બાંગ્લાદેશથી નોકરી માટે આવેલી સગીરા કેવી રીતે બની ગઇ Sex Worker, જાણો આપવિતી

ઉમેશ પટેલ, વલસાડ: દેશના પડોશમાં આવેલા બાંગ્લાદેશ (Bangladesh) માંથી એક સગીરાને સારી નોકરી (Job) અપાવવાની લાલચ આપી અને ભારત (India) માં લાવવામાં આવી હતી. ત્યારબાદ તેને વાપી (Vapi) અને મુંબઇ (Mumbai) સહિત દેશના અન્ય રાજ્યોમાં નોકરીના બહાને ફેરવી અને તે સગીર બાળકી દ્વારા દેહ વેપાર કરાવવાનો એક ચોંકાવનારો કિસ્સો વલસાડ (Valsad) માં પ્રકાશમાં આવ્યો છે. વલસાડ જિલ્લાના બાળ સુરક્ષા એકમના એકમ અને બાળ સુરક્ષા વિભાગ દ્વારા અત્યારે બાળકીને કબજો લઇ અને તેનું કાન્સિલિંગ શરૂ કરવામાં આવ્યું છે. 

1/6
image

બનાવની વિગત એવી વાત કરીએ તો બે દિવસ અગાઉ વલસાડની સિવિલ હોસ્પિટલમાં સારવાર કરાવવા આવેલી એક અજાણી મહિલા સાથે એક બાળક અને એક સગીરા શંકાસ્પદ હાલતમાં મળી આવી હતી. આ અંગે હોસ્પિટલ દ્વારા બાળકી સબંધિત વિભાગને સપર્ક કરતા મહિલા પાસેથી બાળકીનો કબજો લેવામાં આવ્યો હતો. અત્યારે આ સગીર બાળકીનો વલસાડ જિલ્લા બાળ સુરક્ષા વિભાગએ કબજો લીધો હતો. બાળકીને વિશ્વાસમાં લઈ પૂછપરછ કરતા ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. - (પ્રતિકાત્મક તસવીર)

2/6
image

જે મુજબ પડોશી દેશ બાંગ્લાદેશના ઢાકામાં રહેતી આ 16 વર્ષીય સગીરાને ડિસેમ્બર મહિનામાં રૂમાં ઈસ્માઈલ અન્સારી નામની એક બાંગ્લાદેશી મહિલા સગીર બાળકીને સારી નોકરી અપાવવાના બહાને બાંગ્લાદેશની બોર્ડર પરથી ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરાવી અને ભારત લાવી હતી. ત્યારબાદ બાળકીને મુંબઈના નાલાસોપારા વિસ્તારમાં રાખવામાં આવી હતી.- (પ્રતિકાત્મક તસવીર)

3/6
image

તેને અહીંયા ભારત લાગ્યા બાદ સગીર બાળકીને બળજબરી પૂર્વક દેહ વ્યાપારના ધંધામાં ધકેલી દેવામાં આવી હતી અને બાળકીને મુંબઈ મુંબઈના નાલાસોપારા સહિતના વિવિધ વિસ્તારોમાં દેહ વ્યાપાર શરૂ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ બાળકીને વાપી લાવવામાં આવી હતી અને અહી પણ તેની પાસે થી દેહવ્યાપાર કરાવવામાં આવી રહ્યો હતો. વાપી લાવ્યા બાદ પણ આ બાળકીને જયપુરથી મુંબઈ સહિત દેશના અન્ય વિસ્તારોમાં પણ દેહ વ્યાપાર કરાવાવ ફેરવવા માં આવી હતી. - (પ્રતિકાત્મક તસવીર)

4/6
image

જોકે જે મહિલા બાળકીને દેહ વ્યાપાર કરવા માટે લઈને ફરી રહી  હતી એ મહિલા વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર કરાવવા આવતા હોસ્પિટલમાં આ મહિલાની સાથે રહેલી આ સગીર બાળકી અંગે શંકા જતા આ સમગ્ર મામલો બહાર આવ્યો હતો. અત્યારે બાળકી વલસાડ બાળ સુરક્ષા વિભાગના કબજામાં છે અને બાળકીનું કાઉન્સિલીંગ કરવામાં આવી રહ્યું છે. - (પ્રતિકાત્મક તસવીર)

5/6
image

કાઉન્સિલિંગ કમિટી સમક્ષ બાળકીએ તેને પોતાના વતનમાં બાંગ્લાદેશ પરત મોકલી આપવાની માંગ કરી છે. આથી અત્યારે વલસાડ બાળ સુરક્ષા વિભાગ દ્વારા બાળકીને નિયમ પ્રમાણે ચાઈલ્ડ હોમમાં મુકવાની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ પોલીસનો પણ સંપર્ક કરી અને બાળકીના વાલી વારસો અંગે બાંગ્લાદેશમાં તપાસ શરૂ કરવાની પણ તજવીજ હાથ ધરી છે. આમ આ બાળકી પોતાના કાઉન્સિલિંગ વખતે પોતાની સાથે થઈ રહેલી બળજબરી અને બળજબરી સહિત પીડાની વાત કરી હતી. - (પ્રતિકાત્મક તસવીર)

6/6
image

આથી બાળ સુરક્ષા વિભાગ દ્વારા પણ હવે આ બાબતને ગંભીરતાથી લઈને બાળકીને સુરક્ષા આપવાની સાથે પોલીસનો પણ સંપર્ક કરી અને તેને પરત તેના વતન મુકવા માટે પણ જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. જોકે અત્યારે તો બાકી સુરક્ષિત હાથોમાં છે. પરંતુ તેને ગેરકાયદેસર રીતે બળજબરીપૂર્વક દેહવ્યાપારમાં ધકેલનાર અને અત્યારે વલસાડ સિવિલ હોસ્પિટલ સારવાર લઈ રહેલી મુસ્લિમ મહિલા સહિત અન્ય  લોકોને ઝડપી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે.- (પ્રતિકાત્મક તસવીર)