દૂધ જેવી સફેદ વાછરડીના જન્મ પર ખેડૂતે તેની પેંડાથી તુલા કરી, નામ આપ્યું ‘કૃષ્ણ પ્યારી’
Banaskantha News : આપણી ભારતીય સંસ્કૃતિમાં ગાયને માતા તરીકેનો દરજ્જો મળ્યો છે. તેથી જ તે પૂજનીય ગણાય છે. આવામાં બનાસકાંઠાના ભાભરમાં ગાય માતાએ વાછરડીને જન્મ આપતા તેનું નામ કૃષ્ણ પ્યારી રાખી પેંડા તુલા કરાઈ હતી.
1/7
ભાભરના સિસોદરા ગામે લાલભાઈ માળી નામના ખેડૂતના ત્યાં ગાય માતાએ એક દૂધ જેવી સફેદ વાછરડીને જન્મ આપ્યો હતો. જેથી ખુશીના માર્યે ખેડૂત દ્વારા શ્રી ગોગ મહારાજ અને શ્રી દ્વારકાધીશ ભગવાનની માનતા સ્વરૂપે વાછરડીને ગાયના દૂધના 24 કિલો પેડાથી તોલવામાં આવી હતી.
2/7
ગૌ ભક્ત અને કથાકાર છોગારામ બાપુએ વાછરડીનું કૃષ્ણ પ્યારી નામકરણ કર્યું હતુ. ગાય માતાએ વાછરડીને જન્મ આપતા માળી પરિવારમાં ખુશી છવાઈ હતી. ખેડૂત લાલાભાઈ માળીની ગૌ પ્રત્યેના પ્રેમની ચોમેર પ્રશંસા થઈ રહી છે.
3/7
4/7
5/7
6/7
7/7
Trending Photos