સોમનાથ મંદિરમાં લાડુનો પ્રસાદ કેવી રીતે બને છે? PHOTOs માં જુઓ પ્રસાદ નિર્માણ ગૃહનો અંદરનો નજારો

Somnath Temple : હાલ દેશના પ્રખ્યાત તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદનો વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે આ વચ્ચે સોમનાથ મંદિરનો પ્રખ્યાત લાડુનો પ્રસાદ કેવી રીતે બને છે અને તેની બનાવટમાં કેવી ચોકસાઈ અને ચોખ્ખાઈ રાખવામાં આવે છે તેનો વીડિયો સામે આવ્યો છે. ટ્રસ્ટ દ્વારા જણાવાયું કે, નિર્માણ ગૃહમાં ચુસ્ત નિયમો અને મીનીમમ હ્યુમન ઇન્ટરફિયરન્સથી પ્રસાદ નિર્માણ કરાય છે. ત્યારે તસવીરોમાં જુઓ આખો અહેવાલ.
 

1/7
image

ટ્રસ્ટના પ્રસાદ નિર્માણ ગૃહમાં પ્રવેશનાર તમામ લોકો અને કર્મચારીઓ માટે ચુસ્ત નિયમો અનુસરવામાં આવે છે. લોટ ગૂંથવા માટે આધુનિક મશીનનો ઉપયોગ કરવામાં આવે છે. સાથે મોહનથાળના ટુકડા કરવા પણ નિયત માપના ડિઝાઇન કરેલ સાધનોનો ઉપયોગ કરાય છે. 

2/7
image

લાડુ બનાવવાવાળા કર્મચારીઓ પણ પ્લાસ્ટિક ગ્લવ અને હેરકેપ, માસ્ક પહેરીને લાડુ બનાવે છે. આમ મીનીમમ હ્યુમન ઇન્ટરફિયરન્સથી અને પ્રસાદને કોઈપણ કર્મચારીનો સ્પર્શ ન થાય તે રીતે સ્વચ્છતાની કાળજી રાખી પ્રસાદ નિર્માણ થાય છે.

3/7
image

આ પ્રસાદ શુદ્ધતા અને ગુણવત્તા માટે દેશવિખ્યાત અમૂલના શુદ્ધ દેશી ઘીનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રસાદના પ્રમાણિત ઉત્પાદન માટે સોમનાથ ટ્રસ્ટે એક સુસજ્જ અને આયોજનપૂર્વકની સપ્લાય ચેન તૈયાર કરી છે. જેથી પ્રસાદનો વેચાણ નિશ્ચિત સમયમર્યાદામાં થાય અને પ્રસાદ શેલ્ફ પર બાકી ન રહે. મુખ્યત્વે મગસના લાડુ, મોહનથાળ, અને ચુરમા લાડુનો પ્રસાદ બનાવાય છે.  

4/7
image

અમૂલ દ્વારા સોમનાથ ટ્રસ્ટને વેચવામાં આવનાર ઘીના ડબ્બાના દરેક લોટનું ટેસ્ટિંગ તેમની લેબોરેટરીમાં કરવામાં આવે છે અને તેનું સર્ટીફિકેટ ટ્રસ્ટને મોકલવામાં આવે છે. આ ઉપરાંત, શ્રી સોમનાથ ટ્રસ્ટ પ્રસાદ માટેના રાશનમાં વપરાતી ખાંડ અને લોટ પણ એ-ગ્રેડની જ વાપરે છે. જે પ્રસાદની ગુણવત્તાને વધુ ઉત્તમ બનાવે છે.

ટ્રસ્ટ દ્વારા પણ પ્રસાદના નિયમિત ટેસ્ટિંગ અને પ્રમાણપત્ર:

5/7
image

પ્રતિમાસ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા નિર્માણ કરાતા તમામ પ્રસાદનું ટેસ્ટિંગ ગુજરાત લેબોરેટરી, અમદાવાદ ખાતે કરાવવામાં આવે છે. જેથી પ્રસાદની ગુણવત્તાની બમણી ખાતરી થાય છે.  

6/7
image

ભારત સરકારના વિશ્વસનીય એકમ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા(FSSAI) દ્વારા શ્રી સોમનાથ ટ્રસ્ટને ઉચ્ચ ગુણવત્તા નિર્માણનું પ્રમાણપત્ર પણ પ્રાપ્ત થયેલ છે. જે શ્રદ્ધાળુઓ માટે પ્રસાદની શુદ્ધતા અને સ્વાદનું પ્રમાણ આપે છે.

7/7
image

સોમનાથ ટ્રસ્ટ શ્રદ્ધાળુઓને ખાતરી આપે છે કે તેઓ જે પ્રસાદ પાવન સ્થાનેથી પ્રદાન કરે છે તે શ્રેષ્ઠ ગુણવત્તા, શુદ્ધતા, અને હાઈજીનિક ધોરણોનું પાલન કરી તૈયાર કરવામાં આવે છે.