વડોદરાના ફેમસ ગરબા યુનાઈટેડ વેમાં ખેલૈયાઓનો દાવ થઈ ગયો, મેદાનમાં પગ ખૂપી જાય તેટલું કીચડ
Mud In Gujarat's Biggest Garba United Way Of Baroda : વડોદરામાં યુનાઈટેડ-વે ગરબા મેદાન પર ખેલૈયાઓને કડવો અનુભવ... મેદાન પર હજી પણ વરસાદી પાણીના કારણે કીચડનું સામ્રાજ્ય...કીચડમાથી પસાર થઈ ખેલૈયાઓને મેદાનમાં જવું પડ્યું ... મેદાનમાં પણ પગ ખુચી જાય તેવો કીચડ...
વડોદરામાં યુનાઈટેડ વેના ગરબાના મેદાન પર ખૈલૈયાઓને કડવો અનુભવ થયો. મેદાન પર હજુ પણ વરસાદી પાણીના કારણે કીચડનું સામ્રાજ્ય જોવા મળ્યું. કીચડમાંથી પસાર થઈ ખેલૈયાઓને મેદાનમાં જવું પડ્યું. મેદાનમાં પણ પગ ખૂપી જાય એટલું કીચડ જોવા મળ્યું.
પહેલા નોરતે યુનાઈટેડ વેના ખરાબ આયોજનને કારણે ખેલૈયાઓના ગરબા બગડ્યા. જેથી ખેલૈયાઓએ સોશિયલ મીડિયા પર બળાપો ઠાલવ્યો. હજારો રૂપિયા પાસના વસૂલતા હોવા છતાં સુવિધાના નામે મીંડુ જોવા મળ્યું.
પહેલા નોરતે યુનાઈટેડ વે ઓફ બરોડાના ગરબામાં 34000 ખેલૈયા કાદવમાં ગરબે ઘૂમ્યા, પરંતું વડોદરાના યુનાઈટેડ વેમાં કોઈનાં કપડાં ખરાબ થયાં તો કોઈના પગ લપસ્યા. લોકોએ કહ્યું- અહીં ચાલી શકાતું નથી, ગરબા કેમ રમીશું.
યુનાઇટેડ વેના ગરબા મેદાન પર ખેલૈયાઓને કડવો અનુભવ થયો હતો. મેદાન પર હજી પણ વરસાદી પાણીના કારણે કીચડનું સામ્રાજ્ય છવાયું હતું. કીચડમાથી પસાર થઈ ખેલૈયાઓને મેદાનમાં જવું પડ્યું હતું. મેદાનમાં પણ પગ ખૂપી જાય એટલું કીચડ જોવા મળ્યું હતું. જેથી પહેલા નોરતે ખેલૈયાઓના ગરબા બગડ્યા, ખેલૈયાઓએ સોશિયલ મીડિયા પર બળાપો ઠાલવ્યો હતો.
ત્યારે હજારો રૂપિયા પ્લેયર્સ પાસના વસૂલતા હોવા છતાં સુવિધાના નામે મીંડુ જોવા મળતા લોકોનો રોષ દેખાયો હતો. આ વિશેયુનાઇટેડ વે ગરબાના આયોજક હેમંત શાહે એક નિવેદનમાં જણાવ્યું કે, ભારે વરસાદના કારણે મેદાનમાં ચારેય તરફ પાણી ભરાયા હતા, જેથી મુશ્કેલી થઈ રહી છે. જમીનમાં પાણીનું સ્તર ઊંચું આવ્યું, જેથી ખેલૈયાઓના ગરબા રમવાથી મેદાન ભીનું રહી ગયું છે. મેદાન અને પાર્કિંગમાંથી કીચડ દૂર કરવા 15 થી વધુ મશીનો અને 150 મજૂરોનો સ્ટાફ કામે લગાડ્યા છે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં ભારે વરસાદ બાદ યુનાઇટેડ વે ગરબા ગ્રાઉન્ડ પાણીથી તરબોળ બન્યું હતું. આ વર્ષે કલાલી સ્થિત યુનાઇટેડ વે દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. વરસાદ વરસતા ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાયા હતા. જેથી ગરબા આયોજકો દ્વારા સતત સક્શન મશીન દ્વારા ગ્રાઉન્ડમાંથી પાણી ખેંચવામાં આવ્યું હતું. ગરબા ગ્રાઉન્ડ સુધી પહોંચવા માટે કામ કરાયુ હતું. યુનાઈટેડ વે ગરબા ગ્રાઉન્ડ પર પાણી સુકાવા સુપર સોપર મશીનરીની વ્યવસ્થા કરવામાં આવી હતી. છતાં ખલૈયાઓને તકલીફ પડી હતી.
વડોદરા શહેરના નવાયાડના લાલપૂરામાં રાજકારણીઓની પ્રવેશબંધીનાં લાગ્યા બેનર....નવરાત્રીનાં પ્રથમ નોરતે પેચ વર્ક ન થતાં લગાવાયા બેનર.... ગરબા આયોજકોએ પ્રવેશબંધીના બેનરો લગાવીનો રોષ ઠાલવ્યો......નવરાત્રિ મહોત્સવ નિમિત્તે રોડ પર પેચવર્કની પાલિકાને કરી હતી રજૂઆત..
Trending Photos