Agriculture News: ગુજરાતીઓ ભોજનમાં લઈ રહ્યાં છે ધીમું ઝેર! જાણો તમાકુ કરતા પણ ખતરનાક છે કઈ વસ્તુ

Agriculture News: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષપદે નેત્રંગના ચાસવડ ખાતે કસ્તુરબા સેવાશ્રમ, મરોલી આશ્રમશાળામાં ધેનુ ગીર ગૌશાળા અર્પણ હૉલ તથા ઔષધ બાગના લોકાર્પણનો પ્રસંગ યોજાયો હતો. આ અવસરે  'પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ'નું  પણ આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યપાલના હસ્તે નાના અને સીમાંત ખેડૂતોને ગૌદાન પણ કરવામાં આવ્યું હતું. 'પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ'માં રાજ્યપાલએ સંબોધનને બદલે ઉપસ્થિત કૃષિકારો સાથે પારસ્પરિક સંવાદ સાધીને રાસાયણિક અને જૈવિક ખેતીને બદલે પ્રાકૃતિક કૃષિથી થતા લાભાલાભ વિશે વિશદ્ સમજ આપી હતી.

1/8
image

રાજ્યપાલએ જણાવ્યું હતું કે, રાસાયણિક ખાતરો જેવા કે ડીએપી, યુરિયા અને જંતુનાશક દવાઓના વધારે વપરાશથી રાસાયણિક ખેતી કરીને આપણે આપણી પ્રાકૃતિક કૃષિની સમતુલા ખોરવી નાખી છે. આબોહવામાં પરિવર્તન થઈ રહ્યું છે. જળવાયુ ખરાબ કરવાનું કાર્ય રાસાયણિક ખેતી કરી રહી છે. ધરતીનું તાપમાન દોઢ ડિગ્રી વધી ગયું છે. એક ડિગ્રી તાપમાન વધશે તો લાખો કરોડો ટન ખેતરમાં અનાજનું ઉત્પાદન ઓછું થઈ જશે. તેમ તેમણે કૃષિ પ્રત્યેની ચિંતા વ્યક્ત કરી હતી.

2/8
image

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જો આપણે સારૂ સ્વાસ્થ્ય જાળવવું હશે તો સારો સ્વાસ્થ્યપ્રદ ખોરાક લેવો પડશે. સ્વાસ્થ્યપ્રદ ઉત્પાદન પ્રાકૃતિક કૃષિ દ્વારા જ મળશે. જંગલમાં જે વૃક્ષો હોય છે, તેમાં તમામ પ્રકારના ખનીજતત્વો હોય છે. કુદરતી રીતે જ તેમાં તમામ પ્રકારના તત્વો ઉમેરાય છે. આ જ પ્રકારના તત્વો આપણી ખેતીમાં અને આપણા ખેત ઉત્પાદનમાં ઉમેરાય તે અંગેનું અભિયાન આપણે ચલાવી રહ્યાં છીએ. આ પ્રાકૃતિક કૃષિથી જ આપણી જમીન ઉપજાઉ બની શકશે. તેમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.

બીમારી હશે ત્યાં જ કમજોરી આવશે

3/8
image

ગુજરાતના નવ લાખ જેટલા ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળી ચૂક્યા હોવાનું જણાવી રાજયપાલએ ગુજરાતના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવીને ધરતી માતાને બચાવવાના આ મહાયજ્ઞમાં જોડાય તે માટે આહ્વાન કરતાં જણાવ્યું હતું કે, જ્યાં બીમારી હશે ત્યાં જ કમજોરી આવશે. બીમારી નબળાને જ પકડે છે. આથી આપણે આપણા ખેતરમાં જીવામૃત, ઘનજીવામૃત, નિમાસ્ત્ર, શતપર્ણી જેવા કુદરતી ઉપચારો આદરવા રાજયપાલએ પોતે  લખેલા પુસ્તકમાં પ્રાકૃતિક કૃષિની આપેલી પધ્ધતિઓને અનુસરવા ખેડૂતોને આહ્વાન કર્યું હતું.  

