Photos: આ શહેરમાં ઉજવવામાં આવે છે અજીબોગરીબ તહેવાર, છાણના લાડવા બનાવી કરે છે કંઇ આવું

ભારતના સૌથી મહત્વપૂર્ણ તહેવારોમાં દિવાળીને સૌથી વિશેષ માનવામાં આવે છે. દેશના અલગ-અલગ રાજ્યોમાં કર્ણાટક અને તમિલનાડુ (Karnataka and Tamil Nadu) ની સરહદ પર આવેલા ગુમતાપુરા ગામમાં સ્થાનિક લોકો દર વર્ષે ગાયના છાણની લડાઈ સાથે દિવાળીની પૂર્ણાહુતિ કરે છે.

ગોરહબ્બા ઉત્સવ કેવી રીતે ઉજવવામાં આવે છે?

1/5
image

આ ઉત્સવમાં ભાગ લેનારા ગામના લોકો બપોરે ગાય માલિકોના ઘરે જાય છે અને ત્યાંથી ગાયનું છાણ એકઠું કરે છે. ત્યાર બાદ ગાયના છાણને ટ્રેક્ટર દ્વારા ગામના મંદિરમાં લાવવામાં આવે છે. (Image: ANI)

પૂજા બાદ ખુલ્લા મેદાનમાં રાખવામાં આવે છે ગાયનું છાણ

2/5
image

મંદિરના પૂજારી દ્વારા છાણની પૂજા કરવામાં આવે છે અને ત્યારબાદ મોટી સંખ્યામાં એકત્ર થયેલ ગાયના છાણને ખુલ્લા મેદાનમાં રાખવામાં આવે છે. આ પછી, પુરુષો ખુલ્લા મેદાનમાં પ્રવેશ કરે છે અને એકબીજા પર છાણના ગોળા અથવા લાડુ બનાવી ફેંકવાનું શરૂ કરે છે.

આ તહેવારને દૂર-દૂરથી જોવા માટે આવે છે લોકો

3/5
image

દર વર્ષે ભારતના વિવિધ ભાગોમાંથી લોકો આ તહેવારના સાક્ષી બનવા માટે ગુમતાપુરા ગામમાં આવે છે. કહેવાય છે કે છાણની લડાઈ જોવાથી સ્વાસ્થ્ય લાભ થાય છે.

શું કહે છે સ્થાનિક ખેડૂત?

4/5
image

સ્થાનિક ખેડૂત મહેશને AFPના અહેવાલના અહેવાલથી કહ્યું, 'જો કોઈને કોઈ રોગ છે, તો તેના આ ઉત્સવમાં ભાગ લવાથી સાજો થઈ જશે.'

કોવિડમાં પણ ઉજવવામાં આવ્યો હતો 'ગોરહબ્બા ઉત્સવ'

5/5
image

કોવિડ-19 મહામારી હોવા છતાં 2020માં 'ગોરહબ્બા ઉત્સવ' ઉજવવામાં આવ્યો હતો. જો કે, સ્થાનિક સત્તાવાળાઓએ ઇવેન્ટ માટે પરવાનગી આપી હતી અને થોડી સંખ્યામાં લોકોએ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો.