Photo: દેશની એકમાત્ર જગ્યા, જ્યાં ટામેટાના ભાવમાં મળે છે બદામ, 100 રૂપિયામાં બેગ ભરાઈ જશે

ડોક્ટર તે પણ માને છે કે બદામ ખાવાથી ન માત્ર યાદશક્તિ મજબૂત બને છે પરંતુ સ્વાસ્થ્ય માટે પણ બદામનું સેવન સારૂ માનવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે હજાર રૂપિયાની કિલો મળનાર બદામ એક જગ્યાએ સસ્તી પણ મળે છે. દેશની એકમાત્ર જગ્યા જ્યાં બદામ ટામેટાથી પણ સસ્તી મળે છે. 

આંખ માટે સારી હોય છે બદામ

1/6
image

આજની ભાગદોડ ભરેલા જીવનમાં લોકો ખાનપાન પર ખુબ ઓછું ધ્યાન આપે છે. તેથી લોકો આંખની રોશની અને યાદશક્તિ ઘટી જવાની સમસ્યાનો સામનો કરે છે. એટલે જ હેલ્થ એક્સપર્ટ બદામ ખવાની સલાહ આપે છે. તેમાં રહેલા તત્વ મગજ અને આંખોની નસોને મજબૂત બનાવવાનું કામ કરે છે. 

મોંઘી બદામ બધા માટે ખરીદવી મુશ્કેલ

2/6
image

ભારતમાં બદામની કિંમત સામાન્ય રીતે 800થી 1000 રૂપિયા કિલો છે, જેને બધા લોકો ખરીદી શકતા નથી. તેવામાં લોકો ઈચ્છા હોવા છતાં સૂકા મેવાનું સેવન કરી શકતા નથી. પરંતુ આજે અમે તમને જણાવી રહ્યાં છીએ જે જાણી તમે ખુશ થઈ જશો.

ટામેટાથી ઓછી કિંમતમાં બદામ

3/6
image

તમે જાણીને ચોંકી જશો કે ભારતમાં એક એવી જગ્યા છે, જ્યાં પર તમે ટામેટાથી ઓછી કિંમતમાં બદામ ખરીદી શકો છો. દેશમાં ટામેટાના ભાવ 80-100 રૂપિયા કિલો પહોંચી ગયા છે. તેવામાં સસ્તી બદામ ખરેખર ચોંકાવનારૂ લાગે છે. 

સૌથી સસ્તી બદામ કયાં મળે છે?

4/6
image

હકીકતમાં દેશમાં સૌથી સસ્તા ડ્રાઈ ફ્રૂટ્સ ઝારખંડ રાજ્યમાં મળે છે. ત્યાંના જામતાડા જિલ્લામાં બદામના ઝાડ મોટી માત્રામાં છે, જેમાં દર વર્ષે હજારો ટન બદામ ઉગે છે. માંગની તુલનામાં સપ્લાય ઓછી હોવાને કારણે સસ્તા ભાવમાં મળી જાય છે.

સસ્તી બદામનું કારણ

5/6
image

હકીકતમાં જામતાડામાં જ્યાં બદામનું ઉત્પાદન થાય છે ત્યાં આસપાસ વધુ પ્રોસેસિંગ પ્લાન્ટ નથી, જ્યાં તે બદામને સૂકવી સુરક્ષિત રાખી શકે. તેવામાં તેણે તત્કાલ બદામ વેચવી મજબૂરી હોય છે.

કઈ રીતે વેંચાઈ છે બદામ?

6/6
image

કહેવામાં આવે છે કે જામતાડામાં બદામ તે રીતે વેચાઈ છે, જેમ અન્ય શહેરોમાં રસ્તા પર શાકભાજી વેચવામાં આવે છે. જ્યાં અનેક જગ્યાએ રસ્તા પર બેસી લોકો બદામ અને કાજુ વેચે છે. જેની કિંમત 45-50 રૂપિયા આસપાસ હોય છે.