કેરીના રસિયા માટે સારા સમાચાર : ગુજરાતના આ માર્કેટમાં આવી 150 બોક્સ કેસર કેરી
Kesar Mango In Market જયેશ ભોજાણી/ગોંડલ : ગોંડલ માર્કેટ યાર્ડમાં ફળોના રાજા કેસર કેરીનું આજથી આગમન થઈ ગયું છે. ગત વર્ષ કરતા આ વર્ષે 700 થી 900 સુધીના ભાવ બોલાયા છે. ગોંડલ યાર્ડમાં કેસર કેરીની એન્ટ્રીના શુકન થતા 150 બોક્સની આવક થઈ છે. જોકે, આ વર્ષે કેરી 7 થી 8 દિવસ મોડી આવી પહોંચી છે તેવુ વેપારીઓનું કહેવું છે.
મીઠી મધુર કેસર કેરીનું આગમન
રાજકોટના ગોંડલ ફ્રૂટ માર્કેટ યાર્ડમાં આજથી આરંભ થયો છે. જો કે આ વર્ષે કેસર કેરીનું આગમન ગત વર્ષ કરતા 7 થી 8 દિવસ મોડું છે. ત્યારે આજે ગોંડલ ફ્રૂટ માર્કેટ યાર્ડમાં કેસર કેરીની સિઝનના પ્રારંભ સાથે કેરીના 150 જેટલા બોક્સની આવક થવા પામી છે. અને હરાજીમાં 10 કિલો કેસર કેરીના બોક્સના રૂપિયા 1900થી લઈને 3000 સુધીના ભાવ બોલાયા છે.
કેસર કેરીની આવકમાં ગોંડલ ફ્રૂટ માર્કેટિંગ યાર્ડ અવ્વ્લ રહે છે
વેપારી કિશોર વાઘેલા જણાવ્યું હતું કે, ગોંડલ ફ્રૂટ માર્કેટિંગ યાર્ડમાં મોટા પ્રમાણમાં કેસર કેરીની આવક થતી હોય છે. આ વર્ષે પણ સીઝનના શ્રીગણેશ થયા છે ત્યારે 150 થી વધુ બોક્સની અવાક ખૂબ જ સારી કહેવાય. સાથે સાથે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ગત વર્ષે કેસર કેરી આવકમાં મોખરે રહ્યું હતું. જેનું મુખ્ય કારણ એ છે કે સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી વેપારીઓ અહીં કેસર કેરી ખરીદી કરવા આવે છે. અને ખેડૂતોને પણ પૂરતો ભાવ મળતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરી વેચવા માટે પ્રથમ પસંદગી કરતા હોય છે
કાંટાળા, તલાલા, ઉના ના જસાધાર, બાબરીયા સહીત કેસરનો પુષ્કળ પાક
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કાંટાળા, તલાલા, ઉનાના જસાધાર, બાબરીયા સહિતના પંથક માંથી ખેડૂતો અહીં કેસર કેરી વેચવા માટે અહીં આવતા હોય છે. ત્યારે આ વર્ષે પણ આગામી દિવસોમાં કેસર કેરી ની આવકમાં વધારો થશે. આ વર્ષે બજારમાં કેસર કેરીનું આગમન ભલે મોડું થયું પરંતુ કેસર કેરી ની આવક વધશે તેવું અંતમાં જણાવ્યું હતું
આજની બોણીમાં 10 કિલોના રૂ. 1900થી 3000 સુધીના ભાવ બોલાયા
ગોંડલ ફૂટ માર્કેટ યાર્ડમાં આજે પ્રથમ દિવસે ઉનાના જસાધાર અને બાબરીયાની કેસર કેરીના 150 બોક્સની આવક થવા પામી હતી. આ સાથે જ પ્રથમ દિવસે કેસર કેરીની હરાજીમાં 10 કિલો કેરીના બોક્સના ભાવ રૂપિયા 1900થી 3000 સુધીના બોલાયા હતા. પ્રથમ દિવસે જ કેસર કેરીના ખેડૂતોને શુકનના ભાવ રૂપિયા 3000 બોલાતા ખેડૂતોમાં પણ આનંદની લાગણી ફેલાઈ જવા પામી હતી.
Trending Photos