Celebrities Love Story: ઋત્વિકથી અરબાઝ સુધી આ બોલીવુડ સ્ટાર્સ છૂટાછેડા પછી ફરીથી પડ્યા પ્રેમમાં, કોઈએ કર્યા લગ્ન તો કોઈ કરે છે ડેટ

Celebrities Love Story: બોલિવૂડમાં ઘણા એવા સ્ટાર્સ છે જેમણે વર્ષોના લગ્નજીવન પછી છૂટાછેડા લીધા હોય અને પછી ફરીથી તેમને સાચો પ્રેમ મળ્યો હોય. ઋત્વિક રોશન, અરબાઝ ખાન, ફરહાન અખ્તર, અર્જુન રામપાલ એવા ઘણા સ્ટાર્સ છે જેમણે લગ્નના ઘણા વર્ષો પછી પત્નીથી છૂટાછેડા લીધા છે અને છૂટાછેડા પછી ફરીથી તેઓ પ્રેમમાં પડ્યા.

ઋત્વિક રોશન-સબા આઝાદ

1/7
image

બોલિવૂડ સ્ટાર્સ ઋત્વિક રોશન અને સુઝૈન ખાને લગ્નના 13 વર્ષ બાદ 2013માં અલગ થવાનો નિર્ણય લીધો. ઋત્વિક રોશન અને સુઝેનના પ્રેમ લગ્ન 2000 માં થયા હતા અને બંનેને બે પુત્રો છે. છૂટાછેડા પછી હવે ઋત્વિક રોશન અને સુઝેન બંનેને પ્રેમ મળી ગયો છે. ઋત્વિક રોશન અભિનેત્રી સબા આઝાદને ડેટ કરી રહ્યો છે.  

અરબાઝ ખાન-સુરા ખાન

2/7
image

અરબાઝ ખાન અને મલાઈકા અરોરાએ 1998માં લગ્ન કર્યા હતા. 19 વર્ષ સુધી લગ્ન કર્યા બાદ બંનેએ 2016માં અલગ થવાનો નિર્ણય લીધો હતો. અરબાઝ અને મલાઈકાએ મે 2017માં છૂટાછેડા લીધા હતા. અરબાઝ-મલાઈકાને એક પુત્ર અરહાન ખાન છે. છૂટાછેડાના ઘણા વર્ષો પછી અરબાઝ ખાને ડિસેમ્બર 2023 માં મેકઅપ આર્ટિસ્ટ સુરા ખાન સાથે લગ્ન કર્યા.

પુલકિત સમ્રાટ-કૃતિ ખરબંદા

3/7
image

પુલકિત સમ્રાટે લગભગ 4 વર્ષ સુધી ડેટ કર્યા બાદ અભિનેત્રી કૃતિ ખરબંદા સાથે સગાઈ કરી છે. આ પહેલા પુલકિત સમ્રાટે 2014માં સલમાન ખાનની રાખી બહેન શ્વેતા રોહિરા સાથે લગ્ન કર્યા હતા. લગ્નના 11 મહિના પછી બંને અલગ થઈ ગયા. હવે છૂટાછેડા બાદ પુલકિત સમ્રાટને ફરી પ્રેમ મળ્યો છે.

મલાઈકા અરોરા-અર્જુન કપૂર

4/7
image

મલાઈકા અરોરા 2017 માં અરબાઝ ખાન સાથેના છૂટાછેડા પછી બોલીવુડ અભિનેતા અર્જુન કપૂરને ડેટ કરી રહી છે. મલાઈકા અને અર્જુન ઘણીવાર ઈન્સ્ટાગ્રામ પર એકબીજા સાથે રોમેન્ટિક તસવીરો શેર કરે છે.

અર્જુન રામપાલ-ગેબ્રિએલા 

5/7
image

અર્જુન રામપાલે 1998માં સુપર મોડલ મેહર જેસિયા સાથે લગ્ન કર્યા હતા. તેમના લગ્ન 20 વર્ષ સુધી ચાલ્યા અને 2019 માં છૂટાછેડા થઈ ગયા. મેહરથી છૂટાછેડા બાદ અર્જુનનું અફેર દક્ષિણ આફ્રિકાની મોડલ ગેબ્રિએલા સાથે શરૂ થયું હતું. બંને લાંબા સમયથી સાથે રહે છે અને બંનેને બે દીકરા છે.

ફરહાન અખ્તર-શિબાની દાંડેકર

6/7
image

ફરહાન અખ્તરે વર્ષ 1998માં સેલેબ હેરસ્ટાઈલિસ્ટ અધુના સાથે લગ્ન કર્યા હતા. બંનેને બે દીકરીઓ છે. ફરહાન અને અધુનાના લગ્ન 16 વર્ષ સુધી ચાલ્યા અને બંનેએ 2017માં છૂટાછેડા લીધા. છૂટાછેડા પછી ફરહાન શિબાની દાંડેકર સાથે પ્રેમમાં પડ્યો હતો. 4 વર્ષ સુધી ડેટિંગ કર્યા બાદ બંનેએ 2022માં લગ્ન કરી લીધા.

સૈફ અલી ખાન- કરીના કપૂર

7/7
image

સૈફ અલી ખાને 1991 માં અભિનેત્રી અમૃતા સિંહ સાથે લગ્ન કર્યા હતા. તેમના બે સંતાનો છે અભિનેત્રી સારા અલી ખાન અને ઈબ્રાહિમ ખાન. લગ્નના 13 વર્ષ પછી 2004 માં સૈફ અને અમૃતા અલગ થયા અને સૈફના જીવનમાં કરીના કપૂરની એન્ટ્રી થઈ. વર્ષ 2012 માં તેણે લગ્ન કર્યા. સૈફ અને કરીનાના બે દીકરા છે.