આ સાપુતારા છે કે સ્વર્ગ! કાશ્મીરને પણ ટક્કર મારે તેવું વાતાવરણ સાપુતારામાં સર્જાયું

Gujarat Tourism : મિની કાશ્મીર ગણાતાં સાપુતારા ઉપર ધુમ્મસની ચાદર છવાઈ ગઈ છે. હાલ ગુજરાતના ફેમસ હિલ સ્ટેશન ગણાતાં સાપુતારાનું વાતાવરણ ખુશનુમા બન્યું છે. સાપુતારા તેના પ્રાકૃતિક સૌંદ્રય માટે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ તસવીરો જોઈને તમારી નજર પણ અહીંથી નહિ હટે. 

1/5
image

હિલ સ્ટેશન સાપુતારાના તમામ પોઈન્ટ ઉપર ગાઢ ધુમ્મસ ભર્યું વાતાવરણ છવાયું છે. હાલ અસંખ્ય પ્રવાસીઓ આ આહલાદક વાતાવરણને મન ભરીને માણી રહ્યાં છે. પ્રવાસીઓમાં ખુશીનો માહોલ છવાયો છે. 

2/5
image

એક તરફ વિઝીબીલીટી ઓછી રહેતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ધુમ્મસીયા વાતાવરણને કારણે ઠંડીનો પારો ગગડી જતા શીતલહેરથી લોકો ઠુઠવાતા નજરે પડ્યા છે. સાપુતારામાં ઠંડીના ચમકારાથી સહેલાણીઓ ખુશખુશાલ બન્યા છે. પરંતુ મુશ્કેલીઓ ભૂલીને લોકો આહલાદક વાતાવરણને માણી રહ્યાં છે. 

3/5
image

4/5
image

5/5
image