વૃક્ષ વાવવું એ ઈશ્વરિય કાર્ય

4/8
image

કૃષિમાં છાણિયું ખાતર વાપરવાથી નાઈટ્રોજન અને મિથેન ગેસ વધે છે. કાર્બન ડાયોક્સાઈડએ વૃક્ષોનો ખોરાક છે અને ઓક્સિજન એ આપણો ખોરાક છે ત્યારે વાતાવરણને બચાવવા માટે આપણે આપણા જન્મદિવસ કે વર્ષગાંઠના અવસરોએ એક વૃક્ષ અવશ્ય વાવવું જોઈએ અને આ વૃક્ષનું ત્રણ વર્ષ સુધી જતન સંવર્ધન થાય તે માટે કાળજી રાખવી જોઈએ. ત્યારબાદ આ વૃક્ષ આપણને તેના સમગ્ર જીવનકાળ દરમિયાન સાચવશે. વૃક્ષ વાવવું એ ઈશ્વરિય કાર્ય છે અને તેનાથી મોટી કોઈ ઈશ્વરભક્તિ નથી. તેમ જણાવી તેમણે આવનારી પેઢી માટે તે મોટો ઉપકાર હશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

દેશી ગાય આધારિત ખેતી કરવા માટે સૌ કટિબદ્ધ

5/8
image

રાજ્યપાલએ ખેડૂત ભાઈઓની ગેરસમજ દૂર કરતાં જણાવ્યું કે વધુ રાસાયણિક ખાતર વાપરવાથી વધુ ઉત્પાદન મળે છે એવી માન્યતા હશે, પરંતુ હકીકતમાં તેનાથી વિપરિત થઈ રહ્યું છે. આગામી સમયમાં સારા સ્વાસ્થ્યપ્રદ ખોરાક માટે પ્રાકૃતિક કૃષિ આધારિત ખેતી અપનાવી ખર્ચ ઘટવા સાથે ઉત્પાદકતા વધે તે માટે દેશી ગાય આધારિત ખેતી કરવા માટે સૌ કટિબદ્ધ થઈએ તે આજના સમયની નિતાંત આવશ્યકતા છે. ખેડૂતોની ગેરસમજ દૂર કરીને  ગુરુદક્ષિણામાં જિલ્લાના ખેડૂતો પાસેથી પ્રાકૃતિક ખેતી કરવાની  હિમાયત તેમણે કરી હતી.

વધી રહ્યાં છે કેન્સરના કેસો

ભારતમાં દર એક લાખની વસ્તીને 70 થી 90 જેટલા કેન્સરગ્રસ્ત દર્દીઓ જોવા મળે છે. દર વર્ષે 7 લાખ જેટલા દર્દી કેન્સરથી મૃત્યુ પામે છે.તેમણે વધુમાં ઉમેર્યુ હતું કે, ભારતમાં કેન્સરના જોવા મળતા દર્દીઓમાં પુરુષોમાં ફેફસા, પેટ અને મોઢાના કેન્સરનું પ્રમાણ જ્યારે સ્ત્રીઓમાં સ્તન, ગર્ભાશયના મુખ અને મોઢાના કેન્સરનું પ્રમાણ વધુ જોવા મળે છે. વર્ષ 2021માં GCRI ખાતે કેન્સરના 16 હજાર કરતાં વધુ કેસો નોંધાયા હતા, વર્ષ 2021ની તુલનામાં વર્ષ 2022માં કેન્સરના દર્દીઓની સંખ્યામાં સામાન્ય વધારો થયો છે.

