Insects: ભેજના કારણે ચોખા, દાળ કે ઘઉંમાં પડેલી જીવાત કાઢવા ટ્રાય કરો આ 5 માંથી કોઈ 1 ઉપાય, અનાજ તુરંત સાફ થઈ જશે

Get Rid of Grain Bugs: વરસાદી વાતાવરણના ભેજના કારણે ઘણીવાર સ્ટોર કરેલા અનાજ, મસાલા અને દાળમાં ધનેડા અને અન્ય જીવાત થઈ જાય છે. ભેજના કારણે રસોડાનો સામાન ઝડપથી ખરાબ થઈ જાય છે. સૌથી વધારે તો ઘઉં, દાળ, ચોખા, રવા, મેંદા, મસાલા સહિતની સામાગ્રીમાં જીવાત થવા લાગે છે. જો તમારી સાથે પણ આવું થતું હોય તો આજે તમને 6 એવી ટ્રીક જણાવીએ જેને અપનાવશો તો આખું વર્ષ સ્ટોર કરેલી વસ્તુઓ જંતુમુક્ત રહેશે.

હળદર 

1/6
image

દાળ કે ચોખામાં ધનેડા થઈ જાય તો તેમાં આખી હળદરની 4-5 ગાંઠ ડબ્બામાં રાખી દેવી જોઈએ. હળદરની તીવ્ર ગંધથી દાળ, ચોખામાંથી ધનેડા દૂર થઈ જાય છે. 

લસણ 

2/6
image

ભેજના કારણે અનાજ અને દાળ ચોખામાં ધનેડા કે જીવાત થઈ હોય તો તેમાં લસણ અને મૂકી શકાય છે. લસણ રાખવાથી પણ જીવજંતુઓ સાફ થઈ જાય છે. 

તડકામાં શેકો

3/6
image

વરસાદ પછી જ્યારે તડકો નીકળે ત્યારે દાળ, મસાલા, ચોખા સહિતની વસ્તુઓને તડકામાં રાખવી જોઈએ. તેનાથી ભેજ દૂર થઈ જશે અને જો જીવાત થઈ હશે તો તે પણ નીકળી જશે. 

લીમડાના પાન 

4/6
image

લોટ, રવો, મસાલા વગેરે વસ્તુઓને એર ટાઈટ ડબ્બામાં રાખો અને તેમાં કડવા લીમડાના સુકાયેલા પાન મૂકી દેવા. 

કપૂર 

5/6
image

અનાજમાંથી ધનેડા સહિતના જંતુઓને દૂર રાખવા હોય તો એક કાગળમાં કપૂર બાંધીને તેની પોટલી બનાવી અનાજમાં રાખી દો. કપૂરની સુગંધથી જીવજંતુ હોય તો પણ નીકળી જશે અને અનાજમાં જંતુ પડશે પણ નહીં.

6/6
image