અનંત-રાધિકાના લગ્ન બાદ આ શું? ગણેશ ઉત્સવમાં મોટી વહુ શ્લોકાને જોઈને બધા ચોંકી ગયા, Photos

અંબાણી પરિવારમાં જશ્ન હોય અને તેમના ફેશનની ચર્ચા નહોય તે માનવું મુશ્કેલ છે. 7 તારીખે અંબાણી પરિવારે એન્ટિલીયામાં ગણપતિ બાપ્પાનું સ્વાગત કર્યું. અંબાણી પરિવારના જશ્નમાં નીતા અંબાણીથી લઈને તેમની બંને વહુઓના લૂક સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ છે. 

1/7
image

અંબાણી પરિવારમાં જશ્ન હોય અને તેમના ફેશનની ચર્ચા નહોય તે માનવું મુશ્કેલ છે. 7 તારીખે અંબાણી પરિવારે એન્ટિલીયામાં ગણપતિ બાપ્પાનું સ્વાગત કર્યું. અંબાણી પરિવારના જશ્નમાં નીતા અંબાણીથી લઈને તેમની બંને વહુઓના લૂક સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ છે. 

2/7
image

અંબાણી પરિવારના જશ્નમાં નીતા અંબાણીથી લઈને તેમની બંને વહુઓના લૂક સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ છે. 

3/7
image

સોશિયલ મીડિયા પર સામે આવેલી તસવીરોમાં અંબાણી વહુઓના બે લૂક સામે આવ્યા છે. જ્યાં બંને લૂકમાં શ્લોકા ખુબ જ સિંપલ જોવા મળી જ્યારે નાની વહુ રાધિકાનો રોયલ અંદાજ નજરે ચડ્યો. શ્લોકાની વાત કરીએ તો એન્ટિલીયા ચા રાજાના સ્વાગત દરમિયાન અંબાણીની મોટી વહુ ગોલ્ડન કલરના કૂર્તા અને શરારામાં જોવા મળી.   

4/7
image

શ્લોકાના કૂર્તા પર ગોલ્ડન વર્ક હતું અને તેણે  લૂકને કમ્પલિટ કરવા માટે કાનમાં ઈયરિંગ્સ અને હાથમાં કડા પહેર્યા હતા. તેણે પોતાના વાળ ખુલ્લા રાખ્યા હતા અને તેનો નો મેકઅપ લૂક નજરે ચડ્યો હતો. 

5/7
image

જ્યારે રાધિકાનો પિંક  કલરનો વાઈબ્રન્ટ કૂર્તો અને શરારા સેટ એકદમ શાનદાર લાગતો હતો. જેના પર ગોલ્ડન વર્ક હતું. રાધિકાએ સાથે કુંદનના જડતરના હાર અને ઈયરિંગ્સ તથા કડા પહેર્યા હતા. આ તેના લૂકને રોયલ બનાવવાનું કામ કરતા હતા.   

6/7
image

બીજા લૂકમાં શ્લોકા સિલ્કની લાઈટ યલ્લો કલરની સાડીમાં જોવા મળી. તેની સાથે તેણે લાઈટ પિંક કલરનું બ્લાઉઝ પહેર્યું હતું. ખુલ્લા વાળ, જડતરનો કુંદન હાર, ઈયરિંગ્સ, કડા અને બાજુબંધ સાથે શ્લોકા સુંદર લાગી.તેણે લૂકને કમ્પલિટ કરવા માટે નાનકડી બિંદી કરી હતી. 

7/7
image

બીજી બાજુ અંબાણી પરિવારની નાની વહુ રાધિકા એકદમ કલરફૂલ સિલ્કની સાડીમાં જોવા મળી. તેણે પોતાના લૂકને કમ્પ્લિટ કરવા માટે ડાયમંડ અને રૂબીનો સેટ અને મેચિંગ ઈયરિંગ્સ પહેર્યા હતા. આ સાથે ગળામાં મંગળસૂત્ર પહેર્યું હતું. રાધિકાનો સેટલ મેકઅપ તેના લૂકને જચી રહ્યો હતો.