મંત્રીઓએ કર્યું મતદાન: દિગ્ગજ નેતાઓની મતદાનની તસવીરો, જાણો શું કોણે શું કહ્યું
Gujarat Elections 2022: રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન યોજાઇ રહ્યું છે. જેમાં સામાન્ય લોકોની માંડીને સેલિબ્રિટી અને રાજકીય નેતાઓ પણ મતદાન કરી રહ્યા છે. અને લોકોને મતદાન કરવાની અપીલ કરી રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રાજ્યકક્ષાના થી માંડીને કેન્દ્રીય મંત્રીઓએ પણ મતદાન કર્યું હતું. જુઓ તસવીરી ઝલક..
રીવાબા જાડેજા જામનગર ઉત્તર બેઠકના ભાજપના ઉમેદવાર છે. મત આપીને રીવાબા જાડેજાએ અપીલ કરી કે, શહેરીજનો મોટી સંખ્યામાં મતદાન કરે. જામનગરના લોકો પ્રત્યે મને સંપૂર્ણ વિશ્વાસ છે. જામનગર ઉત્તર બેઠક પર જંગી જીત થશે.
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ જામનગરમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આ દરમિયાન તેમણે લોકોને વોટ કરવાની અપીલ કરી હતી.
રાજકોટના રાજા માંધાતાસિંહ અને મહારાણી કાદમ્બરી દેવી મતદાન કરાવા માટે વિન્ટેજ કારમાં આવ્યા હતા. આ દ્રશ્યો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. માંધાતાસિંહ અને તેમના પરિવાર એ તમામ શહેરીજનોને મતદાન કરવાની અપીલ કરી હતી.
અમરેલીથી કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી સાઇકલ પર સિલિન્ડર લઇને મતદાન કરવા પહોંચ્યા હતા. તેમણે કહ્યું હતું કે આ સમસ્યાઓમાંથી મુક્તિ મેળવવા માટે આજે મે મતદાન કર્યું છે અને મને વિશ્વાસ છે કે આખુ ગુજરાત પણ મતદાન કરશે અને સત્તા પરિવર્તન થશે. કોંગ્રેસ આવશે અને ફરીથી ખુશહાલી છવાશે.
કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી સાયકલ પર વોટિંગ કરવા નીકળ્યા@paresh_dhanani #GujaratElections #ZEE24KALAK pic.twitter.com/hLcOOCoyaV
— Zee 24 Kalak (@Zee24Kalak) December 1, 2022અમરેલીથી કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી સાઇકલ પર સિલિન્ડર લઇને મતદાન કરવા પહોંચ્યા હતા. તેમણે કહ્યું હતું કે આ સમસ્યાઓમાંથી મુક્તિ મેળવવા માટે આજે મે મતદાન કર્યું છે અને મને વિશ્વાસ છે કે આખુ ગુજરાત પણ મતદાન કરશે અને સત્તા પરિવર્તન થશે. કોંગ્રેસ આવશે અને ફરીથી ખુશહાલી છવાશે.
વરિષ્ઠ નેતા અહમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલે ભરૂચના અંકલેશ્વરમાંથી મતદાન કર્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું કે આ પરિવર્તનની ચૂંટણી છે.
ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં મતદાન કર્યું. આ દરમિયાન તેમણે કહ્યું કે ભાજપની સરકાર ફરીથી બની રહી છે.
ગુજરાત ભાજપના અધ્યક્ષ સીઆર પાટીલે સુરતમાં પોતાનું મતદાન કર્યું હતું.
Trending Photos