 

ગૌ શાળામાંથી ૭૦ જેટલી ગાયો પૈકી ૫ ગાયો

6/8
image

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત જૂથો, એફપીઓ તથા મોડલ ફાર્મના ૨ જેટલા સ્ટોલની રાજ્યપાલશ્રીએ પ્રત્યક્ષ મુલાકાત લઈ અને પ્રાકૃતિક કૃષિ પેદાશો વિશેની જાણકારી મેળવી હતી. કસ્તુરબા સેવાશ્રમ, મરોલી આશ્રમશાળામાં ધેનુ ગીર ગૌશાળા અર્પણ હોલ તથા ઔષધ બાગનું લોકાર્પણ  રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી વરદહસ્તે કરાયું હતું. વધુમાં ગૌ શાળામાંથી ૭૦ જેટલી ગાયો પૈકી ૫ ગાયો પ્રતિકાત્મક રીતે ખેડૂતોને અર્પણ કરી હતી. કસ્તુરબા સેવાશ્રમ, મરોલીના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી ખુમાનસિંહ વાસિયાએ સ્વાગત પ્રવચન કરીને સંસ્થાકિય પ્રવૃત્તિની વિસ્તૃત વિગતોની જાણકારી આપી હતી.

વર્ષ 2021માં કેન્સરના દર મહિને 1,333 કેસો નોંધાયા હતા. જેની સામે વર્ષ 2022નાં 10 મહિનામાં દર મહિને કેન્સરના 1,350 દર્દીઓ નોંધાયા છે. વર્ષ 2022માં નોંધાયેલા કેન્સરના દર્દીઓમાં 7900 પુરુષ દર્દીઓ જ્યારે 5500 જેટલી મહિલા દર્દીઓનો સમાવેશ થાય છે. ચાલુ વર્ષે નોંધાયેલા કેન્સરના દર્દીઓમાં સૌથી વધુ કેસ મોઢાના કેન્સરના નોંધાયા, ત્યારબાદ બ્રેસ્ટ, જીભ, ગર્ભાશય તેમજ લંગ્સ કેન્સરના સામે આવ્યા છે. અગાઉ મોઢાના કેન્સર 30 કરતા વધુની ઉંમરના દર્દીઓમાં જોવા મળતા જે હવે 20 વર્ષના દર્દીઓમાં નોંધાવવાના કિસ્સાઓ સામે આવ્યા છે.

આશ્રમશાળા ખાતે ગાર્ડ ઓફ ઑનર

7/8
image

રાજ્યપાલનું આશ્રમશાળા ખાતે ગાર્ડ ઓફ ઑનર આપી ઉષ્માભર્યુ સ્વાગત કરાયું હતું. કાર્યક્રમમાં રાજ્યપાલ દ્વારા કુરુક્ષેત્ર ગુરુકુળમાં તેમના દ્વારા કરવામાં આવતી ખેતીની ડોક્યુમેન્ટ્રી નિદર્શિત કરવામાં આવી હતી. જિલ્લાના પ્રાકૃતિક કૃષિ કરતા કૃષિકારોએ પોતાની સફળતાની વાત આ અવસરે રજૂ કરી હતી. આ પ્રસંગે આશ્રમ શાળાના અગ્રણીઓને રાજ્યપાલશ્રી દ્વારા પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું.

૨૦૩૪૮ એકર જમીનમાં પ્રાકૃતિક ખેતી

8/8
image

આત્મા પ્રોજેકટ ભરૂચ અંતર્ગત જિલ્લાનાં દરેક તાલુકાઓમાંથી ક્લસ્ટર વાઈઝ ૫૩૧  જેટલી ગ્રામ પંચાયતમાંથી ૩૫૨૨૭ જેટલા ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. આમ, જિલ્લામાં ૨૦૩૪૮ એકર જમીનમાં પ્રાકૃતિક ખેતી થઈ રહી છે. આ ઉપરાંત જિલ્લાનાં તમામ ખેડૂતો આ પહેલ તરફ પાછા ફરે તેવા લક્ષ્યાંક સાથે અત્યાર સુધી ૨૬૧૩૮૩ જેટલા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ પણ આપવામાં આવી  છે.