લક્ષદ્વીપ પછી જજો, પહેલા ગુજરાતના આ દરિયાની મજા ચોક્કસ માણજો! ભૂલી જશો તમામ બીચ, ઉનાળામાં ઠંડક એવી કે...

નિલેશ જોશી/ ઉમરગામ: સમગ્ર રાજ્ય હાલે અસહ્ય ગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે. હિટવેવના કારણે શહેરી વિસ્તારમાં રહેતા ગુજરાતીઓ શેકાઈ રહયા છે. ત્યારે ગુજ્જુઓ ગરમીથી રાહત મેળવા માટે સિમલા, દીવ કે ગોઆ ફરવા જવાનું પસંદ કરતા હોય છે. 

1/8
image

જોકે ગુજરાત છેવાડે આવેલ નારગોલનો દરિયા કિનારે હવે ગુજરાતીઓ પસંદ બની રહ્યું છે . શહેરના કોક્રીટના જંગલમાં રહેતા લોકોએ દરિયા કિનારે આવેલ નારગોલની વાટ પકડી છે. ત્યારે વન વિભાગ અને ગ્રામ પંચાયત દ્વારા પ્રવાસીઓને આકર્ષવા ઇકો ટુરિઝમનો વિકાસ કરવામાં આવ્યો છે. હાલ કાળઝાળ ગરમીથી બચવા મોટી સંખ્યા માં પ્રવાસીઓ નાનકડા નારગોલ ઉમટી પડયા છે. 

2/8
image

એક તરફ શાંત દરિયો અને બીજી દરિયામાંથી આવતો ઠંડો પવન અને બીચની શીતળ લહેરો. આ નયનરમ્ય નજારો વલસાડના નારગોલ દરિયા કિનારાનો છે. હાલ રાજ્યમાં જે પ્રમાણે ગરમીનો પારો વધી રહ્યો છે. ત્યારે લોકો આ ગરમીથી રાહત મેળવવા માટે કુલુ મનાલી ગોવા કે પછી વિદેશ પ્રવાસે જવાનું પસંદ કરે છે. ત્યારે રાજ્યના છેવાડે આવેલ વલસાડનો નારગોલ બીચ પર્યટન માટે ખૂબ જ જાણીતું બની રહ્યો છે. 

3/8
image

દરિયા કિનારે આવેલો હોવાથી આ નાનકડુ નારગોલ ગામ પર્યટન માટે દેશભરમાં જાણીતો થયો છે અને દેશભરના પર્યટકો નારગોલની મુલાકાત લે છે અને નારગોલના દરિયા કિનારાની સુંદરતા અને સ્વચ્છતાની સાથે સાથે સરૂના જંગલો ધરાવે છે. હાલે રાજ્ય માં પડી રહેલ અશહય ગરમીથી બચવા દક્ષિણ ગુજરાતમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ નારગોલ આવી રહ્યા છે. નારગોલના દરિયા કિનારે પ્રવાસીઓ ઠંડક અનુભવી રહ્યા છે. 

4/8
image

રાજ્યના છેવાડે આવેલ વલસાડના નારગોલ બીચ પર પર પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઇ ગઈ છે. તો હાલ સમર વેકેશનમાં નારગોલના બીચ પર ઠંડા પવન પ્રવાસીઓને મોજ કરાવી રહયા છે. રાજ્યના ગરમીના ટોર્ચરથી ત્રાસી ગયેલા લોકો મોટી સંખ્યામાં નારગોલ આવી રહયા છે. હાલમાં ઉનાળુ વેકેશન પણ ચાલુ થઈ ગયું છે ત્યારે લોકો હિલ સ્ટેશનની જગ્યાએ નજીકના પર્યટક સ્થળ પર જવાનું પસંદ કરી રહ્યા છે. જોકે ઓછા ખર્ચમાં લોકો ઠંડા વાતાવરણની મઝા નારગોલ બીચ પર માણી રહયા છે .

5/8
image

નારગોલ બીચ પર શરુના જંગલ પણ આવેલા છે. જેથી સમગ્ર દિવસ દરમિયાન બીચની બાજુમાં ઘટાદાર છાંયો રહે છે. જેથી દરિયા કિનારે આવતા ઠંડા પવનો પ્રવાસીઓને આલ્હાદક વાતાવરણ પૂરું પાડે છે. તો દરેક ઉમરના લોકો માટે આ જંગલ ફોટોગ્રાફી માટે ઉત્તમ એલ્ગલ પણ આપે છે. જેથી લોકો પોતાના કેમેરામાં આ બીચની યાદ સેલ્ફી રૂપે કેદ કરી રહયા છે.

6/8
image

નારગોલ બીચ હંમેશા શાંત વાતાવરણ અને સફેદ રેતીલા બીચ માટે હંમેશા જાણીતો રહ્યો છે. જોકે આ વર્ષ થી નારગોલ ગ્રામ પંચાયત અને વલસાડ વન વિભાગના સહકારથી નારગોલના બીચ પર ઇકો ટુરિઝમ સેન્ટર પણ બનાવાયું છે. જેના કારણે અહીં પીવાના પાણી, ટોયલેટ, ગઝીબો બાળકો માટે પ્લેઝોનની સુવિધામાં વધારો કરાયો છે. તો ગ્રામ પંચાયત પણ આ બીચની સ્વછતા માટે અથાગ પ્રયત્નો કરી રહી છે અનેક સુવિધા વધવાના કારણે અહીં આવતા પ્રવાસીઓની સંખ્યા પણ અનેક ગણી વધી છે. જેના કારણે સ્થાનિક રોજગારી પણ વધવાના કારણે ગામ લોકોમાં પણ ખુશી જોવા મળી રહી છે. 

7/8
image

જ્યા સમગ્ર દેશમાં ગરમીથી લોકો ત્રાહિમામ થઇ ગઈ છે ત્યારે પ્રવાસીઓ નારગોલના રમણીય વાતાવરણમાં સહપરિવાર પીકનીકનો આનંદ લઇ રહયા છે. રાજ્યમાં અનેક ગામોમાં દરિયા કિનારો આવેલ છે પણ નારગોલ ગામ પંચાયત ના પ્રયાસના કારણે દરિયા કિનારે ઇકો ટુરિઝમનો વિકાસ થયો છે, જેના કારણે અહીંના લોકોને રોજગારીની નવી તકો પણ મળતી થઇ છે.

8/8
image

પ્રવાસનના વિકાસની સાથે સાથે ગામ લોકોને ધંધો મળતા સ્થાનિક લોકો પણ પ્રવાસીઓને આવકારી રહયા છે અને પ્રવાસીઓ પણ નારગોલમાં દરિયા કિનારે વાતાવરણ ઠંડુ અને ખુશનુમા મળતા નજીવા ખર્ચે મોજ મસ્તી કરવાની તક મળી રહી છે. તો અહીં આવતા પ્રવાસીઓ અહી દરિયામાં નાહવાની મજા પણ લઇ રહયા છે, ત્યારે તમે પણ પહોંચી જાવ નારગોલ અને કુલ કુલ નારગોલ બીચની મોજ માણો.