પાવાગઢ પર વાદળો અને પર્વતનું અદભૂત મિલન, ચોમાસામાં પંચમહાલનું હીર ચમક્યું
Gujarat Tourism : ચોમાસું આવતા જ ગુજરાતના અનેક વિસ્તારોનું સૌંદર્ય ખીલી ઉઠે છે. આવામાં પંચમહાલમા આવેલ પાવાગઢ પર્વતનો આહલાદક નજારો જોવા મળ્યો છે. વાદળોની વચ્ચે પાવાગઢ ડુંગર ઢંકાયો હોય તેવા સુંદર દ્રશ્યો જોવા મળ્યો છે. વરસાદી વાતાવરણમાં અદભૂત નજારો સામે આવ્યો છે. વાદળો પાવાગઢના ડુંગરને અડીને પસાર થઈ રહ્યાં છે તેવું લાગે છે.
પાવાગઢ ખાતે ખુશ્નુમા માહોલ વચ્ચે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. આહલાદક નજારા વચ્ચે ભક્તો માં મહાકાળીના દર્શન કરી રહ્યાં છે. યાત્રિકોને દર્શન કરવાની મજા આવી રહી છે.
તે બીજી તરફ, અરવલ્લી જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. વરસાદને પગલે અરવલ્લી ગિરિમાળાઓ ખીલી ઉઠી છે. ગિરિમાળાઓનો રમણીય નજારો સામે આવ્યો છે. ગિરિકંદરાઓ અને વાદળોનું મિલન થતું હોય તેવા નયન રમ્ય દ્રશ્યો સામે આવ્યા. વરસાદથી પ્રકૃતિ સોળે કળાએ ખીલતા લોકો ખુશ જોવા મળ્યાં છે.
Trending Photos