર્ય-ઘડિયાળ હતો, ગુજરાતની પ્રથમ સૂર્ય-ઘડિયાળ પાટણના સાયન્સ સેન્ટરમાં સ્થાપિત છે, દેશના માનક સમય કરતાં પાટણનો સમય સરેરાશ 40 મિનિટ પાછળ છે : આ ઘડિયાળમાં સૂર્યોદય વહેલો અને સૂર્યાસ્ત મોડો થાય છે, જો સનડાયલ પ્રમાણે ઘડિયાળનો સ્થાનિક સમય સેટ કરાય તો ખેડૂતોને કૃષિ ક્ષેત્રમાં મોટો ફાયદો થઇ શકે.

સૂર્ય ઘડિયાળ ગુજરાતમા આવેલી છે

1/5
image

આજના યુગમાં સમય જોવા માટે અનેક ટેકનોલોજી વિકસાવાઈ છે. ખાસ કરીને ઘડિયાળ, મોબાઈલ વગેરે થકી સમય જાણી શકાય છે, પણ જ્યારે ઘડિયાળની શોધ થઈ નહ તી ત્યારે સમય જોવા માટે સૂર્ય પ્રકાશ આધારિત પડછાયા મુજબ સમય નક્કી કરવામાં આવતો હતો અને આ સમય સ્થાનિક જોવા મળતો હતો. આ બાબત ખૂબ જ ઓછા લોકોને ખબર હશે અને સૂર્ય ઘડિયાળ ના પડછાયા મુજબ સમય નક્કી કરવાની પદ્ધતિ પણ ખૂબજ ફાયદારૂપ હતી. ત્યારે આ પ્રકારની સૂર્ય ઘડિયાળ ગુજરાતમા આવેલી છે. પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટરમાં ગુજરાત રાજ્યની પ્રથમ સનડાયલ (સૂર્ય પડછાયા આધારિત સમય દર્શાવતી ઘડિયાળ એટલે કે સૂર્ય-ઘડિયાળ) આવેલી છે. આવો જોઈએ આ કેવી રીતે કામ કરે છે અને દેશના સમય અને સ્થાનિક સમયમાં શું ફેર ફાર જોવા મળે છે.

દેશની ઘડિયાળો કરતા આ ઘડિયાળનો સમય અલગ

2/5
image

પાટણમાં દસ એકર વિસ્તારમાં ફેલાયેલા રિજિયોનલ સાયન્સ સેન્ટરમાં ગુજરાત રાજ્યની પ્રથમ સનડાયલ (સૂર્ય પડછાયા આધારિત સમય દર્શાવતી ઘડિયાળ એટલે કે સૂર્ય-ઘડિયાળ) આવેલી છે. આ સનડાયલથી પાટણના સ્થાનિક સમય જાણવામાં મદદ કરે છે. દેશનો માનક સમય 5.30 નો છે. જેની સામે પાટણનો માનક સમય 4.50 નો છે. એટલે કે, દેશના માનક સમય કરતાં પાટણની ઘડિયાળ સરેરાશ 40 મિનિટ પાછળ ચાલી રહી છે. 

કેવી રીતે કામ કરે છે આ ઘડિયાળ 

3/5
image

રિજયોનલ સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડો.સુમિત શાસ્ત્રીએ જણાવ્યું કે, સૂર્ય અને પૃથ્વીના પરિભ્રમણ સાથે જેમ ઋતુમાં ફેરફાર થાય છે, તેમ તેમ પાટણના સ્થાનિક સમયમાં પણ ફેરફાર થાય છે. દર વર્ષે 10 થી 15 ફેબ્રુઆરી વચ્ચે પાટણનો સમય દેશના સામાન્ય સમય કરતાં 56 મિનિટ પાછળ રહે છે. જ્યારે 30 ઓક્ટોબરથી 10 નવેમ્બરની વચ્ચે 25 મિનિટ પાછળ રહે છે. આમ દેશના સમય કરતા વર્ષ દરમ્યાન પાટણનો સમય 40 મિનિટ પાછળ જોવા મળે છે. આ સનડાયલ સૂર્યના પ્રકાશ પર આધારિત છે અને પડછાયા પરથી સમય નક્કી થતો હોય છે. આ પ્રકારના સમયનો ઉપયોગ ખેડૂતો માટે પણ ખૂબ જ ઉપયોગી નીવડી શકે છે. ઋતુ મુજબ પાકની વાવણી, હવામાન તેમજ પાકની લણણી સમય પણ નક્કી કરી શકાય છે. જેના થકી ખેડૂતોને મોટો ફાયદો પણ થઇ શકે છે.

મહારાષ્ટ્રના 70 વર્ષના ખોગળશાસ્ત્રીએ આ ઘડિયાળ બનાવી છે

4/5
image

આ પ્રકારની સનડાયલ બનાવાની તકનીક દેશમાં બહુ ઓછા વ્યક્તિઓ જ જાણે છે. જેના માટે ખગોળશાસ્ત્રના ગણિતનું ઊંડાણ પૂર્વકનું જ્ઞાન હોવું જરૂરી છે. વર્ષ 2021 મે માસમાં મહારાષ્ટ્રના 70 વર્ષિય ડૉ. બી. આર. સીતારામ દ્વારા આ સનડાયલ બનાવવામાં આવી હતી

ખેતી માટે ઉપયોગી છે આ ઘડિયાળ

5/5
image

સનડાયલથી જેતે વિસ્તારનો સ્થાનિક સમય જાણી શકાય છે. સ્થાનિક સમય દિવસ-રાત સાથે મહિના અને ઋતુઓને સમજવા માટે જરૂરી છે. ઐતિહાસિક રીતે, સૂર્યની સ્થિતિના આધારે સમયને ટ્રેક કરવા અને કૃષિ પ્રવૃત્તિઓને સુનિશ્ચિત કરવાની વિશ્વસનીય રીત પ્રદાન કરીને સનડાયલ ખેડૂતોને મદદ કરે છે. તે દિવસભરનો સમય બતાવીને વાવેતર, સિંચાઈ અને લણણી માટે શ્રેષ્ઠ સમય નક્કી કરવામાં મદદ કરી શકે છે. આધુનિક સંદર્ભોમાં તેમની પાછળના સિદ્ધાંતો હજુ પણ સૂર્યપ્રકાશના સમય અને અવધિને સમજવામાં મદદ કરીને કૃષિ પદ્ધતિઓને માહિતગાર કરી શકે છે. જે પાકની વૃદ્ધિ માટે નિર્ણાયક છે. જે ખેડૂતો માટે ફાયદાકારક બની શકે છે.