Gold Price Today: 2 મહિનાના નીચલા સ્તરે પહોંચ્યું સોનું! જાણો કેમ નિકળી ગઇ હવા

Gold Price Today 10 June: : આંતરરાષ્ટ્રીય બજારમાં મોટા ઘટાડા વચ્ચે ભારતીય વાયદા બજારમાં પણ સોનું આજે 360 રૂપિયાથી વધુના ઘટાડા સાથે 70,989 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ચાલી રહ્યું છે. ચાંદીમાં તેજી યથાવત છે. હા એ પણ 90,000 ની નીચે જરૂર આવી ગઇ છે. 

સોનું ધડામ થઇ ગયું છે

1/8
image

Gold Silver Price Today:  શેર બજારમાં જ્યાં નવા રેકોર્ડ બનતા જોવા મળે છે, તો બીજી તરફ કોમોડિટી બજારમાં જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે. સોનું તો સતત બીજા દિવસે તૂટતું જોવા મળી રહ્યું છે. સોનું ધડામ થઇ ગયું છે. સોમવારે પણ અહીં ઘટાડો નોંધાયો હતો. આંતરાષ્ટ્રીય બજારમાં મોટા ઘટાડા વચ્ચે ભારતીય વાયદા બજારમાં સોનું આજે 360 રૂપિયાથી વધુના ઘટાડાને લઇને 70,989 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ચાલી રહ્યું છે. 

શુક્રવારની સ્થિતિ

2/8
image

શુક્રવારે આ 71,353 પર બંધ થયું હતું. તમને જણાવી દઇએ કે શુક્રવારે કોમેક્સ પર સોનું 80 ડોલર પર સરકી ગયું હતું. તો બીજી તરફ MCX પર સોનું બે મહિનામાં પહેલીવાર 71 હજારની નીચે આવી ગયું છે. 

ચાંદીના ભાવમાં તેજી યથાવત

3/8
image

જોકે ચાંદીમાં તેજી યથાવત હોવા છતાં 90,000 ની નીચે જરૂર આવી ગઇ છે.  MCX પર ચાંદી 393 રૂપિયાની તેજી સાથે 89,482 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ચાલી રહી હતી. શુક્રવારે આ 89,089 પર બંધ થઇ હતી. શુક્રવારે ચાંદીમાં પણ મોટો ઘટાડો નોધાયો હતો. સિલ્વર શુક્રવારે 6% તૂટીને લગભગ 4 અઠવાડિયાના નીચલા સ્તર પર આવી ગઇ હતી. 

ગ્લોબલ બજારમાં મોટો ઘટાડો, શું છે કારણ?

4/8
image

ગ્લોબલ બજારમાં સોનામાં 3 ટકાનો જંગી ઘટાડો જોવા મળ્યો હતો. ડૉલર ઇન્ડેક્સમાં તીવ્ર રિકવરીને કારણે સોનું ઘટીને 1 મહિનાના સૌથી નીચા સ્તરે પહોંચી ગયું છે. ઈન્ડેક્સ 105ની સપાટીએ પહોંચી ગયો હતો.

ડૉલર ઇન્ડેક્સમાં વધારો થવા પાછળનું કારણ અમેરિકામાં અપેક્ષિત જોબ ડેટા કરતાં વધુ મજબૂત હતું. તેના કારણે અમેરિકામાં વ્યાજદરમાં ઘટાડો થવાની આશા વધુ ધૂંધળી થઈ ગઈ છે.  ચીન દ્વારા સોનાની ખરીદી પર લાદવામાં આવેલા પ્રતિબંધથી પણ બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. જોકે ચીનની સેન્ટ્રલ બેંક સતત 18 મહિનાથી સોનું ખરીદી રહી છે, પરંતુ મે મહિનામાં તેના પર બ્રેક લગાવી દીધી છે. તેમની ખરીદીને કારણે સોનાના ભાવમાં તેજી જોવા મળી હતી, પરંતુ પ્રતિબંધને કારણે ભાવમાં ઘટાડો થયો હતો.

બુલિયન માર્કેટમાં સોનું થયું મોંઘુ

5/8
image

આંતરરાષ્ટ્રીય બજારના સારા સંકેતો વચ્ચે દિલ્હીના બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં સારો ઉછાળો જોવા મળ્યો છે. ગુરુવારે સોનું રૂ. 680 અને ચાંદી રૂ. 1,400 વધી હતી. સોનું રૂ. 680 વધીને રૂ. 73,500 પ્રતિ 10 ગ્રામ થયું હતું. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં સોનું 72,820 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. ચાંદીની કિંમત પણ 1,400 રૂપિયા વધીને 93,300 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં તે રૂ. 91,900 પ્રતિ કિલોગ્રામ પર બંધ થયો હતો.

કેવી રીતે જાણો સોનાની શુદ્ધતા

6/8
image

ISO (Indian Standard Organization) દ્વારા સોનાની શુદ્ધતા જાણવા માટે હોલ માર્ક આપવામાં આવે છે. 24 કેરેટ સોનાના આભૂષણ પર 999, 23 કેરેટ પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ પર 750 લખેલું હોય છે. મોટાભાગે સોનું 22 કેરેટમાં વેચાય છે, તો બીજી તરફ લોકો 18 કેરેટનો ઉપયોગ પણ કરે છે. કેરેટ 24 થી વધુ હોતા નથી, અને જેટલા વધુ કેરેટ હશે, સોનું એટલું જ શુદ્ધ કહેવાય છે. આમ તમે કેરેટના આધારે સોનાની શુદ્ધતાને તપાસી શકો છો.   

જાણો 22 અને 24 કેરેટ વચ્ચે શું તફાવત છે?

7/8
image

24 કેરેટ સોનું 99.9% શુદ્ધ અને 22 કેરેટ સોનું લગભગ 91% શુદ્ધ છે. 22 કેરેટ સોનામાં તાંબુ, ચાંદી, જસત જેવી 9% અન્ય ધાતુઓનું મિશ્રણ કરીને જ્વેલરી તૈયાર કરવામાં આવે છે.

24 કેરેટ સોનું શાનદાર હોય છે, તેના દાગીના બનાવી શકાતા નથી. તેથી જ મોટાભાગના દુકાનદારો 22 કેરેટમાં સોનું વેચે છે. જેમાં ગ્રાહકોને પણ ફાયદો થાય છે. 

મિસ્ડ કોલથી જાણો કિંમત

8/8
image

22 કેરેટ અને 18 કેરેટ સોનાના દાગીનાના છૂટક દરો જાણવા માટે તમે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડા સમયની અંદર એસએમએસ દ્વારા દરો ઉપલબ્ધ થશે. આ ઉપરાંત, સતત અપડેટ્સ વિશેની માહિતી માટે, તમે www.ibja.co અથવા ibjarates.com ની મુલાકાત લઈ શકો છો.