ગુજરાતના મંદિરોમાં ઉજવાઈ પૌંઆ પૂનમ : ચંદ્રની શીતળ ચાંદનીમાં તૈયાર થયેલા દૂધ પૌંઆનો ભોગ અડધી રાતે ધરાવાયો

Sharad Purnima 2023 : આમ તો શરદ પુર્ણીમા આજે છે. પરંતુ આજે ચંદ્રગ્રહણ હોવાથી ગુજરાતના મંદિરોમાં ગઈકાલે જ ભગવાનને દુધ પૌંઆનો નૈવેદ્ય ધરાવવામાં આવ્યો હતો. મંદિરોમાં પૌઆ પુનમ ગઈકાલે જ મનાવી લેવાઈ હતી. કારણકે આજે ખંડગ્રાસનો ચન્દ્ર ગ્રહણ હોવાથી દૂધ પૌઆનો કાર્યક્રમ ગતરાત્રિ એ મનાવવામાં યોજાઇ ગયો. ત્યારે અંબાજી મંદિર, શામળાજી મંદિર અને દ્વારકા મંદિરમાં કેવી રહી પૌંઆ પૂનમ જુઓ. 

1/6
image

આજે શરદ પૂર્ણિમા અને ચંદ્રગ્રહણ એક સાથે છે. આજે વર્ષ 2023નું છેલ્લું ચંદ્રગ્રહણ છે. જે ભારતમાં ચંદ્રગ્રહણ 1 કલાક 16 મિનિટ સુધી દેખાશે. ચંદ્રગ્રહણનો સૂતક કાળ 9 કલાક પહેલાથી શરૂ થશે. બપોરે 2:52 વાગ્યાથી સૂતકનો સમયગાળો શરૂ થશે. આજે મોડી રાત્રે 1.06 કલાકે ચંદ્રગ્રહણ શરૂ થશે. જે 29 ઓક્ટોબર વહેલી સવારે 2:22 વાગ્યે ગ્રહણ સમાપ્ત થશે.

2/6
image

નવરાત્રિ બાદ ફરી એક વાર અંબાજી મંદિર નું ચાચરચોક શરદપુર્ણીમાની પુર્વે રાત્રિએ ખેલૈઆઓનાં તાલે હિલોળે ચઢ્યુ હતું. હજારોની સંખ્યામાં ખેલૈઆઓએ શરદ પુનમની રાતના ગરબાની મોજ માણી હતી. જ્યારે રાત્રિના 12.00 ના ટકોરે મંદિરમાં માતાજીનાં નીજ ભાગનાં પટ્ટ ખોલી દુધ પૌંઆનો ભોગ ચઢાવી કપુર આરતી કરવામાં આવી હતી. 

3/6
image

શીતળ ચાંદનીમાં તૈયાર થયેલાં 600 કિલો જેટલાં દુધ પૌંઆનો પ્રસાદ શ્રદ્ધાળુઓને વહેંચવામાં આવ્યો હતો. જેનાં માટે પણ લાંબી લાઇનો જોવા મળી હતી. શીતળ ચાંદનીમાં તૈયાર થયેલાં પૌંઆને ઔષધ તરીકે પણ માનવામાં આવે છે. અને આ દૂધ પૌંઆનો પ્રસાદ ગ્રહણ કરવાથી શરીરમાંથી નેગેટીવ ઉર્જા દુર થાય છે. એટલું જ નહિ. ચંદ્રના શીતળ કિરણોથી પકવેલા દૂધ પૌઆ આરોગવાથી સમગ્ર વર્ષ દરમિયાન સ્વાસ્થ્ય નિરોગી રહી શકાય છે. શરીરમાંથી પિત્તના રોગમાંથી મુક્તિ મળે છે.   

4/6
image

જે ચંદ્ર ગ્રહણનાં કારણે અંબાજી મંદિર શ્રધ્ધાળુઓ માટે બપોરના 3.30 કલાક પછી બંધ રહેશે. આવતી કાલે સવારે મંદિરમાં મંગલા આરતી 8.30 કલાકે કરવામાં આવશે તેવુ ભટ્ટજી મહારાજ તન્મય ઠાકરે જણાવ્યું. 

5/6
image

પુજારી પરિવાર દ્વારા દ્વારકાધીશ પટાંગણમાં શરદ ઉત્સવ ઉજવાયો. ઉત્સવ અનુરૂપ ઠાકોરજીને સફેદ વસ્ત્ર પહેરાવી શરદ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન દ્વારકાધીશના સાનિધ્યમાં પૂજારી પરિવાર દ્વારા ધામધૂમ પૂર્વક શરદ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. પુજારી સાથે પ્રખ્યાત કલાકાર માયાભાઈ આહિર પણ રાસોત્સવમાં રાસ ગરબે રમ્યા હતા. રાસોત્સવ સાથે અન્નકૂટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂજારી પરિવાર અદ્દભૂત શણગાર સાથે શરદ રાસોત્સવમાં રાસ ગરબે રમ્યા હતા. યાત્રાળુઓએ શરદ પુણિઁમાના રાસોત્સવના દર્શન કરી ધન્યતા અનુભવી.

6/6
image

યાત્રાધામ શામળાજી ખાતે આજે ચંદ્ર ગ્રહણ પગલે એક દિવસ પહેલા શરદોત્સવ ઉજવાયો. ભગવાનના બાળ સ્વરૂપને મંદિર ચોકમાં ચાંદનીમાં બિરાજમાન કરાયા હતા. શરદોત્સવ નિમિત્તે ભજન કીર્તનનું પણ આયોજન કરાયુ હતું. ભક્તો શરદોત્સવ ઉજવણીના દર્શન કરી ધન્ય બન્યા હતા. મોડી રાત્રે ઉજવણી બાદ દૂધ પૌંઆનો પ્રસાદ વહેંચાયો હતો.