શું ગર્લફ્રેન્ડ કરાવે છે ખર્ચો? ફટાફટ ખરીદો AI GF; જોવામાં એકદમ સ્વરૂપવાન, થઈ જશે પ્રેમ, તમે કહેશો એ કામ કરશે

શું તમે એક એવા મિત્ર ઈચ્છો છો જે ક્યારે તમને એકલા ના છોડે? અમેરિકાની એક કંપનીએ એવો જ રોબોર્ટ બનાવ્યો છે જેનું નામ આરિયા છે. આરિયા એક AI રોબોર્ટ છે, જે માણસોની જેમ વાતચીત કરે છે અને ભાવનાઓ પણ વ્યક્ત કરે છે. તે તમારા ચહેરાના ભાવોની કોપી પણ કરી શકે છે અને તમારી વાતોને સાંભળીને જવાબ પણ આપી શકે છે. કંપનીનો દાવો છે કે આરિયા તમારા જીવનનું એક મહત્વપૂર્ણ ભાગ બની શકે છે. પરંતુ આ રોબોર્ટને ખરીદવા માટે તમારે મોટો ખર્ચ કરવો પડશે, તેની કિંમત આશરે 1.5 કરોડ રૂપિયા છે...
 

AI Robot Girlfriend Aria

1/5
image

તમે તમારી પસંદ અનુસાર આરિયાના રૂપને બદલી શકો છો. તમે માત્ર તેનો ચહેરો જ બદલી શકો એવું નથી પરંતુ તેના વાળનો રંગ અને સ્ટાઈલ પણ બદલી શકો છો. આ રોબોર્ટ પુરી રીતે તમારા અનુકૂળ માટે છે. એખ એક્સ યૂઝરે આરિયાનો વીડિયો શેર કરતા લખ્યું કે, 'આરિયાને મળો- મહિલા રોબોર્ટ સાથી'

CES માં દેખાડવામાં આવી

2/5
image

જ્યારે આરિયાને પુછવામાં આવ્યું કે તેમની દિલચસ્પી કઈ ચીજમાં છે તો તેણે કહ્યું કે તે ટેસ્લાના ઓપ્ટિમસ રોબોર્ટને મળવા માંગે છે. કંપનીના CEOનું કહેવું છે કે તે એક એવો રોબોર્ટ બનાવવા માંગે છે જે માણસો જેવો હોય. આ રોબોર્ટને કંજ્યૂમર ઈલેક્ટ્રોનિક શો 2025 (CES 2025) માં રજૂ કરવામાં આવ્યો છે.

અંદર લાગી છે 17 મોટર્સ

3/5
image

આ રોબોર્ટમાં 17 મોટર્સ લાગેલી છે, જેના કારણે તે માણસોની જેમ મોઢું અને આંખો હલાવી શકે છે. આ રીતે તે માણસોની જેમ ભાવ દેખાડી શકે છે. તેની ડિઝાઈનમાં RFID ટેગ્સ લાગેલા છે, જેની મદદથી તે પોતાના રૂપમાં થનાર ફેરફારોને ઓળખી શકે છે અને પોતાની જાતને ઈચ્છાનુસાર બદલી પણ શકે છે.

3 ડિઝાઈન અને કિમત પણ અલગ અલગ

4/5
image

રિયલબોટિક્સ કંપનીએ આરિયાના ત્રણ અલગ અલગ રીતે બનાવવામાં આવી છે. પહેલો ભાગ માત્ર માથું અને ગર્દન છે, તેની કિંમત 10,000 ડોલર છે. બીજો ભાગ થોડો મોટો છે અને તેની કિંમત 150,000 ડોલર છે. ત્રીજો ભાગ સૌથી મોટો છે, તેમાં આર્યા ઉભી રહી શકે છે અને ફરી પણ શરે છે, તેની કિંમત 175,000 ડોલર છે.

સોશિયલ મીડિયા પર મળી રહી છે ઘણા રિએક્શન્સ

5/5
image

જ્યારે આરિયાને લોકોની સામે લાવવામાં આવી છે, ત્યારે સોશિયલ મીડિયા પર લોકો  તેના વિશે ખુબ વાત કરી રહ્યા છે. એક વીડિયોમાં આર્યા બિલકુલ અસલી માણસની જેમ ભાવ દેખાડી રહી હતી, જેણે જોઈને લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. અમુક લોકો તેણે ખુબ સારું માની રહ્યા છે, પરંતુ અમુક લોકો તેણે થોડી ડરામણી પણ માની રહ્યા છે.