ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના 10 જાણીતા સિતારાઓનું રાતોરાત પલટાયું હતું નસીબ, અમુક તો હિન્દી સિનેમામાં મચાવી રહ્યા છે ધમાલ

અમદાવાદ: છેલ્લા થોડા સમયથી ગુજરાતી ફિલ્મો આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણી નામના મેળવી રહી છે. નવેમ્બર 2019 થી નવેમ્બર 2019ની વચ્ચે ઘણી સફળ ફિલ્મો રીલીઝ થઇ. ગયા વર્ષે 70 કરતા પણ વધુ ફિલ્મો રીલીઝ થયેલી જેની સરખામણીએ આ વર્ષે ઓછી ફિલ્મો રીલીઝ થઇ પણ સફળતાનો રેશિયો વધુ રહ્યો. ઘણા નવા ફિલ્મ મેકર્સે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પગદંડો જમાવી દીધો. જેમાં એવા ગુજરાતી અભિનેતાઓએ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને અલગ જ દિશા આપી છે. આજે અમુક ગુજરાતી સ્ટાર્સ હિન્દી સિનેમાામાં જોવા મળી રહ્યા છે.

1/10
image

ગુજરાતી સિનેમાની સાથે સાથે અભિનેતા યશ સોની થિયેટરની પણ એક અજોડ પ્રતિભા છે.

2/10
image

અભિનેત્રી શ્રદ્ધા ડાંગરનું લેટેસ્ટ ગીત 'પિહારવા' સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે. તેઓ મૂળ ગુજરાતી છે. તે હેલ્લારો, મછાછું અને ઘણી પ્રખ્યાત ફિલ્મોમાં જોવા મળી છે.  

3/10
image

રૌનક કામદાર, ડી-ટાઉનનો ફેવરિટ સુપરસ્ટાર પણ દરેક આંખોમાં વસેલો ચહેરો છે.

4/10
image

પ્રતિક ગાંધી જે ગુજરાતનું ગૌરવ છે અને બોલિવૂડમાં પોતાની આગવી ઓળખ ધરાવે છે. ફિલ્મ સ્કેમ 1992માં તેની એક્ટિંગે બધાને ચોંકાવી દીધા હતા.

5/10
image

નેત્રી ત્રિવેદી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક તેજસ્વી સ્ટાર તરીકે ઉભરી આવી છે.

6/10
image

મિત્રા ગઢવી ગુજરાતના સુપરસ્ટાર પૈકીના એક છે અને તેઓ પોતાની કોમેડી માટે જાણીતા છે.  

7/10
image

મલ્હાર ઠાકર- છેલ્લો દિવસ ફિલ્મ દ્વારા દરેકના દિલ જીતી લીધા છે અને તે શ્રેષ્ઠ અભિનેતાઓમાંનો એક છે.  

8/10
image

દીક્ષા જોશી જેણે પોતાની પ્રથમ ફિલ્મ 'શુભ આરંભ'થી પોતાના શાનદાર અભિનયથી બધાને મંત્રમુગ્ધ કરી દીધા.

9/10
image

'લવ ની ભવાઈ' ફેમ આરોહી પટેલે લોકોના દિલ જીતી લીધા અને ફિલ્મ માટે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ પણ જીત્યો.

10/10
image

અભિનેત્રી અલીશા પ્રજાપતિએ 'ધુંધર'માં પોતાના શાનદાર અભિનયથી બધાને ચોંકાવી દીધા હતા.