સોનું 80 હજાર નહીં લાખને અડી જશે, વિદેશથી આવી ગઈ નવી આગાહી, તક ચૂકયા તો રડશો

Gold Price Target: ગુજરાતીઓ સૌથી વધારે ભરોસો સોના પર કરે છે. ભાવ સતત વધતા જાય છે આમ છતાં સોનાની ખરીદી ઘટતી નથી. આજે પણ જવેલર્સની દુકાનમાં લાંબી લાઈનો હોય છે. સોનાની કિંમત પર સૌથી મોટી આગાહી આવી છે. સોનાના ભાવ (Gold price) રૂ. 80000 નહીં પણ આવતા વર્ષ સુધીમાં કિંમતો આના કરતા ઘણી વધી જશે. જો તમે પણ ખરીદવાની રાહ જોઈ રહયા હો તો મોકો ચૂકતા નહીં. 

1/6
image

Gold Price Target: એક સમયે 20થી 25 હજારનો ભાવ થોડા જ વર્ષોમાં 3 ગણો થઈ ગયો છે. બેન્ક ઓફ અમેરિકાએ (Bank Of America) આવતા વર્ષ સુધી સોનાની કિંમત પર ચોંકાવનારો ટાર્ગેટ આપ્યો છે. ફર્મના વ્યૂહરચનાકારોએ જણાવ્યું હતું કે 2025 સુધીમાં સોનાની કિંમત (Gold price) $3000 પ્રતિ ઔંસ સુધી પહોંચી શકે છે.  

2/6
image

જો સોનામાં રોકાણ કરવા માગો છો તો તમારે એ જાણવું જરૂરી છે કે એક વર્ષમાં સોનું (Gold price) કેટલા ટકા રિટર્ન આપી શકે છે. ખરેખર વળતરની દ્રષ્ટિએ જોઈએ તો સોનું દરેક એસેટ ક્લાસમાં ટોચ પર છે. ખાસ વાત એ છે કે ખરાબ સમયમાં જ્યાં શેર અને પ્રોપર્ટીના ભાવ (Property price) ઘટે છે ત્યારે સોનાની ચમક ઓછી થતી નથી. એટલે જ ગુજરાતીઓ  (Gujarati) સોના પર વધારે ભરોસો કરે છે. અત્યારે સોનાની કિંમત 71000 રૂપિયાની ઉપર ટ્રેડ થઈ રહી છે. ઘણા અહેવાલોમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે સોનું ફરી 75000ના સ્તરને સ્પર્શશે, જ્યારે કેટલાક કહી રહ્યા છે કે ભાવ 80000 સુધી જશે. હવે સોનાના ભાવને લઈને વધુ એક મોટો અંદાજ સામે આવ્યો છે.

3/6
image

બેન્ક ઓફ અમેરિકાના (Bank Of America) વ્યૂહરચનાકારે સોનાના ભાવને લઈને મોટો અંદાજ લગાવ્યો છે. તેમણે કહ્યું કે આવતા વર્ષ સુધીમાં આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમત $3000 પ્રતિ ઔંસ સુધી પહોંચી જશે. ચાલો તમને જણાવીએ કે આવી સ્થિતિમાં ભારતમાં 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત શું હશે?

સોના પર બેન્ક ઓફ અમેરિકાની મોટી આગાહી

4/6
image

બેન્ક ઓફ અમેરિકાની કોમોડિટી ટીમે 2023 સુધી સોના (Gold price) પર તેજીનું વલણ જાળવી રાખ્યું છે. હવે એવો અંદાજ છે કે 2025 સુધીમાં કિંમત $3,000 પ્રતિ ઔંસ સુધી પહોંચી શકે છે. આ વર્ષે અત્યાર સુધીમાં સોનાના ભાવમાં 21 ટકાનો વધારો થયો છે. સોનાના ભાવમાં હજુ પણ વધારો થવાની પૂરી સંભાવના હોવાનું બેન્ક જણાવી રહી છે. જો સોનાની કિંમત $3000 પ્રતિ ઔંસ થાય તો ભારતમાં સોનાની કિંમત 90,000 રૂપિયા સુધી જઈ શકે છે.  

સોનામાં વધુ એક યુએસ ફર્મનો તેજીનો અંદાજ

5/6
image

બેન્ક ઓફ અમેરિકા (Bank Of America) પહેલા આંતરરાષ્ટ્રીય રોકાણ ફર્મ ગોલ્ડમેન સૅક્સે ( goldman sachs )પણ કહ્યું હતું કે આગામી સમયમાં સોનાના ભાવ ટૂંક સમયમાં વધવાના છે, તેથી રોકાણકારોએ આ કિંમતી ધાતુમાં વિશ્વાસ જાળવી રાખવો જોઈએ. ગોલ્ડમૅન સૅક્સનું માનવું છે કે 2025ની શરૂઆતમાં સોનાના ભાવ 2,700 ડૉલર પ્રતિ ઔંસ સુધી પહોંચી શકે છે. આવી સ્થિતિમાં ભારતમાં સોનાની કિંમત 81000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ જશે.

6/6
image

(Disclaimer: સોનાની કિંમત અંગેનો આ અંદાજ બ્રોકરેજ ફર્મનો પોતાનો અભિપ્રાય છે. રોકાણ કરતાં પહેલાં કૃપા કરીને પ્રમાણિત રોકાણ સલાહકારની સલાહ લો.)