પૂજ્ય બાપુને ગુજરાતના નવા મુખ્યમંત્રીના નમન... જુઓ પોરબંદરથી ખાસ તસવીરો
સર્વધર્મ પ્રાથના સભા કાર્યક્રમમાં દર વર્ષની પરંપરા મુજબ રાજ્યના મુખ્યપ્રધાને હાજરી આપી
અજય શીલુ/પોરબંદર :આજે 2જી ઓક્ટોબર એટલે કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જયંતી (Gandhi Jayanti) છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આજે 152મી જન્મ જયંતી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધી જયંતિ અવસરે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મસ્થળ પોરબંદરના કીર્તિ મંદિરમાં આયોજિત પ્રાર્થના સભામાં સહભાગી થયા હતા. મુખ્યમંત્રી (bhupendra patel) એ આ વેળાએ કીર્તિ મંદિરની મુલાકાત લઈ પૂજ્ય બાપુને ભાવ સભર અંજલિ આપી હતી અને કૃતજ્ઞતા વ્યકત કરી હતી.
પોરબંદરમાં બાપુના જન્મ સ્થળ કિર્તીમંદિર ખાતે સર્વધર્મ પ્રાર્થના સભા યોજાઈ હતી. સર્વધર્મ પ્રાથના સભા કાર્યક્રમમાં દર વર્ષની પરંપરા મુજબ રાજ્યના મુખ્યપ્રધાને હાજરી આપી હતી. તેમણે વહેલી સવારે સૌથી પહેલા ગાંધીજી તેમજ કસ્તુરબાના તૈલીય ચિત્રને પુષ્પાંજલિ અર્પી હતી.
મુખ્યમંત્રી સાથે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલ,પ્રસિદ્ધ ભાગવત કથાકાર અને સાંદિપની ગુરુકુળના સ્થાપક પૂજ્ય રમેશભાઈ ઓઝા, સાંસદ રામભાઈ મોકરિયા, રમેશભાઈ તેમજ ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા અને અગ્રણીઓ તેમજ જિલ્લા વહીવટી તંત્ર ના અધિકારીઓ પણ પ્રાર્થના સભામાં જોડાયા હતા અને પૂજ્ય બાપુને ભાવાંજલિ આપી હતી.
Trending Photos